NSE માં 5 મહિનામાં 50 લાખ રોકાણકાર રજીસ્ટર થયા, શેરબજારમાં રિટેઇલ ઇન્વેસ્ટર્સ સંખ્યામાં નોંધપાત્ર વધારો

|

Aug 16, 2021 | 8:18 AM

નેશનલ સ્ટોક એક્સચેન્જ (National Stock Exchange - NSE) ના વડા વિક્રમ લિમયે(Vikram Limaye) એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં NSE માં અત્યાર સુધીમાં 50 લાખથી વધુ નવા રોકાણકારોએ નોંધણી કરાવી છે.

સમાચાર સાંભળો
NSE માં 5 મહિનામાં 50 લાખ રોકાણકાર રજીસ્ટર થયા, શેરબજારમાં રિટેઇલ ઇન્વેસ્ટર્સ સંખ્યામાં નોંધપાત્ર વધારો
National Stock Exchange - NSE

Follow us on

જે પ્રકારે શેરબજાર કોરોનાકાળમાં પણ તેજી સાથે એક પછી એક નવા વિક્રમ દર્જ કરી રહ્યું છે. રોકાણકારો માટે વેપારનું આ માધ્યમ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શેરબજારમાં રિટેઇલ ઇન્વેસ્ટર્સનો રસ ઝડપથી વધી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (National Stock Exchange – NSE) ના વડા વિક્રમ લિમયે(Vikram Limaye) એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં NSE માં અત્યાર સુધીમાં 50 લાખથી વધુ નવા રોકાણકારોએ નોંધણી કરાવી છે.

NSE ચીફે કહ્યું કે આ આંકડો છેલ્લા નાણાકીય વર્ષમાં શેરબજાર સાથે સંકળાયેલા કુલ રોકાણકારોનો 62.5 ટકા છે. વર્ષ 2020-21માં શેરબજારમાં રજીસ્ટ્રેશન કરનારા રોકાણકારોની સંખ્યા 80 લાખની આસપાસ હતી. લિમયે કહ્યું કે NSE નાના સંગઠનો અને રિટેલ રોકાણકારોને ટેકો આપવામાં મોખરે છે. આ વર્ષે એપ્રિલથી બજારમાં 50 લાખથી વધુ નવા રોકાણકારોની નોંધણી જોવા મળી છે.

પ્રત્યક્ષ ભાગીદારીમાં મજબૂતી
NSEના વડાએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સીધી રિટેઇલ હિસ્સેદારી નોંધપાત્ર રીતે મજબૂત થઈ છે. આ રોકાણકારોની સંખ્યામાં સારો વધારો અને સમગ્ર બજારના ટર્નઓવરમાં વ્યક્તિગત રોકાણકારોના હિસ્સામાં વધારો પ્રતિબિંબિત થાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સરેરાશ દૈનિક ટર્નઓવર વૃદ્ધિ
વિક્રમ લિમયેએ કહ્યું કે NSE ની ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ કેટેગરીમાં સરેરાશ દૈનિક વેપાર છેલ્લા નાણાકીય વર્ષમાં અનુક્રમે 70 ટકા અને 32 ટકાની વૃદ્ધિ નોંધાવી છે કારણ કે છૂટક ક્ષેત્રની ભાગીદારીમાં વધારો થયો છે.

નિફટી સર્વોચ્ચ સ્તરે
શુક્રવારે કારોબારની સમાપ્તિ સમયે નિફટી 16,529.10 ના સ્તરે બંધ થયો હતો. ઇન્ડેક્સમાં ૧.૦૧ ટકા વધારા મુજબ ૧૬૪ અંકનો ઉછાળો નોંધાયો હતો. ઈન્ડેક્સનું સર્વોચ્ચ સ્તર 16,543.60 પણ દર્જ થયું હતું. ઇન્ડેક્સ છેલ્લા કેટલાક સમયથી સતત નવા રેકોર્ડ સ્તર દર્જ કરાવી રહ્યું છે.

 

આ પણ વાંચો :   Petrol-Diesel Price Today : એક મહિનાથી સ્થિર પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે? કરો એક નજર લેટેસ્ટ રેટ ઉપર

આ પણ વાંચો :   Stock Update : Windlas Biotech અને Exxaro Tilesનું આજે લિસ્ટિંગ થશે, જાણો ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ

Next Article