7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ(Central Government Employees) માટે સારા સમાચાર છે. હોળી પછી એટલે કે માર્ચ મહિનાના પગારમાં કર્મચારીઓને પગાર વધારો મળવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર(Central Government) ટૂંક સમયમાં કર્મચારીઓ અને પેન્શનધારકોના ડીએમાં વધારાની જાહેરાત કરશે. આ સાથે હોળી પર 18 મહિનાથી અટકેલા DA ના બાકીના પૈસા(DA Arrear) મળવાની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે આ વખતે સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરશે એટલે કે કર્મચારીઓને 31 ટકા મળતું મોંઘવારી ભથ્થું હવે વધીને 34 ટકા થઈ જશે.
AICPI Index અનુસાર ડિસેમ્બર 2021 માટે ઈન્ડેક્સમાં એક પોઈન્ટનો ઘટાડો થયો છે. મોંઘવારી ભથ્થાના સરેરાશ ઈન્ડેક્સની વાત કરીએ તો તે 351.33 રહ્યો છે તેથી આ પ્રમાણે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 34.04 ટકા થઈ શકે છે. વર્ષ તમને જણાવી દઈએ કે DA હંમેશા પૂર્ણાંકમાં આપવામાં આવે છે તેથી તે મુજબ તે 34 ટકા હશે.
DA 34% થશે?
જો તમારો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો તમને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળશે. તે મુજબ તમારો વાર્ષિક પગાર 73,440 રૂપિયા વધી શકે છે. તે જ સમયે, પગારમાં વાર્ષિક વધારો 6,480 રૂપિયા થશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર માર્ચ મહિનામાં આ વધેલા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. હાલમાં ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ ચાલી રહી છે જેના કારણે આદર્શ આચારસંહિતા લાગુ છે અને તેના કારણે વધેલા DA ના એરિયર્સની જાહેરાત કરવામાં આવી રહી નથી. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (JCM )ના સેક્રેટરી (સ્ટાફ સાઇડ) શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર 18 મહિનાથી અટવાયેલા DAની બાકી રકમ વિશે વાત કરતાં સરકાર DA નાણાની વન ટાઇમ સેટલમેન્ટ કરી શકે છે.
મોંઘવારી ભથ્થામાં વધારાથી 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી ચૂંટણી પહેલા સરકાર દ્વારા આની જાહેરાત કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર અને કર્મચારીઓ વચ્ચે લટકતો DA પુનઃસ્થાપિત કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. માનવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં આ મામલે કેબિનેટ સચિવ સાથે ચર્ચા થઈ શકે છે.
આ પણ વાંચો : હવે અઠવાડિયામાં ચાર દિવસ કામ, બાકી 3 દિવસ આરામ, આ દેશે કરી નવી પહેલ
આ પણ વાંચો : સતત બીજા દિવસે ડોલર સામે રૂપિયો મજબૂત, રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ઓછો થવાની અસર