Union Budget 2023: નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે, ફેબ્રુઆરી 1 ના રોજ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં ડિફેન્સ સેક્ટર માટે પણ બજેટ ફાળવવામાં આવ્યુ છે. 5.93 લાખ કરોડના સંરક્ષણ બજેટની જાહેરાત કરી. જે ગત વર્ષના સંરક્ષણ બજેટ કરતાં લગભગ 13 ટકા વધુ છે. આ વખતે સંરક્ષણ બજેટમાં સરકારે નવા હથિયારોની ખરીદી, સશસ્ત્ર દળોના આધુનિકીકરણ, સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત માળખાકીય સુવિધાઓ અને ‘આત્મનિર્ભર ભારત’ પર ખૂબ ભાર મૂક્યો છે. સરકારે સંરક્ષણ બજેટમાં એવા સમયે વધારો કર્યો છે જ્યારે છેલ્લા લગભગ 2 વર્ષથી પૂર્વીય સરહદ પર ચીન સાથે મડાગાંઠ ચાલી રહી છે.
કેન્દ્ર સરકારે આ નાણાકીય વર્ષ એટલે કે 2022-23 માટે સંરક્ષણ ક્ષેત્ર માટે 5.93લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ સરકારના કુલ બજેટના લગભગ 13.31% અને દેશના કુલ GDPના 2.9% જેટલું હતું. સંરક્ષણ બજેટનો અડધો ભાગ પગાર અને પેન્શન પાછળ ખર્ચવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કુલ સંરક્ષણ બજેટમાંથી રૂ. 1.63 લાખ કરોડ (31%) પગાર અને રૂ. 1.19 લાખ કરોડ (23%) પેન્શનમાં જશે.
પ્રોત્સાહિત કરવા માટે 68% સંરક્ષણ ઉપકરણો સ્થાનિક કંપનીઓ પાસેથી ખરીદવામાં આવશે સંરક્ષણ ક્ષેત્રને લગતા સંશોધન અને વિકાસ (R&D) માટે રૂ. 18,440 કરોડ ફાળવવામાં આવ્યા હતા. સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત અન્ય ખર્ચ માટે લગભગ 38,714 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા કહ્યું હતુ કે, ભારતની સિદ્ધિઓને આજે વિશ્વ વખાણી રહ્યુ છે. કોરોના કાળમાં સરકારે નોંધપાત્ર કામગીરી કરી છે. આ સમય દરમિયાન કોઈને ભુખ્યા સુવા દીધા નથી. 80 કરોડ લોકોને 28 મહિના સુધી વિના મુલ્યે અનાજ આપવામાં આવ્યુ છે. તો વધુમાં તેમણે કહ્યું કે, આ અમૃતકાળનું પ્રથમ બજેટ છે.’
કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પાંચમી વખત બજેટ રજૂ કર્યુ છે. દેશમાં આઝાદીથી અત્યાર સુધીમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ પૂર્વ PM મોરારજી દેસાઈના નામે છે. મોરરાજી દેસાઈએ 1962થી 1969 સુધી 10 બજેટ આપ્યા હતા.