જેટ એરવેઝ (Jet Airways)ના કેબિન ક્રૂ અને ગ્રાઉન્ડ સ્ટાફે આ વર્ષે જૂનમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા એરલાઇન માટે મંજૂર કરેલા જલાન-કાલરોક કન્સોર્ટિયમના રિઝોલ્યુશન(Kalrock-Jalan consortium) સમાધાન યોજનાને પડકારવાનો નિર્ણય લીધો છે. નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) સમક્ષ દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં જેટ એરવેઝ કેબિન ક્રૂ એસોસિએશન અને ભારતીય કામદાર સેનાએ દલીલ કરી હતી કે કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) ખર્ચના ભાગરૂપે તમામ એરલાઇન્સના કર્મચારીઓના લેણાંનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
NCLT એ જૂન મહિનામાં જેટ એરવેઝ માટે જાલાન કાલરોક ગઠબંધનના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. નાણાકીય કટોકટીના કારણે જેટ એરવેઝે એપ્રિલ 2019 માં કામગીરી બંધ કરી દીધી હતી અને આ વર્ષે જૂનમાં તેના માટે નાદારી ઠરાવ પ્રક્રિયા શરૂ થઈ હતી.
રિઝોલ્યુશન પ્લાન રદ કરવા માંગ
કર્મચારીઓના બે ગ્રુપે NCLTAને વિનંતી કરી છે કે NCLTની મુંબઈ બેન્ચ દ્વારા ગ્રુપના રિઝોલ્યુશન પ્લાનને મંજૂર કરેલા આદેશને રદ કરવાની માંગ કરાઈ હતી. આ ઉપરાંત તેમણે વિનંતી કરી છે કે તેમની અરજીની સુનાવણી સુધી આદેશનો અમલ રોકવામાં આવે.
જેટ એરવેઝ કેબિન ક્રૂ એસોસિયેશન (JACCA) એરલાઇનના મોટાભાગના ક્રૂ મેમ્બર્સનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે જ્યારે ભારતીય કામદાર સેનાએ એરલાઇનના 70 ટકા ગ્રાઉન્ડ સ્ટાફનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે રિઝોલ્યુશન પ્લાનમાં જેટ એરવેઝની પેટાકંપની એરજેટ ગ્રાઉન્ડ સર્વિસીસ લિમિટેડ (AGSL) ને અલગ કરવાનો નિર્ણય પણ છે. ઉપરાંત યોજનામાં એરલાઇન કર્મચારીઓની સેવાઓ, જેઓ રિઝોલ્યુશન પ્લાનની મંજુરીની તારીખ સુધી પગારપત્રક પર હતા તેઓને ડિમર્જ એન્ટિટીમાં સ્થાનાંતરિત કરવાનો પ્રસ્તાવ છે.
માર્ચ 2019 થી પગાર મળ્યો નથી
તેમણે કહ્યું છે કે કોર્પોરેટ દેવાદાર (જેટ Aiways) આ કર્મચારીઓના તમામ નિવૃત્તિ લાભો માટે જવાબદાર રહેશે નહિ સાથે કર્મચારીઓની અન્ય સંસ્થામાં સ્થાનાંતરણ અને AGSL બાદ તેમના માટે કોઈ જવાબદારી રહેશે નહિ જે અત્યાર સુધી શરૂ પણ થયું નથી. અરજદારોના જણાવ્યા અનુસાર, તેના સભ્યોને માર્ચ 2019 થી કોઈ પગાર મળ્યો નથી અને રિઝોલ્યુશન પ્રક્રિયા દરમિયાન પોતાનો દાવો રજૂ કર્યો હતો.
જેટ પાસે 120 ફ્લાઈટ હતી
જેટ પાસે કુલ 120 ફ્લાઈટ્સ હતી. જો કે જ્યારે કંપની બંધ થઈ ત્યારે તેની પાસે માત્ર 16 ફ્લાઈટ્સ રહી ગઈ હતી. માર્ચ 2019માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેની ખાધ વધીને 5,535.75 કરોડ રૂપિયા થઈ ગઈ. જેટને ફ્લાઈટ સર્વિસ ફરી શરૂ કરવા મોટી સંખ્યામાં નવી નિમણૂકો કરવી પડશે. જોકે કંપની બંધ થઈ ગઈ છે, પરંતુ પાછલા 6 મહિનાથી તેના શેર સતત અપર સર્કિટ અને લોઅર સર્કિટ ધરાવે છે.