Union Budget 2023: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની એરપોર્ટ્સને લઈ મોટી જાહેરાત, વાંચો દેશમાં કેટલા નવા સુધારા એવિએશન સેક્ટરમાં આવશે

|

Feb 01, 2023 | 2:20 PM

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે હવાઈ અડ્ડાને લઈને જાહેરાત કરી છે. આ બજેટમાં દેશના આર્થિક વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે.

Union Budget 2023: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની એરપોર્ટ્સને લઈ મોટી જાહેરાત, વાંચો દેશમાં કેટલા નવા સુધારા એવિએશન સેક્ટરમાં આવશે
Union Budget 2023 Union Finance Minister Nirmala Sitharaman's big announcement about airport

Follow us on

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરીને બુધવારના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પાંચમું બજેટ છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે એરપોર્ટ્સને લઈને જાહેરાત કરી છે. આ બજેટમાં દેશના આર્થિક વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રાદેશિક હવાઈ જોડાણ સુધારવા માટે 50 વધારાના એરપોર્ટ, હેલિપોડ, વોટર એરો ડ્રોન, અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડને પુનર્જીવિત કરવામાં આવશે.

આ પણ વાંચો : Union Budget 2023 જાણો કેન્દ્રીય બજેટમાં કઈ કઈ વસ્તુઓ થઈ મોંધીદાટ

ભારતમા કુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 30 છે. જ્યારે 10 કસ્ટમ એરપોર્ટ્સ અને 72 ડોમેસ્ટીક એરપોર્ટ આવેલ છે. જેમા આ વર્ષે વધારે 50 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. જેનો લાભ દેશની જનતાને થશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પ્રવાસન ક્ષેત્ર પર જાહેરાત કરી છે. રાજ્યની મદદથી પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું કામ મિશન મોડમાં કરવામાં આવશે. આ બજેટમાં દેશના આર્થિક વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે.બજેટમાં પ્રવાસન ક્ષેત્રને મળી ભેટ, નાણામંત્રીએ મોટી જાહેરાત કરી છે જેમાં લોકોને રોજગાર મળશે

પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું કામ મિશન મોડમાં

બજેટ 2023 નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે રાજ્યો, સરકારી કાર્યક્રમો અને જાહેર-ખાનગી ભાગીદારીની સક્રિય ભાગીદારી સાથે મિશન મોડ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે. તેમણે કહ્યું કે દેશ દેશી અને વિદેશી પર્યટકો માટે અપાર આકર્ષણો આપે છે. પ્રવાસન ક્ષેત્રે ઉપયોગ કરવાની અપાર સંભાવનાઓ છે2014 થી સરકારના પ્રયાસોએ તમામ નાગરિકો માટે જીવનની સારી ગુણવત્તા અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે.માથાદીઠ આવક બમણીથી વધુ વધીને રૂ. 1.97 લાખ થઈ છે.પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.

અૃતકાળનું પહેલું બજેટ : નિર્મલા સીતારમણ

2023-2024ના વર્ષ માટેના સામાન્ય બજેટ સાથે, કૃષિ, શિક્ષણ, આવકવેરા સ્લેબ, આરોગ્ય અને સરકારી યોજનાઓ, નોકરી વ્યવસાયથી લઈને બાળકોના શિક્ષણ અને હોમ લોનથી લઈને સ્વાસ્થ્ય વીમા સુધીના નિયમોમાં ફેરફાર સાથે ઘણી અપેક્ષાઓ જોડાયેલી હતી.નિર્મલા સીતારમણે કહ્યું, ‘આ અમૃતકાળનું પહેલું બજેટ છે. આંતરરાષ્ટ્રીય આર્થિક મંદી છતાં આર્થિક વિકાસ દર 7 ટકા રહ્યો. આ બજેટ જરૂરિયાતમંદ લોકો માટે છે. ઘણા મહાન પગલાઓને કારણે વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે.

Published On - 2:19 pm, Wed, 1 February 23

Next Article