
10 દિવસની આગેકૂચ બાદ આજે ભારતીય શેરબજારમાં જબરદરસ્ત કડાકો બોલ્યો હતો. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 1,066.33 અંક જ્યારે નિફ્ટીમાં 290.60 અંક ગગડ્યા હતા. આજે બજારોમાં લગભગ તમામ સેકટરોમાં ભારે વેચવાલી રહી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 636 અને નિફ્ટી બેંક ઈન્ડેક્સમાં 802 અંકની પછડાટ ખાધી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નિફ્ટી -50 ઈન્ડેક્સમાં આજે ટોચના લૂઝર સ્ટોક્સ
કંપની છેલ્લો ભાવ નુકશાન (%)
બજાજ ફાયનાન્સ 3,204.00 4.98
ટેક મહિન્દ્રા 811.25 4.43
ICICI બેંક 390.25 4.07
INDUSIND બેંક 598.15 3.93
RIL 2,203.25 3.68
આજે સવારથી જ બજાર નકારાત્મક સ્થિતિમાં નજરે પડ્યું હતું. દિવસ દરમ્યાન પણ સ્થિતિમાં સુધાર આવ્યો નહીં અને આખરે મોટા નુકશાન સાથે બંધ થયું હતું. સેન્સેક્સમાં 2 .61 અને નિફટીમાં 2 .41 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આજના બજારની છેલ્લી સ્થિતિ
સેન્સેક્સ 39,728.41 −1,066.33 (2.61%)
Open 41,048.05
High 41,048.05
Low 39,667.47
નિફટી 11,680.35 −290.70 (2.43%)
Open 12,023.45
High 12,025.45
Low 11,661.30
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો