દેશના દિગ્ગજ રોકાણકાર અને શેરબજારની દુનિયામાં બિગ બુલ (Big Bull)તરીકે પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)નું આજે નિધન થયું છે. તેઓએ 62 વર્ષની વયે તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વ્યવસાયે રોકાણકાર હતા. ફોર્બ્સ બિલિયોનેર્સ ઇન્ડેક્સ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, તેઓ $5.8 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના 438મા સૌથી ધનિક વ્યક્તિ હતા. તેમની પત્નીનું નામ રેખા ઝુનઝુનવાલા છે. તેમને ત્રણ બાળકો છે. પુત્રીનું નામ નિષ્ઠા અને પુત્રનું નામ આર્યમાન અને આર્યવીર છે.
વરિષ્ઠ રોકાણકાર અને શેરબજારના નિષ્ણાત રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે મુંબઈમાં અવસાન થયું. તેમની ઉંમર 62 વર્ષની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને બે થી ત્રણ અઠવાડિયા પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં રવિવારે સવારે 6.45 વાગ્યે તેમનું અવસાન થયું. હોસ્પિટલ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
#Mumbai : Ace investor #RakeshJhunjhunwala passes away at 62#TV9News pic.twitter.com/VTpNIzKKYb
— Tv9 Gujarati (@tv9gujarati) August 14, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી રાકેશ ઝુનઝુનવાલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેમણે લખ્યું કે ‘રાકેશ ઝુનઝુનવાલા અદમ્ય હતા. જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર, તે નાણાકીય જગતમાં અમૂલ્ય યોગદાન છોડીને જાય છે. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ’
Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7
— Narendra Modi (@narendramodi) August 14, 2022
Anguished to learn about the passing away of Rakesh Jhunjhunwala Ji. His vast experience and understanding of the stock market have inspired countless investors. He will always be remembered for his bullish outlook. My deepest condolences to his family. Om Shanti Shanti.
— Amit Shah (@AmitShah) August 14, 2022
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઝુનઝુનવાલાનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ 5 જુલાઈ, 1960ના રોજ હૈદરાબાદ, તેલંગાણામાં થયો હતો. તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો હતો. લગભગ એક અઠવાડિયા પહેલા રાકેશ ઝુનઝુનવાલાએ તેની એરલાઈન અકાસા પણ શરૂ કરી હતી. તેમની આકાસા એરલાઈન્સનું પ્રથમ વિમાન 7 ઓગસ્ટના રોજ મુંબઈથી અમદાવાદ માટે ટેકઓફ થયું હતું. તેમણે એવિએશન બિઝનેસમેન આદિત્ય ઘોષ અને વિનય દુબે સાથે મળીને આ કંપની શરૂ કરી હતી.
Published On - 9:06 am, Sun, 14 August 22