કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બર મહિનામાં એક સારા સમાચાર મળી શકે છે. જે અહેવાલ આવી રહ્યા છે તે મુજબ તેમનો મોંઘવારી ભથ્થું (DA) ફરી એકવાર વધી શકે છે. નોંધનીય છે કે મોંઘવારી ભથ્થામાં પહેલાથી જ 28 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જૂન 2021 માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવાની છે. પરંતુ ગયા વર્ષે કોવિડ -19 રોગચાળાને કારણે, મોંઘવારી ભથ્થાના ત્રણ અર્ધવાર્ષિક હપ્તા જુલાઈ 2021 સુધી રોકવામાં આવ્યા હતા. 14 જુલાઈએ જ DA માં 11 ટકાનો વધારો કરી 28 ટકા સુધી કરવામાં આવ્યો છે જોકે જૂનમાં વધારા અંગેનો નિર્ણય હાલમાં પેન્ડિંગ છે.
સપ્ટેમ્બરમાં વધુ પગાર મળશે
જૂન 2021 માટે મોંઘવારી ભથ્થું સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં જાહેર કરી શકાય છે. આ ચૂકવણી પણ સપ્ટેમ્બરના પગાર સાથે કરવામાં આવે તેવી શક્યતા છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે તેમને દોઢ વર્ષનું એરીયર્સ જોઈતું નથી પરંતુ જો જૂન માટે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવે અને સપ્ટેમ્બરમાં ચૂકવવામાં આવે તો સરકારે તેમને બે મહિના, જુલાઈ અને ઓગસ્ટ માટે એરીયર્સ આપવું જોઈએ. સરકારે દોઢ વર્ષના એરીયર્સ ચૂકવવાનો ઇનકાર કર્યો છે. આ સ્થિતિમાં જો જૂન 2021 ની જાહેરાત કરવામાં આવે તો મોટી રાહત થશે.
ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (AICPI) ના આંકડા જૂન 2021 માં સારા રહ્યા છે. AICPI ના ડેટા પરથી સ્પષ્ટ છે કે મોંઘવારી ભથ્થામાં ફરી એકવાર 3 ટકાનો વધારો જોવા મળી શકે છે. જૂન 2021 નો દેતા 121.7 રહ્યો છે. જૂન 2021 નો ઇન્ડેક્સ 1.1 પોઇન્ટ વધીને 121.7 પર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નિશ્ચિત માનવામાં આવે છે.
HRA માં 27% કરવામાં આવ્યું
DA વધારાની જાહેરાત બાદ કેન્દ્ર સરકારે HRA પણ વધારીને 27 ટકા કર્યો છે. હકીકતમાં વ્યય વિભાગે જુલાઇ 2017 ના રોજ એક આદેશ જારી કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે મોંઘવારી ભથ્થું 25 ટકાને પાર કરશે ત્યારે HRAમાં સુધારો કરવામાં આવશે. 1 જુલાઇથી મોંઘવારી ભથ્થું વધીને 28 ટકા થઈ ગયું છે જેના કારણે HRAમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : બેંક કર્મચારીઓ માટે ખુશખબર : પગારમાં થશે વધારો, જાણો કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કર્યો
આ પણ વાંચો : GOLD : સોનાના દાગીના સંબંધિત આ મહત્વનો નિયમો 31 ઓગસ્ટથી લાગુ થશે, સોનુ ખરીદતા પહેલા હવે આ બાબતનું ધ્યાન અચૂક રાખજો
Published On - 11:36 am, Fri, 13 August 21