7th Pay Commission : G20 Summit પછી સરકારી કર્મચારીઓના DA માં વધારો થશે, સરકાર તરફથી તહેવારોની ભેટના સંકેત

|

Sep 09, 2023 | 6:02 AM

7th Pay Commission :  કેન્દ્ર સરકારના કર્મચારીઓ(central government employees)ને સપ્ટેમ્બરમાં G20 Summit 2023 પછી સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA Hike)માં મોટો ઉછાળો આવી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર DAમાં 4 ટકા સુધીનો વધારો કરી શકે છે.

7th Pay Commission : G20 Summit પછી સરકારી કર્મચારીઓના DA માં વધારો થશે, સરકાર તરફથી તહેવારોની ભેટના સંકેત

Follow us on

7th Pay Commission :  કેન્દ્ર સરકારના કર્મચારીઓ(central government employees)ને સપ્ટેમ્બરમાં G20 Summit 2023 પછી સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA Hike)માં મોટો ઉછાળો આવી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર DAમાં 4 ટકા સુધીનો વધારો કરી શકે છે.

થોડા દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે આ વખતે સપ્ટેમ્બરમાં DAમાં માત્ર 3 ટકાનો વધારો થશે પરંતુ તાજેતરના AICPI ડેટા અનુસાર એવું માનવામાં આવે છે કે કર્મચારીઓના DAમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. જો સરકાર DAમાં 4 ટકાનો વધારો કરે છે, તો DA વધીને 46 ટકા થશે.

G20 Summit 2023 ઘોષણાંના સંકેત

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં વધારો અપેક્ષિત છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર 10 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થનારી દિલ્હીમાં યોજાનારી G20 Summit 2023 પછી DAમાં વધારો કરવાની ઘોષણા કરે તેવી શક્યતા છે. જો કે, હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

અગાઉ નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DAમાં વધારો સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં અપેક્ષિત હોવો જોઈએ. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે કર્મચારીઓ માટે આ વખતે 3% DA વધારો અપેક્ષિત છે.જુલાઈમાં આ આંકડો 139.7 પોઈન્ટ પર પહોંચ્યો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર AICPI ઈન્ડેક્સે જુલાઈ 2023નો ડેટા જાહેર કર્યો છે. તેમાં 3.3 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. જૂન 2023માં આ આંકડો 136.4 પોઈન્ટ પર હતો અને જુલાઈમાં આ આંકડો 139.7 પોઈન્ટ પર પહોંચી ગયો છે. આ વધારાને કારણે એવું માનવામાં આવે છે કે ડીએમાં હવે 4 ટકાનો વધારો થઈ શકે છે.

આ પણ વાંચો : Breaking News: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન નવી દિલ્હી પહોંચ્યા, થોડીવારમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત

તમને જણાવી દઈએ કે સરકાર સપ્ટેમ્બર મહિનામાં કર્મચારીઓને ડીએ વધારાની ભેટ આપી શકે છે. ગણેશ ચતુર્થી પહેલા સરકાર આની જાહેરાત કરી શકે છે. આ વખતે પણ ડીએમાં 4 ટકાનો વધારો થવાનો છે. હાલમાં મોંઘવારી ભથ્થું 42 ટકા છે. સરકારની જાહેરાત બાદ તે 46 ટકા સુધી પહોંચી શકે છે.

DA  નો વધારો જુલાઈથી લાગુ થશે

કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 42 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. ડીએમાં ચાર ટકા વધારાની જાહેરાત બાદ તે વધીને 46 ટકા થઈ જશે. વધેલો ડીએ જુલાઈથી લાગુ થશે. જો સપ્ટેમ્બરમાં જાહેરાત કરવામાં આવે તો 2 મહિનાનું ડીએનું બાકી રહેલ પણ મળશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article