61 વર્ષની ઉંમરે અંબાણી સ્ટાઈલમાં લગ્ન કરશે જેફ બેઝોસ ! દુનિયાના બીજા સૌથી મોંઘા લગ્ન થશે

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ઇટાલીના વેનિસમાં તેમની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. 61 વર્ષીય જેફના આ બીજા લગ્ન છે. લગ્નની ઉજવણી 26 જૂન સુધી ચાલુ રહેશે અને ફિલ્મ, ફાઇનાન્સ અને દુનિયાના ઘણા VIP મહેમાનો તેમાં હાજરી આપી રહ્યા છે.

61 વર્ષની ઉંમરે અંબાણી સ્ટાઈલમાં લગ્ન કરશે જેફ બેઝોસ ! દુનિયાના બીજા સૌથી મોંઘા લગ્ન થશે
61 year old Jeff Bezos Wedding
| Updated on: Jun 25, 2025 | 4:41 PM

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને પત્રકાર લોરેન સાંચેઝ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ જેફના બીજા લગ્ન છે જે ઇટાલીના વેનિસમાં થઈ રહ્યા છે. આ ઉજવણી 26 જૂન સુધી ચાલશે જેમાં ફિલ્મ, ફાઇનાન્સ અને દુનિયાના ઘણા VIP મહેમાનો ભાગ લઈ રહ્યા છે. આ લગ્ન ખૂબ જ મોટા પાયે થઈ રહ્યા છે. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં જે ધામ-ધૂમથી કરવામાં આવ્યા તે 61 વર્ષીય જેફના લગ્નમાં પણ જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે આ લગ્નનો કુલ ખર્ચ કેટલો છે .

55 મિલિયન ડોલર ખર્ચ થશે

રોઇટર્સના અહેવાલ મુજબ, આ લગ્નમાં કુલ 40 થી 48 મિલિયન યુરો એટલે કે લગભગ 46.5 થી 55.6 મિલિયન ડોલર એટલે કે 472 કરોડ રૂપિયા ખર્ચ થવાની ધારણા છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણીના લગ્નમાં 5000 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થયો હતો.

1 મિલિયન યુરોનું દાન પણ કરશે

ઇટાલિયન અખબાર કોરીએર ડેલા સેરા અને સમાચાર એજન્સી ANSA ના અહેવાલ મુજબ, જેફ કેટલાક મોટું દાન પણ કરશે, જેમાં 1 મિલિયન યુરો એટલે કે લગભગ 10 કરોડ રૂપિયા CORILA નામની એક શૈક્ષણિક સંસ્થાને આપવામાં આવશે, જે વેનિસના તળાવોની ઇકોસિસ્ટમ પર સંશોધન કરે છે.

લગ્ન ક્યાં થઈ રહ્યા છે

લગ્ન સમારોહ ક્યારે અને ક્યાં થશે, તેનો ખર્ચ કેટલો થશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ મોટી લગ્ન પાર્ટી શનિવારે શહેરના પૂર્વ ભાગમાં સ્થિત ‘આર્સેનેલ’ નામના ઐતિહાસિક સ્થળ પર યોજાશે. આ તે સ્થાન છે જ્યાં 15મી સદીમાં વેનિસ રિપબ્લિકની નૌકાદળના જહાજો બનાવવામાં આવ્યા હતા.

90 ખાનગી જેટ, 30 વોટર ટેક્સીઓ

અહેવાલ મુજબ, આગામી દિવસોમાં વેનિસ અને નજીકના એરપોર્ટ જેમ કે ટ્રેવિસો અને વેરોનામાં લગભગ 90 ખાનગી જેટ ઉતરવાની અપેક્ષા છે. મહેમાનો માટે 30 વોટર ટેક્સીઓ પણ બુક કરવામાં આવી છે.

ITR Filing: તમારુ રિફંડ જલ્દી આવશે કે લાગી શકે છે થોડો ટાઈમ? સમજો આખી પ્રક્રિયા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો