1 એપ્રિલથી શરુ થનારા નવા નાણાકીય વર્ષ સાથે આ 5 વસ્તુ થઈ જશે મોંઘી!

|

Mar 26, 2019 | 9:52 AM

1 એપ્રિલથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થવાની છે. આ નવા વર્ષમાં લોકોને ઘણી વસ્તુઓમાં રાહત મળવાની છે પણ તેની સાથે મોંઘવારી પણ વધશે. કંઈ વસ્તુ થશે મોંઘી? 1.ગાડી ખરીદવી થશે મોંઘી 1 એપ્રિલથી ગાડી ખરીદવી મોંઘી થશે. ટાટા મોટર્સ, જગૂઆર લેન્ડ રોવર ઈન્ડિયા અને ટોયોટા મોટર્સે ગાડીની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સની […]

1 એપ્રિલથી શરુ થનારા નવા નાણાકીય વર્ષ સાથે આ 5 વસ્તુ થઈ જશે મોંઘી!

Follow us on

1 એપ્રિલથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થવાની છે. આ નવા વર્ષમાં લોકોને ઘણી વસ્તુઓમાં રાહત મળવાની છે પણ તેની સાથે મોંઘવારી પણ વધશે.

કંઈ વસ્તુ થશે મોંઘી?

1.ગાડી ખરીદવી થશે મોંઘી

1 એપ્રિલથી ગાડી ખરીદવી મોંઘી થશે. ટાટા મોટર્સ, જગૂઆર લેન્ડ રોવર ઈન્ડિયા અને ટોયોટા મોટર્સે ગાડીની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સની ગાડીના ભાવમાં 25 હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. ટાટા મોટર્સના જે મોડલની કિંમતોમાં વધારો થઈ શકે છે તેમાં ટિયાગો, હેક્સા, ટિગોર, નિક્સન અને હેરિયર મુખ્ય છે. ત્યારે જગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા પસંદગીના મોડલોની કિંમતમાં 4% સુધીનો વધારો કરશે.

2.CNG અને PNG ગેસની કિંમતમાં થશે વધારો

1 એપ્રિલથી વાહનોમાં ઈંધણ માટે ઉપયોગ કરવામાં આવતો CNG અને PNG ગેસ મોંઘા થવાની શક્યતા છે. કુદરતી ગેસની કિંમતોમાં 18% સુધીનો વધારો થવાની શક્યતા છે. તેનાથી દેશમાં PNG અને CNG ગેસની કિંમતોમાં વધારો થઈ શકે છે. તે સિવાય વધારાથી મેન્યુફેક્ચરિંગ ,ટ્રાવેલ, વગેરે ક્ષેત્રે અસર પડી શકે છે. ગેસીની કિંમત વધવાથી હોલસેલ ભાવમાં પણ વધારો થઈ શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

3. કોરોનરી સ્ટેન્ટનો ખર્ચ વધવાની શક્યતા

હ્રદયના ર્દદીઓ માટે ઉપયોગમાં આવતા કોરોનરી સ્ટેન્ટની કિંમત 1 એપ્રિલથી વધી શકે છે. ગયા વર્ષેની કિંમત માર્ચ 2019 સુધી જ માન્ય છે પણ કિંમતોમાં સામાન્ય વધારો થવાની સંભાવના છે.

4. મોંઘી થઈ શકે છે હવાઈ યાત્રા

બૅંકોની મદદથી જેટ ઍરવેઝનું આર્થિક સંકટ ભલે દુર થઈ ગયુ હોય પણ આવનારા દિવસોમાં ઍર ટિકિટમાં વધારો થઈ શકે છે. સરકારની 1 સમિતીએ હવાઈયાત્રા કરવાવાળા મુસાફરો પાસેથી હવે વધારે મુસાફરી સેવા ફી લેવાની ભલામણ કરી છે. આ ભલામણ લાગૂ થવાથી હવાઈયાત્રા મોંઘી બની શકે છે.

5. પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો

આમ તો પેટ્રોલ અને ડિઝલની કિંમત થોડા દિવસથી સ્થિર છે પણ એપ્રિલમાં તેની કિંમતમાં વધારો થવાની સંભાવના છે. કાચાતેલની કિંમતમાં વધારો ચાલુ છે અને આવનારા દિવસોમાં તેની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા નથી. ત્યારે નિષ્ણાતોના માને છે કે દેશની સરકારી તેલ કંપનીઓ ડિઝલ અને પેટ્રોલની કિંમતમાં વધારો કરી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article