
આઈટી કંપની ઈન્ફોસિસે 1.5 અરબ ડોલર (12,475 કરોડ)ની એક ડીલ કેન્સલ કરી દીધી છે. કંપની એક ગ્લોબલ કંપનીની સાથે આ ડીલ કરવાની હતી. તેને લઈ બંનેની વચ્ચે એક એમઓયુ પર પણ હસ્તાક્ષર પણ થયા હતા પણ માસ્ટર એગ્રીમેન્ટ હવે નહીં થાય. આ સમાચાર એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે બે અઠવાડિયા પહેલા જ કંપનીના એક મોટા ઓફિસરે રાજીનામું આપ્યું છે.
ઈન્ફોસિસે સ્ટોક માર્કેટની સાથે ડીલ કેન્સલ થવાની ડિટેલ આપી છે. ત્યારબાદ ગ્લોબલ કંપની અને ઈન્ફોસિસની વચ્ચે આ વર્ષે 14 સપ્ટેમ્બર 2023એ એમઓયુ સાઈન થયો હતો. એક અહેવાલ મુજબ બંને કંપનીના એમઓયુ ફાઈનલ એગ્રીમેન્ટ સુધી પહોંચી શક્યા નથી. જો આ ડીલ થઈ હોતત તો આગામી 15 વર્ષમાં ઈન્ફોસિસને 12,475 કરોડ રૂપિયાનું રેવેન્યુ મળતું.
એમઓયુ મુજબ આ ડીલ હેઠળ ગ્લોબલ કંપની આગામી 15 વર્ષમાં ઈન્ફોસિસના પ્લેટફોર્મ અને એઆઈ સોલ્યુશન્સનો ઉપયોગ કરીને પોતાના કસ્ટમર્સ માટે ડિજિટલ અનુભવને વધુ સારો બનાવવા પર કામ કરતી. જો કે ઈન્ફોસિસે ડીલ કેન્સલ થવાનું કારણ જણાવ્યું નથી અને ગ્લોબલ કંપનીનું નામ સાર્વજનિક કર્યુ છે.
જો કે આ સમાચાર એટલે ચોંકાવનારા છે, કારણ કે આ ડીલના કેન્સલ થયાના બે અઠવાડિયા પહેલા જ ઈન્ફોસિસના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર નીલાંજન રોયે અચાનક રાજીનામું આપ્યું હતું. તે 6 વર્ષથી આ પદ પર હતા. ત્યારે આટલી મોટી ડીલ કેન્સલ થવી મોટી વાત છે. ત્યારે એક ઈશારો એ તરફ પણ છે કે ભારતનો આઈટી બિઝનેસ સતત પડકારોનો સામનો કરી રહ્યો છે, જો કે ઈન્ફોસિસનો જુલાઈ-સપ્ટેમ્બરનો ત્રિમાસિક ચોખ્ખો નફો 3.17 ટકા વધીને 6,212 કરોડ રૂપિયા રહ્યો છે.