અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ જાહેરાત કરી હતી કે નેશનલ લો ટ્રિબ્યુનલ (NCLT)ની મંજૂરી મળ્યા બાદ કરાઈકલ પોર્ટ પ્રાઈવેટ લિમિટેડને હસ્તગત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે ડીલ પૂર્ણ થઈ ગઈ છે.
આ પણ વાંચો : મલેશિયા સાથે હવે રૂપિયામાં થશે વેપાર, ડોલરની થશે બચત, કારોબારમાં પણ થશે વધારો
અદાણી પોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કરાઈકલ પોર્ટના અધિગ્રહણ માટેનો સોદો 1,485 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યો છે. નિવેદન અનુસાર, બંદર તમિલનાડુના કન્ટેનર આધારિત ઔદ્યોગિક હબ અને આગામી 9 MMTPA CPCL રિફાઇનરીની નજીક છે.
અદાણી પોર્ટે શનિવારે પુડુચેરીના કરાઈકલ એરપોર્ટનું અધિગ્રહણ પૂર્ણ કર્યું. તે ઓલ વેધર ડીપ વોટર પોર્ટ છે. આગામી વર્ષોમાં અદાણી પોર્ટ આ પોર્ટ પર રૂ. 850 કરોડનું રોકાણ કરશે.
આ પણ વાંચો : આ મોટા મુસ્લિમ દેશ પાસે ભારતના 700 કરોડ રૂપિયાના લેણા, કહ્યું- ‘પહેલા પૈસા આપો પછી ચોખા આપીશું’
કંપનીના સીઈઓ અને ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીનું કહેવું છે કે આ રોકાણથી ગ્રાહકોના લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે. કંપની આગામી 5 વર્ષમાં આ પોર્ટની ક્ષમતા બમણી કરશે. નાણાકીય વર્ષ 2022-23માં કરાઈકલ પોર્ટ પર 10 મિલિયન ટન કાર્ગોની અવરજવર હતી, જે 2009માં કાર્યરત થઈ હતી. ચેન્નાઈથી લગભગ 300 કિમી દૂર આ બંદર છે.
ગૌતમ અદાણીની કંપની દેશમાં 14 મોટા બંદરો ચલાવે છે. નવા કરાઈકલ બંદર ઉપરાંત મુન્દ્રા બંદર, દહેજ બંદર, તુના બંદર, મોરમુગાવ બંદર, કાતુપલ્લી બંદર, ધામરા બંદર, ગંગાવરમ બંદર, હજીરા બંદર, વિઝીંજમ બંદર, એન્નોર બંદર, કૃષ્ણપટનમ બંદર, દિઘી બંદર અને હલ્દિયા બંદરનો સમાવેશ થાય છે.
અદાણી પોર્ટ હાલમાં દેશની સૌથી મોટી પોર્ટ હેન્ડલિંગ કંપની છે. કંપની આ બંદરો પર કાર્ગો હેન્ડલિંગ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ વગેરે સેવાઓ વિકસાવે છે.
(PTI ના ઇનપુટ્સ સાથે)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 4:04 pm, Sun, 2 April 23