
Aadhaar Card Free Update : ભારતીયો માટે સારા સમાચાર છે. સરકારે આધાર કાર્ડ(Aadhaar Card)ની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ આગળ વધારી(Aadhar Update Date Extension) છે. અગાઉ આ છેલ્લી તારીખ 14મી સપ્ટેમ્બર હતી પણ હવે વધુ સમય મળશે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ મફત આધાર અપડેટની છેલ્લી તારીખ (Aadhar Update Last Date ) ત્રણ મહિના માટે લંબાવી છે. હવે તમે તમારી આધાર વિગતો 14 ડિસેમ્બર 2023 સુધી નિઃશુલ્ક અપડેટ કરી શકશો.
UIDAI દ્વારા ઈશ્યુ કરાયેલ ઓફિસ મેમોરેન્ડમ અનુસાર “વધુમાં વધુ લોકોને તેમના દસ્તાવેજો આધારમાં અપડેટ કરવા પ્રોત્સાહિત કરવા માટે, 14 સપ્ટેમ્બર 2023 સુધી myAadhaar portal દ્વારા તેમના દસ્તાવેજોને આધારમાં નિઃશુલ્ક અપડેટ કરવાની જોગવાઈ કરવામાં આવશે.” તેમ નક્કી કર્યું હતું. લોકોના હકારાત્મક પ્રતિભાવના આધારે આ સુવિધાને 3 મહિના એટલે કે 15.09.2023 થી 14.12.2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, myAadhaar પોર્ટલ https://myaadhaar.uidai.gov.in/ દ્વારા દસ્તાવેજ અપડેટ કરવાની સુવિધા 14.12.2023 સુધી વિના મૂલ્યે ચાલુ રહેશે.
UIDAI દસ વર્ષ જૂના આધાર ધારકોને નવી માહિતી સાથે વિગતો અપડેટ કરવા માટે પણ વિનંતી કરી રહ્યું છે. UIDAI વેબસાઈટ જણાવે છે કે, “કૃપા કરીને વસ્તી વિષયક માહિતીની ચોકસાઈ સાથે ચાલુ રાખવા માટે આધાર અપડેટ કરો. તેને અપડેટ કરવા માટે, તમારા ઓળખના પુરાવા અને સરનામાના પુરાવાના દસ્તાવેજો અપલોડ કરો”
આ પણ વાંચો : Basilic Fly Studio IPO allotment : આ રીતે શેર ફાળવણીની સ્થિતિ તપાસો, જાણો GMP અને લિસ્ટિંગની તારીખ