7th Pay Commission :કેન્દ્રીય કર્મચારીઓના DA માં હજુ વધારો થી શકે છે, મોંઘવારી ભથ્થું 28% ને બદલે 31% થવાના મળી રહ્યા છે સંકેત

|

Jul 27, 2021 | 7:15 AM

જાન્યુઆરી 2020 માં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ જૂન 2020 માં તેમાં 3 ટકાનો વધારો થયો હતો. આ પછી, જાન્યુઆરી 2021 માં તેમાં 4 ટકાનો વધારો થયો. એટલે કે, આ ત્રણ પગલાં બાદ મોંઘવારી ભથ્થું 11% વધ્યું છે અને હવે તે 28% પર પહોંચી ગયું છે. હવે જૂનમાં 3 ટકાના વધારા પછી મોંઘવારી ભથ્થું 31 ટકા (17 + 4 + 3 + 4 + 3) સુધી પહોંચશે.

7th Pay Commission :કેન્દ્રીય કર્મચારીઓના DA માં  હજુ વધારો થી શકે છે, મોંઘવારી ભથ્થું 28% ને બદલે 31% થવાના મળી રહ્યા છે સંકેત
Symbolic Image

Follow us on

7th Pay Commission: 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો સપ્ટેમ્બરના અંતમાં આવતા પગારમાં ચૂકવવામાં આવશે. આમાં સારી વાત એ છે કે પગારમાં ત્રણ DA ના હપ્તા પણ ચૂકવવામાં આવશે. સારા સમાચાર અહીં સમાપ્ત થતા નથી. સરકારી મોંઘવારી ભથ્થું વધુ એકવાર વધારી શકે છે.

હજુ જૂન માટે 3% DA વધારવાનો બાકી છે
2021 ના ​​જૂન મહિના માટેનો મોંઘવારી ભથ્થાનો હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ AICPI ના ડેટાથી જાન્યુઆરીથી મે 2021 દરમિયાન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે 3% મોંઘવારી ભથ્થું વધુ વધશે. JCM સેક્રેટરી (સ્ટાફ સાઇડ) શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવનાર છે. જો કે, તે ક્યારે ચૂકવશે તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ 3 ટકાનો વધુ વધારો થયા પછી મોંઘવારી ભથ્થું 31 ટકા સુધી પહોંચશે. મતલબ કે પગાર ફરી એકવાર વધશે.

જાન્યુઆરી 2020 માં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ જૂન 2020 માં તેમાં 3 ટકાનો વધારો થયો હતો. આ પછી, જાન્યુઆરી 2021 માં તેમાં 4 ટકાનો વધારો થયો. એટલે કે, આ ત્રણ પગલાં બાદ મોંઘવારી ભથ્થું 11% વધ્યું છે અને હવે તે 28% પર પહોંચી ગયું છે. હવે જૂનમાં 3 ટકાના વધારા પછી મોંઘવારી ભથ્થું 31 ટકા (17 + 4 + 3 + 4 + 3) સુધી પહોંચશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

હાલમાં પગારમાં કેટલો વધારો થશે તેની ગણતરી
7th Pay Commission ના મેટ્રિક્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના લેવલ -1 ની પગારની શ્રેણી રૂ18000 થી લઈ 56900 સુધી છે. આનો અર્થ કે મિનિમમ સેલરી 18000 રૂપિયા છે. સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કર્મચારીના પગારમાં કેટલો વધારો જોવા મળી શકે તેની ગણતરી જાણવી જરૂરી છે .

ન્યૂનતમ બેઝિક સેલરી પર ગણતરી
28% મોંઘવારી ભથ્થું અનુસાર, 18,000 રૂપિયાના બેઝિક પગાર પર કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થું 60,480 રૂપિયા રહેશે. પરંતુ તફાવત વિશે વાત કરવામાં આવે તો, પગારમાં વાર્ષિક વધારો 23760 રૂપિયા થશે.

1. કર્મચારીનો બેઝિક સેલરી                                     રૂ 18,000
2. નવું મોંઘવારી ભથ્થું (28%)                                રૂ 5040 / મહિનો
3. અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થું (17%)                રૂ 3060 / મહિનો
4. મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું 5040-3060             રૂ 1980 / મહિનો
5. વાર્ષિક પગારમાં વધારો 1980X12                      રૂ  23760

 

જોકે, ફાઇનલ સેલરી કેટલી થશે તેની ગણતરી HRA સહિતના અન્ય ભથ્થાં ઉમેર્યા પછી જ આવશે. મોંઘવારી ભથ્થું વધ્યા પછી તમારો પગાર કેટલો વધશે તેના ખ્યાલ માટે આ સરળ ગણતરી છે. આ પછી જ્યારે જૂન 2021 માટે મોંઘવારી ભથ્થું 3% વધશે તે પ્રમાણે પગાર વધશે. તો પછી આ આખી ગણતરી 31 ટકા થશે.

Published On - 7:10 am, Tue, 27 July 21

Next Article