Breaking News: ટેક્સ્ટાઈલ સેક્ટરને બળ આપી ભારતે માર્યો નવો માસ્ટરસ્ટ્રોક, દક્ષિણ એશિયામાં સપ્લાય ચેઈન વધારવા પર ભાર

ભારત ટેક્સટાઈલ સેક્ટરને બળ આપવા નવી રણનીતિ અપનાવી રહ્યું છે. 2026-27 બજેટ યોજનાઓ હેઠળ, મેન મેઈડ ફાઈબર, ટેકનોલોજી અપગ્રેડેશન, ગ્રીન ટેક્સટાઈલ અને કૌશલ્ય વિકાસ પર ભાર મુકાયો છે. આનાથી ભારતને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં મોખરે આવશે અને દક્ષિણ એશિયામાં પ્રાદેશિક વેપાર સંતુલન બદલાશે, ખાસ કરીને બાંગ્લાદેશને મોટો ફટકો પડશે.

Breaking News: ટેક્સ્ટાઈલ સેક્ટરને બળ આપી ભારતે માર્યો નવો માસ્ટરસ્ટ્રોક, દક્ષિણ એશિયામાં સપ્લાય ચેઈન વધારવા પર ભાર
| Edited By: | Updated on: Feb 01, 2026 | 4:06 PM

આ બજેટમાં ટેક્સ્ટાઈલને લઈને ઘણી મોટી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને ત્યારે જ્યારે EU સાથે મધર ઓફ ઓલ ડિલ્સ થઈ ચુકી છે ત્યારે અમેરિકા તરફ ઢળેલા બાંગ્લાદેશને ઝટકો આપવા માટે ટેક્સ્ટાઈલ ઉદ્યોગને બળ આપવામાં આવ્યુ છે. અત્યાર સુધી  કાપડ સપ્લાયમાં બાંગ્લાદેશની મોનોપોલી ચાલી રહી હતી, પરંતુ જ્યારથી EU સાથે ભારતે ડીલ્સ કરી છે, તેનાથી ભારત હવે દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ કરતા પણ ટેક્સ્ટાઈલનું મોટુ હબ બનવાની દિશામાં પ્રયાણ કરી રહ્યુ છે અને તેની ઝલક આ બજેટમાં પણ જોવા ટેક્સ્ટાઈલ સેક્ટરમાં કરાયેલી જાહેરાત અને નવી સ્કીમ પરથી જોઈ શકાય છે.  ભૂતકાળમાં પણ સમગ્ર દક્ષિણ એશિયામાં ભારત જ ટેક્સ્ટાઈલનું માન્ચેસ્ટર ગણાતુ હતુ.  હવે ભારત તેની એ ઓળખ ફરી મેળવવાની દિશામાં આગળ ધપી રહ્યુ છે. ભારત મેગા ટેક્સ્ટાઈલ પાર્ક સ્થાપિત કરીને મોટી ટેક્સ્ટાઈલની ઈન્ડસ્ટ્રી ઉભી કરી એક્સપોર્ટ વધારવા માગે છે.

ભારતે બાંગ્લાદેશ પર નિર્ભર રહેવાનું બંધ કરતા પહેલેથી જ બાંગ્લાદેશનો દોઢ લાખ કરોડનો સામાન બરબાદ થઈ ગયો છે. ભારતની સામે પડેલા બાંગ્લાદેશને ઘૂંટણિયે લાવવા માટે આ બજેટમાં લવાયેલી ટેક્સ્ટાઈલ માટેની નવી સ્કીમ માસ્ટરસ્ટ્રોક સાબિત થશે.  જેનાથી ભારતની એક્સપોર્ટ પણ વધશે. આ બજેટમાં રેશમ, ઉન, જુટ માટે રાષ્ટ્રીય ફાઈબર યોજના અંગે જાહેરાત કરવામાં આવી છે. આ સાથે દેશમાં નવા મેગા ટેકસ્ટાઈલ પાર્ક બનાવવા પર પ્રસ્તાવ લવાયો છે.

વર્ષ 2026-27ના બજેટમાં ટેક્સ્ટાઈલ સેક્ટર માટે જાહેર કરાયેલ યોજનાઓને માત્ર ઉદ્યોગ પ્રોત્સાહન તરીકે જોવું પૂરતું નથી. આ પગલાં ભારતને વૈશ્વિક એપેરલ અને ટેક્સ્ટાઈલ સપ્લાય ચેઇનમાં વધુ પ્રભાવશાળી બનાવવાનો છે. આ પરિવર્તનનો સીધો પ્રભાવ દક્ષિણ એશિયાના મુખ્ય નિકાસકાર દેશો, ખાસ કરીને બાંગ્લાદેશ પર પડી શકે છે. બજેટ ભાષણમાં કોઈ દેશનું નામ લેવામાં આવ્યું નથી, છતાં ઉદ્યોગ નિષ્ણાતો આ પગલાંને રીજનલ ટ્રેડ પાવર બેલેન્સ બદલવાના પ્રયાસ તરીકે જોતા થયા છે.

નેશનલ ફાઈબર સ્કીમ

ભારત લાંબા સમયથી કપાસ આધારિત ટેક્સ્ટાઈલમાં મજબૂત રહ્યું છે, જ્યારે બાંગ્લાદેશનું મોડેલ મુખ્યત્વે રેડીમેડ ગારમેન્ટ્સ (RMG) પર આધારિત છે, જે આયાતી ફેબ્રિક પર નિર્ભર રહે છે. હવે ભારત પણ નેશનલ ફાઈબર સ્કીમ અતર્ગત રેશમ, ઉન, જુટ સાથે મેન મેઈડ ફાઈબર અને ન્યુ એજ ફાઈબર પર ભાર મૂક્યો છે. વૈશ્વિક બજારમાં મેન મેઈડ ફાઈબરની માગ વધી રહી છે. તેમા અત્યાર સુધી ભારતનો મર્યાદિત ફાળો રહ્યો છે. આ ખાઈને પુરવા માટે ભારત માત્ર હવે રો મટિરિયલ જ નહીં પરંતુ ફુલ વેલ્યુ ચેઇન કન્ટ્રોલ તરફ જઈ શકે છે.

ટેક્સ્ટાઈલ એક્સપાન્શન એન્ડ એમ્પ્લોયમેન્ટ સ્કીમ

પરંપરાગત ટેક્સ્ટાઈલ ક્લસ્ટર્સને ટેક્નોલોજી અપગ્રેડ, આધુનિક મશીનરી અને કોમન ટેસ્ટીંગ અને સર્ટિફિકેસન સેન્ટર્સ સાથે મજબૂત બનાવવાની જાહેરાત ભારતને ગુણવત્તા ધોરણોમાં આગળ લઈ જશે. ગ્લોબલ બ્રાન્ડ્સ માટે સૌથી મોટો મુદ્દો ક્વોલિટીનો છે. . જો ભારત મોટા પાયે પ્રમાણિત અને ટેક્નોલોજી આધારિત ઉત્પાદન પૂરુ પાડશે, તો સપ્લાયર્સનું ધ્યાન દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશથી હટીને ભારત તરફ વળી શકે છે.

ગ્રીન ટેક્સ્ટાઈલમાં ભારતનો એન્ટ્રી

યુરોપિયન બજારમાં હવે સસ્ટેનેબલ અને ટ્રેસેબલ ટેક્સ્ટાઈલ માટે કડક માપદંડ છે. Tex-Eco Initiative દ્વારા ભારત પર્યાવરણમિત્ર ટેક્સ્ટાઈલ અને એપેરલ પ્રોડક્શન તરફ આગળ વધી રહ્યું છે. આ ગ્રીન ટ્રાન્ઝિશન લાંબા ગાળે એવા દેશોને પાછળ મૂકી શકે છે જ્યાં ઉત્પાદન મુખ્યત્વે લો-કોસ્ટ મોડેલ પર ચાલે છે.

Samarth 2.0: સ્કિલિંગથી સ્કેલ સુધી

ટેક્સ્ટાઈલ ઉદ્યોગ મજૂર આધારિત છે. Samarth 2.0 દ્વારા ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સ્કિલિંગ ઇકોસિસ્ટમ અપગ્રેડ કરાશે. કુશળ મેનપાવર અને આધુનિક ટેક્નોલોજી સાથે હાઈ વોલ્યુમ, હાઈ વેલ્યુ પ્રોડક્શન પણ મળશે. . આ મોડેલ ભારતને માત્ર કાચા કાપડ નહીં, પણ હાઈ-માર્જિન ટેક્નિકલ અને ફેશન ટેક્સ્ટાઈલ સેગમેન્ટમાં આગળ ધપાવી શકે છે.

Breaking News: હવે પીવાનું થયુ મોંઘુ, પીવાના શોખીનોને બજેટમાં મળ્યો ઝટકો, નવા બજેટમાં દારુ થયો મોંઘો