અદાણી ગ્રુપ માટે આવ્યા GOOD NEWS, વિદેશની આ 3 બેંક લોન આપવા તૈયાર

|

May 09, 2023 | 7:43 AM

31 માર્ચ 2023 ના રોજ, અદાણી જૂથનું દેવું(Adani Group Debt) રૂ. 2.27 ટ્રિલિયન હતું, જેમાં 39% બોન્ડ્સ, 29% આંતરરાષ્ટ્રીય બેંકો પાસેથી અને 32% ભારતીય બેંકો અને NBFCs પાસેથી લેવામાં આવ્યું હતા. જો કે, હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા પછીના બે મહિના સુધી, અદાણી જૂથને દરેક પસાર થતા દિવસ સાથે ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું.

અદાણી ગ્રુપ માટે આવ્યા  GOOD NEWS, વિદેશની આ 3 બેંક લોન આપવા તૈયાર
Adani Group

Follow us on

અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ(Hindenburg)ના રિપોર્ટથી ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)નું વિશાળ બિઝનેસ સામ્રાજ્ય હચમચી ગયું હતું અને તેમને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. પરંતુ હવે તેની અસર ખતમ થતી જોવા મળી રહી છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક નહીં પરંતુ ત્રણ મોટી જાપાનીઝ બેંકોએ અદાણી ગ્રુપ પર વિશ્વાસ મુક્યો છે. એક અહેવાલ અનુસાર, આ ત્રણેય જાપાની બેંકોએ જૂથને નાણાકીય મદદની ખાતરી આપી છે. સૌથી મહત્વની બાબત એ છે કે અદાણી માટે આ સંપૂર્ણપણે નવા દેવાદાર છે.

આ જાપાનીઝ બેંકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

જાપાનની ત્રણ મોટી બેંકો કે જેણે અદાણી ગ્રૂપમાં રોકાણ કરવાનું મન બનાવ્યું છે તેમાં મિત્સુબિશી યુએફજે ફાઇનાન્શિયલ ગ્રૂપ(Mitsubishi UFJ Financial Group), સુમિતોમો મિત્સુઇ બેન્કિંગ (Sumitomo Mitsui Banking) અને મિઝુહો ફાઇનાન્શિયલ ગ્રૂપ(Mizuho Financial Group)નો સમાવેશ થાય છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના સમાચાર મુજબ, માત્ર આ ત્રણ નવી બેંકો જ નહીં, પરંતુ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને બાર્કલેઝ સહિત ઘણા વર્તમાન ઋણધારકો પણ અદાણી ગ્રુપમાં વિશ્વાસ મુક્યો છે.

અદાણી ગ્રુપ પર કેટલું દેવું?

રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તમામ બેંકોએ નાણાકીય વર્ષ 2023-24 અને 2025-26માં પરિપક્વ થતા જૂથના $4 બિલિયનના મૂલ્યના પુનર્ધિરાણ બોન્ડ અને વર્તમાન અને નવા દેવુંને સમર્થન આપવાનું વચન આપ્યું છે. અહીં જણાવી દઈએ કે 31 માર્ચ, 2023 સુધીમાં, અદાણી જૂથનું દેવું રૂ. 2.27 ટ્રિલિયન હતું, જેમાં 39% બોન્ડ્સ, 29% આંતરરાષ્ટ્રીય બેંકો પાસેથી અને 32% ભારતીય બેંકો અને NBFCs પાસેથી લેવામાં આવ્યું હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હિંડનબર્ગ રિપોર્ટના પ્રકાશન પછીના બે મહિના સુધી, અદાણી જૂથને દરેક પસાર થતા દિવસ સાથે ભારે નુકસાન સહન કરવું પડ્યું. શેરમાં આવેલી સુનામીને કારણે ગ્રુપનું માર્કેટ કેપ પણ $100 બિલિયનની નીચે પહોંચી ગઇ હતી.

GQG પાર્ટનર્સે આ કંપનીઓમાં રોકાણ કર્યું હતું

અહેવાલ મુજબ, હિંડનબર્ગના હાહાકાર વચ્ચે અદાણી ગ્રૂપ ફર્મ્સમાં જંગી રોકાણ કરીને ચર્ચામાં આવેલા રોકાણકાર GQG પાર્ટનર્સ (GQG Partners)એ ફરી એકવાર અદાણીની કંપનીઓમાં રોકાણ કરવાનું મન બનાવી લીધું છે. માર્ચ 2023માં, GQG પાર્ટનર્સે ચાર ગ્રુપ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને અદાણી ટોટલ ગેસમાં રૂ. 15,446 કરોડનું રોકાણ કર્યું હતું.

અદાણી હિંડનબર્ગના વમળમાંથી બહાર આવી રહ્યા છે

નોંધપાત્ર રીતે, 24 જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગે તેનો સંશોધન અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં અદાણી ગ્રૂપ પરના શેર અને દેવાની હેરાફેરી સંબંધિત 88 પ્રશ્નો ઉભા થયા હતા. તેની રજૂઆતના બીજા જ ટ્રેડિંગ દિવસથી અદાણીની કંપનીઓના શેર તૂટી ગયા હતા અને બે મહિના સુધી તેમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. અદાણીના શેર 85 ટકા સુધી તૂટ્યા હતા.

24 જાન્યુઆરી પહેલા વિશ્વના ટોચના અબજોપતિઓમાં ચોથા સ્થાને રહેલા ગૌતમ અદાણી તેમની નેટવર્થમાં ઘટાડાને કારણે યાદીમાં 37મા સ્થાને સરકી ગયા હતા. જો કે, હવે શેરમાં ફરી તેજી જોવા મળી રહી છે અને બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી $61.8 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના 21મા સૌથી ધનિક વ્યક્તિ છે.

Next Article