કેન્દ્રની નરેન્દ્ર મોદી(pm narendra modi) સરકાર કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય(retirement age) અને તેમને મળનારી પેન્શન(Pension)ની રકમમાં વધારો કરી શકે છે. આ સંદર્ભમાં યુનિવર્સલ પેન્શન સિસ્ટમ (UPS)ની આર્થિક સલાહકાર સમિતિએ વડાપ્રધાનને પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ હેઠળ કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવાની ભલામણ કરવામાં આવી છે. આ સાથે કમિટીએ યુનિવર્સલ પેન્શન સિસ્ટમ શરૂ કરવા પણ તાકીદ કરી છે.
સરકાર આ પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે
સૂત્રો અનુસાર કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવને લઈને ઊંડાણપૂર્વક વિચારણા કરી રહી છે. આ પ્રસ્તાવમાં આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે વધુ સારી વ્યવસ્થા કરવાની ભલામણ કરી છે. એવું પણ સૂચવવામાં આવ્યું છે કે વરિષ્ઠ નાગરિકોને દર મહિને લઘુત્તમ 2000 રૂપિયા પેન્શન આપવામાં આવે. સમિતિએ કહ્યું છે કે જો કાર્યકારી વય સંખ્યા વધારવી હોય તો તેના માટે નિવૃત્તિની વય વધારવાની તાતી જરૂર છે. સામાજિક સુરક્ષા વ્યવસ્થા પર દબાણ ઘટાડવા માટે આ કરી શકાય છે.
કૌશલ્ય વિકાસ અંગે સમિતિએ સૂચન કર્યું
સમિતિ દ્વારા કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આવી નીતિઓ બનાવવી જોઈએ જેથી કૌશલ્યનો વિકાસ થઈ શકે. રિપોર્ટ 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓના કૌશલ્ય વિકાસનું સૂચન કરે છે. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્રમાં રહેતા લોકો, દૂરના વિસ્તારોમાં રહેતા લોકો, શરણાર્થીઓ, સ્થળાંતર કરનારાઓ, જેમની પાસે તાલીમ મેળવવાનું સાધન નથી તેમને તાલીમ આપવાનું કહેવામાં આવ્યું છે.
દેશમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યામાં વધારો થયો
એક રિપોર્ટ અનુસાર ભારતમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2050 સુધીમાં દેશમાં લગભગ 32 કરોડ વરિષ્ઠ નાગરિકો હશે. રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં ભારતની વસ્તીના માત્ર 10 ટકા અથવા 14 કરોડ લોકો જ વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં આવ્યા હતા. આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા અત્યારથી જ તેની તૈયારી કરવી જરૂરી છે.
નવા વર્ષમાં પગાર વધારાનાં મળી રહ્યાં છે સંકેત
નરેન્દ્ર મોદી(Narendra Modi) સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક સારા સમાચાર આપી શકે છે. મોદી સરકાર હવે કેન્દ્રીય કર્મચારીઓના વધુ એક ભથ્થા હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)માં વધારો કરી શકે છે. સરકાર એચઆરએ વધારવા માટે ટૂંક સમયમાં જાહેરાત પણ કરી શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ વધારો આવતા વર્ષે જાન્યુઆરી 2022થી લાગુ થઈ શકે છે. દિવાળી પહેલા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) વધારીને 31 ટકા કરવામાં આવ્યું હતું.
સરકાર HRA વધારવા માટે વિચાર કરી રહી છે. નાણા મંત્રાલયે આ સંબંધમાં 11.56 લાખથી વધુ કર્મચારીઓની હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) લાગુ કરવાની માંગ પર વિચારણા શરૂ કરી દીધી છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે. દરખાસ્ત મંજૂર થયા પછી કર્મચારીઓને જાન્યુઆરી 2021 થી HRA મળશે. HRA મળતાની સાથે જ આ કર્મચારીઓના પગારમાં સારો વધારો થશે. ઇન્ડિયન રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન (IRTSA) અને નેશનલ ફેડરેશન ઓફ રેલ્વેમેન (NFIR) એ 1 જાન્યુઆરી, 2021 થી HRA લાગુ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો : Sovereign Gold Bond: આગામી સપ્તાહે સરકાર સસ્તા ભાવે શુદ્ધ સોનું ખરીદવાની તક આપશે, જાણો ક્યાંથી મળશે સસ્તું સોનુ