
Adani Group News : અદાણી પરિવારે એક દિવસ પહેલા ચાર કંપનીઓના 17 કરોડથી વધુ શેર વેચીને રૂ. 15,000 કરોડ એકત્ર કર્યા હતા. આ પગલા બાદ શુક્રવારે અદાણી ગ્રુપના શેરમાં સતત ચોથા દિવસે શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે.
આ તેજીના કારણે માત્ર 30 મિનિટમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં લગભગ 53 હજાર કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં મહત્તમ ઝડપ જોવા મળી રહી છે, જેના માર્કેટ કેપમાં લગભગ 20 હજાર કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સમગ્ર શેરબજાર અદાણીની આ રેલીની ઉજવણી કરી રહ્યું છે. સેન્સેક્સમાં લગભગ 650 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે નિફ્ટી 17500 પોઈન્ટથી વધુ પર ટ્રેડ કરી રહ્યો છે.
અદાણી ગ્રુપના શેરમાં ઉછાળાને કારણે શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 666.78 પોઈન્ટના વધારા સાથે 59,576.13 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે એક દિવસ પહેલા સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 192.10 પોઈન્ટના ઘટાડા સાથે 17,514 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ ઉપરાંત SBIના શેરમાં 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એચસીએલ અને પાવરગ્રીડના શેરમાં 2 ટકાનો વધારો થયો છે.
Published On - 11:49 am, Fri, 3 March 23