30 સપ્ટેમ્બર સુધીમાં નિપટાવીલો આ બેંક,આધાર અને રોકાણ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ કામ નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે

|

Sep 21, 2023 | 5:08 PM

હવે સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં માત્ર ગણતરીના દિવસ બાકી છે. સપ્ટેમ્બરના અંતમાં ઘણી નાણાકીય બાબતોની સમયમર્યાદા આવી રહી છે. આ ફેરફારો અને સમયમર્યાદા ખૂબ જ મહત્વપૂર્ણ છે.  જાણો 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કયા કાર્યો પૂર્ણ કરવા જોઈએ...

30 સપ્ટેમ્બર સુધીમાં નિપટાવીલો આ બેંક,આધાર અને રોકાણ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ કામ નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે

Follow us on

હવે સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં માત્ર ગણતરીના દિવસ બાકી છે. સપ્ટેમ્બરના અંતમાં ઘણી નાણાકીય(Financial) બાબતોની સમયમર્યાદા આવી રહી છે. આ ફેરફારો અને સમયમર્યાદા ખૂબ જ મહત્વપૂર્ણ છે.  જાણો 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કયા કાર્યો પૂર્ણ કરવા જોઈએ…

નાની બચત યોજના માટે આધાર સબમિટ કરવું

જો તમે નાની બચત યોજનાઓમાં રોકાણ કરો છો અને હજુ સુધી સંબંધિત બેંક અથવા પોસ્ટ ઓફિસને તમારો આધાર નંબર આપ્યો નથી તો તમારું એકાઉન્ટ 1 ઓક્ટોબર 2023 થી સસ્પેન્ડ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અથવા અન્ય પોસ્ટ ઑફિસની યોજનાઓમાં રોકાણ કરનારાઓએ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં તેમની પોસ્ટ ઑફિસ અથવા બેંક શાખામાં તેમનો આધાર નંબર આપવો પડશે.

આ  પણ વાંચો : Share Market Today : નબળાં વૈશ્વિક સંકેતના કારણે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, Sensex 66608 પર ખુલ્યો

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

SBI WeCare માં રોકાણ કરવાની અંતિમ તક

વરિષ્ઠ નાગરિકો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ વિશેષ યોજનામાં રોકાણ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે. આ યોજનામાં ફક્ત વરિષ્ઠ નાગરિકો(Senior citizens)જ રોકાણ કરી શકે છે. આ યોજનામાં રોકાણ કરનારાઓને વધુ વ્યાજનો લાભ મળે છે.

IDBI Amrit Mahotsav FD માં રોકાણ 

આ વિશેષ યોજનામાં રોકાણની અંતિમ તારીખ પણ 31 ઓક્ટોબર 2023 છે. આ યોજના હેઠળ બેંક સામાન્ય, NRE અને NRO ગ્રાહકોને 375 દિવસની FD પર 7.10 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકાના દરે વ્યાજ આપી રહી છે.  444 દિવસની FD માટે બેંક સામાન્ય ગ્રાહકોને 7.15 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.65 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

આ પણ વાંચો : EMS Ltd IPO Listing : EMS નો શેર 33% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો, રોકાણકારોને મળ્યો સારો લાભ

 ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડ નોમિનેશન

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ટ્રેડિંગ અને ડીમેટ ખાતાધારકો માટે નોમિનેશન ફાઈલ કરવા અથવા નોમિનેશન નાપસંદ કરવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવી હતી. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી આ કામ કર્યું નથી તો તમારે તેને 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવું પડશે.

રૂપિયા 2000 ની નોટ બદલવાની છેલ્લી તારીખ

ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીની તારીખ નક્કી કરી હતી. આ તારીખ હવે નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં તમારે આ કાર્યને જલદીથી પૂર્ણ કરવું જોઈએ.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:22 pm, Thu, 21 September 23

Next Article