દિલ્હીની 5 સ્ટાર હોટલને 23 લાખનો ચૂનો ચોપડી ભેજાબાજ ફરાર, ફેક આઈડી દ્વારા 4 મહિના મોજ કરી ગેસ્ટ પલાયન થતા મામલો પોલીસ પાસે પહોંચ્યો

|

Jan 18, 2023 | 8:17 AM

પોલીસનું કહેવું છે કે શરીફે હોટલમાં ચેક-ઈન કરવા માટે બિઝનેસ કાર્ડ, UAE રેસિડેન્ટ કાર્ડ અને અન્ય દસ્તાવેજો આપ્યા હતા. પોલીસને શંકા છે કે આ તમામ દસ્તાવેજો નકલી છે. પોલીસ હવે તેના દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે.

દિલ્હીની 5 સ્ટાર હોટલને 23 લાખનો ચૂનો ચોપડી ભેજાબાજ ફરાર, ફેક આઈડી દ્વારા 4 મહિના મોજ કરી ગેસ્ટ પલાયન થતા મામલો પોલીસ પાસે પહોંચ્યો
When the man did not return, the hotel filed a missing complaint with the police

Follow us on

દેશની રાજધાની દિલ્હીની 5 સ્ટાર હોટલ લીલા પેલેસમાં એક વ્યક્તિએ 23 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોતાને યુએઈનો નાગરિક અને અબુધાબીના રાજવી પરિવારનો કર્મચારી ગણાવતા શખ્સે હોટલમાં રોકાણ બાદ ચેક-આઉટની નિર્ધારિત તારીખના બે દિવસ પહેલા જ હોટલને ચેક પકડાવી જાણ કર્યા વિના જ રફુચક્કર થઈ ગયો હતો. વ્યક્તિએ ભાડા માટે આપેલો ચેક બાઉન્સ થતા હોટલ મેનેજમેન્ટ  દોડતું થયું છે. આ વ્યક્તિ હોટલમાં પરત ન ફરતાં પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી ત્યારે જાણવા મળ્યું કે તે જાણી જોઈને ભાગી ગયો હતો . તેનો ઈરાદો હોટલનું ભાડું નહિ ચૂકવવાનો હતો. આ ઉપરાંત હોટલમાંથી કેટલીક કિંમતી સામાન પણ ચોરી લારી હોવાનું ભાર આવ્યું છે.

પોલીસને શંકા છે કે તેણે હોટલમાં આપેલું આઈડી નકલી છે. હોટલના સ્ટાફને વિશ્વાસમાં લેવા તેણે અગાઉ 11.5 લાખ રૂપિયા ભાડા તરીકે આપ્યા હતા. હોટલના કર્મચારીઓને જરા પણ શંકા ન હતી કે તે વ્યક્તિ તેમની સાથે છેતરપિંડી કરીને ત્યાંથી નીકળી શકે છે. આ વ્યક્તિની ઓળખ મોહમ્મદ શરીફ તરીકે થઈ છે. હોટેલમાં  તેનું  23.5 લાખ રૂપિયા બિલ બાકી છે.

રાજવી પરિવારના કર્મચારી હોવાની ઓળખ આપી

હોટલ મેનેજમેન્ટ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ શરીફે હોટલ અધિકારીઓને જણાવ્યું હતું કે તે UAEમાં રહે છે અને અબુ ધાબીના શાહી પરિવારના સભ્ય શેખ ફલાહ બિન જાયદ અલ નાહયાનની ઓફિસમાં કામ કરે છે. શરીફ 1 ઓગસ્ટના રોજ લીલા પેલેસ આવ્યા હતા અને 20 નવેમ્બર સુધી રોકાયા હતા. આ પછી તે કોઈ માહિતી આપ્યા વિના ગાયબ થઈ ગયો.

ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

હોટલનું કુલ બિલ 35 લાખ રૂપિયા હતું. શરીફે અગાઉ રૂ. 11.5 લાખની ચૂકવણી કરી હતી અને બાકીની રકમનો ચેક આપ્યો હતો. તે 22 નવેમ્બર સુધી હોટલમાં રહેવાનો હતો પરંતુ તેના બે દિવસ પહેલા તે ગુમ થઈ ગયો હતો. જતી વખતે તેણે રૂમમાંથી કેટલીક કિંમતી સામાન પણ લીધો હતો. જ્યારે હોટેલે તેમના દ્વારા આપવામાં આવેલ ચેકને કેશ કર્યો તો તે બાઉન્સ થયો કારણ કે શરીફના ખાતામાં પૈસા ન હતા.

બનાવટી દસ્તાવેજો સાથે રૂમ લેવામાં આવ્યો હતો

પોલીસનું કહેવું છે કે શરીફે હોટલમાં ચેક-ઈન કરવા માટે બિઝનેસ કાર્ડ, UAE રેસિડેન્ટ કાર્ડ અને અન્ય દસ્તાવેજો આપ્યા હતા. પોલીસને શંકા છે કે આ તમામ દસ્તાવેજો નકલી છે. પોલીસ હવે તેના દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે.

Published On - 8:16 am, Wed, 18 January 23

Next Article