Union Budget Mobile App શું છે અને કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ, જેના પર મળશે બજેટની સંપૂર્ણ જાણકારી

|

Jan 31, 2023 | 8:19 PM

Union Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારું આ પાંચમું બજેટ હશે. 2024ની સામાન્ય ચૂંટણી પહેલા આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. ગત વર્ષની જેમ આ બજેટ પણ પેપરલેસ હશે. તમે કેન્દ્રીય બજેટ 2023નું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો અને એપ્લીકેશન કેવી રીતે ડાઉનલોડ કરી શકશો, ચાલો જાણીએ-

Union Budget Mobile App શું છે અને કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ, જેના પર મળશે બજેટની સંપૂર્ણ જાણકારી
Union Budget Mobile App

Follow us on

Union Budget Mobile App : બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરશે. બજેટ સંસદ ટીવી અને દૂરદર્શન પર જોઈ શકાશે. આ સિવાય યુટ્યુબ પર બજેટનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકાશે. જો તમારે બજેટ વિશે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો સંસદમાં બજેટ રજૂ થયા બાદ તમે કેન્દ્રીય બજેટ મોબાઈલ એપ પર દસ્તાવેજો જોઈ શકો છો.

યુનિયન બજેટ મોબાઈલ એપ્લિકેશન

જો તમારે બજેટ વિશે જાણકારી મેળવવી હોય તો તમારે Union Budget Mobile App ડાઉનલોડ કરવી પડશે. આ એપ પર બજેટની તમામ માહિતી હશે. આ એપ દ્વારા જનતા સરળતાથી બજેટના દસ્તાવેજો જોઈ શકશે. સંસદમાં બજેટ રજૂ થયા બાદ આ એપ પર બજેટ દસ્તાવેજો ઉપલબ્ધ થશે.

હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ થશે માહિતી

મોબાઈલ એપ પર બજેટ  બે ભાષામાં  ઉપલબ્ધ થશે. એપ પર હિન્દી અને અંગ્રેજીમાં બજેટ દસ્તાવેજો અપલોડ કરવામાં આવશે. નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરે તે પછી તરત જ આ એપ પર હિન્દી અથવા અંગ્રેજીમાં બજેટ જોઈ શકાય છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

એપ કેવી રીતે ડાઉનલોડ કરવી-

  • તમે યુનિયન બજેટ મોબાઇલ એપ પર બજેટ સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો. આવો અમે તમને જણાવીએ કે તેને કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે.સૌથી પહેલા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પર જવું પડશે.
  • ત્યાર બાદ Union Budget Mobile App સર્ચ કરો અને NIC e-gov દ્વારા ડેવલપ કરેલી એપ પસંદ કરો.
  • આ પછી, પેજ પર ઇન્સ્ટોલ બટન પર ટેપ કરો.
  • યૂઝર www.indiabudget.gov.in પર જઇને પણ એપ ડાઉનલોડ કરી શકશે.

બજેટ 2023 લાઇવ અપડેટ્સ

તમને જણાવી દઈએ કે દર વર્ષે કેન્દ્ર સરકાર સંસદમાં બજેટ સત્રનું આયોજન કરે છે. આ બજેટ સત્રમાં દેશના આર્થિક વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવે છે. નાણામંત્રી આ બજેટ સત્રમાં જ આગામી નાણાકીય વર્ષ માટે દેશનું સામાન્ય બજેટ રજૂ કરે છે.

તમે અમારી વેબસાઇટ https://tv9gujarati.com/પર સામાન્ય બજેટ 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ અપડેટ જોવા મળશે. તમે આ માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને યુટ્યુબ ચેનલનો પણ સંદર્ભ લઈ શકો છો. આ સિવાય, તમે બજેટના દિવસે તમામ મોટા બિઝનેસ અને ન્યૂઝ ચેનલો પર કેન્દ્રીય બજેટ 2022 સંબંધિત ત્વરિત અપડેટ્સ મેળવી શકો છો.

Next Article