AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission: સરકારી કર્મચારીઓના પગારમાં 7750 રૂપિયા વધારો થશે, જાણો ક્યારથી મળશે લાભ અને કઈ રીતે કરશો ગણતરી

કેન્દ્રીય કર્મચારીઓ(central government employees)ને સપ્ટેમ્બરથી DAના નાણાં મળવાનું શરૂ થશે. આ દરમિયાન આગળના મહિનાઓના પગારમાં છેલ્લા ત્રણ હપ્તાની બાકી રકમ આપવામાં આવશે.

7th Pay Commission:  સરકારી કર્મચારીઓના પગારમાં 7750 રૂપિયા વધારો થશે, જાણો ક્યારથી મળશે લાભ અને કઈ રીતે કરશો ગણતરી
7th Pay Commission
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 8:44 AM
Share

કોરોનાના કારણે અટકી ગયેલા DA માટે કેન્દ્રીય કર્મચારીઓ(central government employees) ગયા વર્ષથી રાહ જોઈ રહયા છે. જોકે આ કર્મચારીઓએ હવે લાંબો સમય ઇંતેજાર કરવો પડશે નહિ. સપ્ટેમ્બરથી DAના નાણાં મળવાનું શરૂ થશે. આ દરમિયાન આગળના મહિનાઓના પગારમાં છેલ્લા ત્રણ હપ્તાની બાકી રકમ આપવામાં આવશે. નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમના સેક્રેટરીના જણાવ્યા મુજબ સેન્ટ્રલ કર્મચારીઓના DA તેમના મૂળ પગારથી 31% વધારવામાં આવશે. આ ફેરફાર સાથે તેમને 7750 રૂપિયા સુધી પગારમાં વધારો મળી શકે છે.

જાણો કેવી રીતે પગાર વધશે સાતમા પગાર પંચ અંતર્ગત પગારની ગણતરી માટે કર્મચારીના બેઝિક સેલેરી પર DA ની ગણતરી કરવી પડશે. ઉદાહરણ તરીકે કોઈનો બેઝિક સેલેરી રૂ 25,000 છે તો તેનો DA 25,000 ના 31% વધશે. આનો અર્થ એ કે DAમાં વધારો રૂ 25,000 ના 31% એટલે કે કુલ રૂ 7750 મળશે. એ જ રીતે અન્ય કેન્દ્રીય કર્મચારીઓનો પગાર પણ સાતમા સીપીસી પે મેટ્રિક્સ(7th CPC Pay Matrix)માં અલગ હશે. અત્યારસુધી મોંઘવારી ભથ્થું 17 ટકાના દરે ચૂકવવામાં આવતું હતું.

ક્યારે મળશે પગારમાં વધારો કેન્દ્રીય કર્મચારીઓને 30 સપ્ટેમ્બરના રોજ મળનાર પગારમાં છેલ્લા ત્રણ હપ્તામાં જૂન 2021 થી વધારાયેલ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. બીજી તરફ જુલાઇ અને ઓગસ્ટમાં પણ બે મહિનાના એરીયર મળશે જો સૂત્રોની વાત માનીએ તો જૂન 2021 માં પણ 3 ટકા DA વધવાનું છે. આ સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 14 ટકાનો વધારો થશે. ગયા વર્ષે ડીએમાં વધારો કોરોના મહામારીને કારણે અટકાવ્યો હતો પરંતુ જુલાઈથી લાભની જાહેરાત કરાઈ છે. આ સાથે 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરોને પગાર વધારાનો લાભ મળશે.

CEA CLAIM ને સરળ બનાવાયું મોંઘવારી ભથ્થામાં વધારાનો ઇંતેજાર કરી રહેલા સરકારી કર્મચારીઓને DOPT એ મોટી રાહત આપી છે. બાળ શિક્ષણ ભથ્થું (CEA) ક્લેઇમ કરવા માટે નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. સાતમા પગારપંચની ભલામણ મુજબ સીઇએ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર મહિને રૂ 2250 મળે છે. કોવિડ -19 રોગચાળાને કારણે CEA માટે મુશ્કેલીઓ આવી રહી છે કારણ કે તેમના બાળકોના પરિણામ / રિપોર્ટ કાર્ડ્સ મળ્યા ન હતા . આ સમસ્યાને દૂર કરવા માટે ડીઓપીટીએ જણાવ્યું છે કે CEA CLAIM સંબંધિત સ્ટાફના સ્વ-પ્રમાણપત્ર દ્વારા અથવા રિઝલ્ટ / રિપોર્ટ કાર્ડ / ઇ-મેઇલ / એસએમએસના પ્રિન્ટઆઉટ દ્વારા પણ કરી શકાય છે.

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">