પોતાના ચોથા બજેટ ભાષણમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે બિઝનેસ કરવામાં સરળતા માટે 1486 નકામા કાયદાઓ નાબૂદ કરવામાં આવશે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશને પ્રોત્સાહન આપવમાં આવશે, ડીજીટલાઈઝેશન પર પણ ભાર આપવામાં આવ્યો છે. ખાનગી કંપનીઓ ડીઆરડીઓ સાથે મળીને કામ કરશે, સંરક્ષણ ક્ષેત્રમાં પણ ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
સરકારે કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાત કરી છે. દિવ્યાંગો માટે પણ ટેક્સમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકારના કર્મચારીઓના સામાજિક સુરક્ષા લાભોને મદદ કરવા અને તેમને કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કર કપાતની મર્યાદા 10% થી વધારીને 14% કરવામાં આવશે.
કોર્પોરેટ ટેક્સમાં રાહત આપવા પાછળનું મુખ્ય કારણ અર્થતંત્રને વેગ આપવાનું છે. ટેક્સમાં રાહત આપવાથી નવી રોજગારી જનરેટ થશે અને રૂપિયા બજારમા ફરતા થશે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –
Published On - 11:53 am, Tue, 1 February 22