
1947માં ભારત આઝાદ થયા પછી પણ બજેટ બેગની આ પરંપરા જાળવી રાખવામાં આવી હતી. આ જ સૂટકેસ 26 નવેમ્બર 1947ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી શણમુખમ શેટ્ટી બજેટ રજૂ કરવા માટે લાવ્યા હતા. 1998-99ના બજેટ દરમિયાન નાણાપ્રધાન યશવંત સિન્હાએ પટ્ટા અને બકલ સાથેની કાળા ચામડાની બેગ સાથે આવ્યા હતા જ્યારે ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહે 1991માં તેમના લોકપ્રિય બજેટ દરમિયાન સાદી કાળી બેગ રજૂ કરી હતી.

જુલાઈ 2019 બજેટ દસ્તાવેજ અલગ દેખાયો હતો. બજેટ દસ્તાવેજ મોટા બ્રીફકેસને બદલે લાલ મખમલના કપડામાં 'ખાતાવહી'ના રૂપમાં દેખાયુ હતું. કપડા પર ભારત સરકારનું ચિહ્ન હતું. તત્કાલીન મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે કહ્યું હતું કે આ ભારતીય પરંપરા છે. તે ગુલામીમાંથી પશ્ચિમી વિચારોની મુક્તિનું પ્રતીક છે. આ બજેટ નહિ 'ખાતાવહી' છે.

બજેટ 2021 માં દસ્તાવેજો ટેબ્લેટમાં સમાયા હતા. કોરોના મહામારીના કારણે ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધુ વધ્યો છે. બજેટ પણ આનાથી અલગ રહ્યું નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ટેબલેટ દ્વારા સંસદમાં 2021-22નું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ ટેબ પરંપરાગત ખાતાવહી ખાતાની જગ્યા લીધી છે. ટેબ્લેટ ખાતાવહી જેવા લાલ કપડામાં દેખાઈ હતી. તેની ઉપર ભારત સરકારનું ચિહ્ન હતું. આ સંપૂર્ણ પેપરલેસ બજેટની શરૂઆત હતી.