7th Pay Commission: સરકારી કર્મચારીઓના પગારમાં 7750 રૂપિયા વધારો થશે, જાણો ક્યારથી મળશે લાભ અને કઈ રીતે કરશો ગણતરી

|

Jul 03, 2021 | 8:44 AM

કેન્દ્રીય કર્મચારીઓ(central government employees)ને સપ્ટેમ્બરથી DAના નાણાં મળવાનું શરૂ થશે. આ દરમિયાન આગળના મહિનાઓના પગારમાં છેલ્લા ત્રણ હપ્તાની બાકી રકમ આપવામાં આવશે.

7th Pay Commission:  સરકારી કર્મચારીઓના પગારમાં 7750 રૂપિયા વધારો થશે, જાણો ક્યારથી મળશે લાભ અને કઈ રીતે કરશો ગણતરી
7th Pay Commission

Follow us on

કોરોનાના કારણે અટકી ગયેલા DA માટે કેન્દ્રીય કર્મચારીઓ(central government employees) ગયા વર્ષથી રાહ જોઈ રહયા છે. જોકે આ કર્મચારીઓએ હવે લાંબો સમય ઇંતેજાર કરવો પડશે નહિ. સપ્ટેમ્બરથી DAના નાણાં મળવાનું શરૂ થશે. આ દરમિયાન આગળના મહિનાઓના પગારમાં છેલ્લા ત્રણ હપ્તાની બાકી રકમ આપવામાં આવશે. નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમના સેક્રેટરીના જણાવ્યા મુજબ સેન્ટ્રલ કર્મચારીઓના DA તેમના મૂળ પગારથી 31% વધારવામાં આવશે. આ ફેરફાર સાથે તેમને 7750 રૂપિયા સુધી પગારમાં વધારો મળી શકે છે.

જાણો કેવી રીતે પગાર વધશે
સાતમા પગાર પંચ અંતર્ગત પગારની ગણતરી માટે કર્મચારીના બેઝિક સેલેરી પર DA ની ગણતરી કરવી પડશે. ઉદાહરણ તરીકે કોઈનો બેઝિક સેલેરી રૂ 25,000 છે તો તેનો DA 25,000 ના 31% વધશે. આનો અર્થ એ કે DAમાં વધારો રૂ 25,000 ના 31% એટલે કે કુલ રૂ 7750 મળશે. એ જ રીતે અન્ય કેન્દ્રીય કર્મચારીઓનો પગાર પણ સાતમા સીપીસી પે મેટ્રિક્સ(7th CPC Pay Matrix)માં અલગ હશે. અત્યારસુધી મોંઘવારી ભથ્થું 17 ટકાના દરે ચૂકવવામાં આવતું હતું.

ક્યારે મળશે પગારમાં વધારો
કેન્દ્રીય કર્મચારીઓને 30 સપ્ટેમ્બરના રોજ મળનાર પગારમાં છેલ્લા ત્રણ હપ્તામાં જૂન 2021 થી વધારાયેલ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. બીજી તરફ જુલાઇ અને ઓગસ્ટમાં પણ બે મહિનાના એરીયર મળશે જો સૂત્રોની વાત માનીએ તો જૂન 2021 માં પણ 3 ટકા DA વધવાનું છે. આ સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 14 ટકાનો વધારો થશે. ગયા વર્ષે ડીએમાં વધારો કોરોના મહામારીને કારણે અટકાવ્યો હતો પરંતુ જુલાઈથી લાભની જાહેરાત કરાઈ છે. આ સાથે 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરોને પગાર વધારાનો લાભ મળશે.

ક્રિસમસ અને New Year પર મોડી રાત સુધી દારૂની દુકાનો રહેશે ખુલ્લી, જાણો સમય
તુલસીને જળ ચઢાવતી વખતે શું ઉમેરવું જોઈએ? જાણી લો
MS ધોની બન્યો સિક્રેટ સાન્તાક્લોઝ, ક્રિસમસ પર સામે આવી ખાસ તસવીરો
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુના લગ્નના ફોટો જુઓ
એવો ક્યો દેશ છે જે ભારતથી સૌથી વધુ દૂર આવેલો છે?
Vastu Tips : આ રીતે જાણો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં

CEA CLAIM ને સરળ બનાવાયું
મોંઘવારી ભથ્થામાં વધારાનો ઇંતેજાર કરી રહેલા સરકારી કર્મચારીઓને DOPT એ મોટી રાહત આપી છે. બાળ શિક્ષણ ભથ્થું (CEA) ક્લેઇમ કરવા માટે નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. સાતમા પગારપંચની ભલામણ મુજબ સીઇએ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર મહિને રૂ 2250 મળે છે. કોવિડ -19 રોગચાળાને કારણે CEA માટે મુશ્કેલીઓ આવી રહી છે કારણ કે તેમના બાળકોના પરિણામ / રિપોર્ટ કાર્ડ્સ મળ્યા ન હતા . આ સમસ્યાને દૂર કરવા માટે ડીઓપીટીએ જણાવ્યું છે કે CEA CLAIM સંબંધિત સ્ટાફના સ્વ-પ્રમાણપત્ર દ્વારા અથવા રિઝલ્ટ / રિપોર્ટ કાર્ડ / ઇ-મેઇલ / એસએમએસના પ્રિન્ટઆઉટ દ્વારા પણ કરી શકાય છે.

Published On - 8:42 am, Sat, 3 July 21

Next Article