Youth sector Budget 2022: કેન્દ્રીય નાણાપ્રધાન આજે નિર્મલા સિતારમણે 2022-2023નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી. આ બજેટ એટલા માટે પણ ખાસ હશે કેમ કે, પાંચ રાજ્યની ચૂંટણી પહેલા બજેટમાં અનેક બુસ્ટર રાહત આપવામાં આવી શકે છે. તો બીજી તરફ આગામી 25 વર્ષના બજેટની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. નાણામંત્રીનું કહેવું છે કે સરકારનું ફોકસ યુવાનો પર છે. 30 લાખ વધારાની નોકરીઓ ઉપલબ્ધ કરાવવાની સંભાવના છે. આ માટે સરકાર પૂરી ક્ષમતા સાથે કામ કરી રહી છે.
સીતારમણે કહ્યું કે બજેટથી ખેડૂતો, યુવાનોને ફાયદો થશે. કોરોના બાદ આત્મનિર્ભર ભારતને જબરદસ્તની પ્રતિસાદ મળ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 16 લાખ નવી નોકરીની તકો ઉભી થશે. પ્રાઈવેટ રોકાણમાં વધારો કરવાનો ધ્યેય છે. 7 લાખ લોકોને નવી રાજગારી મળશે. આ સાથે જ રોજગારીની વધુ નવી તકો ઉભી થશે.
આત્મનિર્ભર ભારતને હાંસલ કરવા માટેની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે, જેમાં 60 લાખ નવી નોકરીઓનું સર્જન થવાની સંભાવના છે અને આગામી પાંચ વર્ષ દરમિયાન 30 લાખ કરોડનું વધારાનું ઉત્પાદન કી-કેપ અંક છે. 30 લાખ વધારાની નોકરીઓ આપવાની ક્ષમતા છે.
તમને જણાવી દઈએ કે, ભારતીય સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) એ આ સંદર્ભમાં એક અહેવાલ રજૂ કર્યો હતો કે ફક્ત જુલાઈ 2021 માં લગભગ 50 લાખ પગારદાર લોકોએ તેમની નોકરી ગુમાવી છે, જ્યારે એપ્રિલથી અત્યાર સુધીમાં એક કરોડ 89 લાખ લોકોએ તેમની નોકરી ગુમાવી છે. આવી સ્થિતિમાં યુવાનો સરકાર પાસેથી અપેક્ષા રાખે છે કે વધુ રોજગારીની તકો ઉભી થવી જોઈએ.
આ પણ વાંચો : Education budget 2022 : વિધાર્થીઓ માટે ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત, ડીજીટલ શિક્ષણ પર ભાર
આ પણ વાંચો : Budget 2022: MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ્સ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી આ વાત
Published On - 11:08 am, Tue, 1 February 22