Union Budget 2023 : બજેટમાં મહિલાઓ માટે એક વિશેષ બચત યોજનાની જાહેરાત, જાણો મહિલાઓને બજેટમાં બીજુ શું મળ્યુ

|

Feb 01, 2023 | 2:00 PM

Budget 2023 : આ બજેટમાં મહિલાઓ માટે એક વિશેષ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. દેશની મહિલાઓને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

Union Budget 2023 : બજેટમાં મહિલાઓ માટે એક વિશેષ બચત યોજનાની જાહેરાત, જાણો મહિલાઓને બજેટમાં બીજુ શું મળ્યુ
જાણો બજેટમાં મહિલાઓ માટે શું

Follow us on

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટ આગામી 100 વર્ષનું બ્લૂ પ્રિન્ટ છે. આ બજેટમાં મહિલાઓ માટે એક વિશેષ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. દેશની મહિલાઓને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી મહિલાઓને આત્મનિર્ભર બનાવી શકાય. બજેટમાં મહિલાઓને બચત કરવા માટે પ્રોત્સાહન આપતી યોજના જાહેર કરવામાં આવી છે. મહિલાઓને બચત કરવા પર સારુ રિટર્ન આપવામાં આવશે.

મહિલાઓને ઘણી યોજનાઓ સાથે જોડવામાં આવશે

સમગ્ર દેશમાં મહિલાઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ ચલાવવામાં આવી રહી છે. નાણામંત્રીએ કહ્યું છે કે, ગ્રામીણ મહિલાઓને 81 લાખ સ્વ-સહાય જૂથો સાથે જોડવામાં આવી છે. મહિલાઓ માટે PM વિશ્વકર્મા કૌશલ વિકાસ યોજના બજેટમાં લાવવામાં આવશે. આવનારા સમયમાં મહિલાઓને મોટા પાયે અનેક યોજનાઓ સાથે જોડવામાં આવશે. આ સાથે, તેમને કાચો માલ પૂરો પાડવામાં આવશે અને સારી ડિઝાઇન માટે તાલીમ પણ આપવામાં આવશે. તો બજેટમાં SC, ST, OBC મહિલાઓ માટે પણ ખાસ યોજના જાહેર કરવામાં આવી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

બજેટમાં મહિલાઓને વિશેષ ભેટ

  • મહિલાઓને બે લાખની બચત પર 7.5% વ્યાજ મળશે
  • મહિલા સન્માન બચત પત્ર યોજના બે વર્ષ માટે ઉપલબ્ધ રહેશે
  • મહિલાઓને 7.5 ટકા વ્યાજ મળશે
  • આંશિક ઉપાડની સુવિધા
  • નાની બચતનો પ્રચાર

મહત્વનું છે કે, નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા કહ્યું હતુ કે, ભારતની સિદ્ધિઓને આજે વિશ્વ વખાણી રહ્યુ છે. કોરોના કાળમાં સરકારે નોંધપાત્ર કામગીરી કરી છે. આ સમય દરમિયાન કોઈને ભુખ્યા સુવા દીધા નથી. 80 કરોડ લોકોને 28 મહિના સુધી વિના મુલ્યે અનાજ આપવામાં આવ્યુ છે. તો વધુમાં તેમણે કહ્યું કે, આ અમૃતકાળનું પ્રથમ બજેટ છે.’

Published On - 1:18 pm, Wed, 1 February 23

Next Article