નાણાકીય વર્ષ 2023-2024ના વર્ષનુ અંદાજપત્ર રજૂ કરતા નાણાપ્રધાને કેટલીક ચીજવસ્તુઓ પર કરવેરા લાદયા છે, જેના લીધે કેટલીક વસ્તુઓ વધુ મોંધી થશે. નાણાપ્રધાન નિર્મલા સિતારમણે કેટલીક વસ્તુઓ મોંધી કરવાની સાથેસાથે કેટલીક વસ્તુઓ સસ્તી પણ કરી છે. જાણો આજે રજૂ કરાયેલા અંદાજપત્રમાં કઈ કઈ વસ્તુ વધુ મોંધી થશે. બજેટની વિવિધ જોગવાઈઓ સિવાય, સામાન્ય માણસને સૌથી વધુ રસ એ બાબતમાં હોય છે કે શું મોંઘું થયું અને શું સસ્તું થયું ? બીજું વ્યાજ આવકવેરા સ્લેબમાંથી આવે છે. ઈન્કમ ટેક્સ પાંચ લાખથી વધારીને સાત લાખ કરી દેવામાં આવ્યો છે, એટલે કે હવે સાત લાખ સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ સિવાય એલઈડી ટીવી, મોબાઈલ ફોન, રમકડાં સહિત અન્ય ઘણી વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે. સિગારેટના ભાવ વધશે.
બજેટની રજૂઆત પહેલા જ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે 2024માં આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ સામાન્ય લોકો માટે આકર્ષક હશે. એક તરફ જ્યાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે, તો બીજી તરફ ખેડૂતોથી લઈને નાના છુટક વિક્રેતાઓ અને મજૂરો સુધીના દરેક ક્ષેત્રના લોકોને બજેટમાં રાહત મળી છે. એકંદરે, સામાન્ય જનતાના ખિસ્સાને નાણામંત્રીનું બજેટ 2023-2024 ઘણું પસંદ આવ્યું. 7 લાખ સુધીની આવક પર ટેક્સ ફ્રી કરીને પગારદાર વર્ગને ખુશ કર્યા છે. સાથે જ હીરાની જ્વેલરીને સસ્તી બનાવીને મહિલાઓના ચહેરા પર ખુશી લાવ્યા છે.
Published On - 12:41 pm, Wed, 1 February 23