Budget 2023: નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું ભારતમાં 220 કરોડથી વધારે કોરોના વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા

|

Feb 01, 2023 | 6:14 PM

ભારતમાં કોરોનાની ત્રણ લહેર આવી ચુકી છે, હાલ તો કોરોના વાયરસની રસીના કારણે અનેક લોકોના જીવ બચી ગયો છે. ભારતમાં હાલમાં કોરોના વાયરસનો બુસ્ટર ડોઝ લગાવવામાં આવી રહ્યો છે.

Budget 2023: નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું ભારતમાં 220 કરોડથી વધારે કોરોના વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા
ભારતમાં 220 કરોડથી વધારે વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા
Image Credit source: Google

Follow us on

નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે બજેટ રજૂ કર્યું હતું, તેમાં તેમણે જણાવ્યું હતુ કે, સરકારે 220 કરોડથી વધારે લોકોને કોરોના રસીના ડોઝ લગાવ્યા છે. લોકોને કોરોનાના કુલ 2 ડોઝ લગાવવામાં આવ્યા છે અને હાલ બુસ્ટર ડોઝ લગાવવાનું કામ ચાલી રહ્યું છે.

દુનિયાની પ્રથમ નેઝલ વેક્સિન થઈ લોન્ચ

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે આ વેક્સિનને વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિન સાથે મળીને ડેવલપ કરી છે. નાકમાં સ્પ્રે કરીને લેવામાં આવતી આ વેક્સિન પ્રાથમિક અને બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકાય છે.

26 જાન્યુઆરીના રોજ ભારત બાયોટેકની પ્રથમ નેઝલ વેક્સિન લોન્ચ કરવામાં આવી છે. આ વેક્સિન દેશમાં કોરોના સામેની જંગમાં ખુબ જ મદદગાર સાબિત થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે આ વેક્સીન લોન્ચ કરી. આ વેક્સિનનું નામ iNCOVACC રાખવામાં આવ્યું છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

આ સમગ્ર વિશ્વની કોરોના વાઈરસની પ્રથમ નેઝલ વેક્સિન છે. આ વેક્સિનને કોવેક્સિન અને કોવિશિલ્ડના ડોઝ લેનારા લોકો બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકશે. આ વેક્સિનના ખાનગી હોસ્પિટલમાં એક ડોઝના 800 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે સરકારી હોસ્પિટલમાં તેના 325 રૂપિયા પ્રતિ ડોઝ ચૂકવવા પડશે.

ભારત સરકારે ગયા વર્ષે 23 ડિસેમ્બરે આ વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપી હતી. લોન્ચિંગ પહેલા એ જણાવવામાં આવ્યું હતું કે આ વેક્સિનને સૌથી પહેલા ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બાકી બે વેક્સિનની જેમ જ આ વેક્સિનના ડોઝ લેવા માટે કોવિન વેબસાઈટમાં જ સ્લોટ બુક કરવામાં આવશે.

કેટલી રસીને મળી છે મંજૂરી?

WHO દ્વારા અત્યાર સુધીમાં કોવેક્સિન સિવાય 6 રસીઓ મંજૂર કરવામાં આવી છે. આમાં ફાઈઝર (Pfizer), કોવિશીલ્ડ (Covishield), જોન્સન એન્ડ જોન્સન Johnson & Johnson), મોડર્ના (Moderna), સીનોફાર્મની BBIBP-CorV અને અને સિનોવાકની કોરોનાવેક (CoronaVac)નો સમાવેશ થાય છે.

વિશ્વમાં 66 કરોડ 61 લાખથી વધુ કેસ

કોરોના વર્લ્ડોમીટર અનુસાર વિશ્વમાં અત્યાર સુધીમાં 66 કરોડ 61 લાખ 79 હજારથી વધુ કેસ નોંધાયા છે. 11 જાન્યુઆરી 2020ના રોજ ચીનના વુહાનમાં એક 61 વર્ષીય વ્યક્તિનું અવસાન થયું. વિશ્વમાં કોરોનાને કારણે આ પ્રથમ મૃત્યુ હતું. આ પછી મૃત્યુની પ્રક્રિયા વધવા લાગી. અત્યાર સુધીમાં 67 લાખ 1 હજારથી વધારે લોકોનાં મોત થયાં છે.

પાકિસ્તાનમાં 5થી 12 વર્ષના બાળકોને રસી અપાશે

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે 5થી 12 વર્ષની વયના બાળકો માટે કોરોના સામે રસીકરણ ફરજિયાત બનાવ્યું છે. કોરોનાની સ્થિતિ અંગેની બેઠકમાં શરીફે બોર્ડર પોઈન્ટ અને એરપોર્ટ પર મુસાફરોની તપાસ કરવાની સૂચના આપી હતી.

ચીનમાં બેકાબુ કોરોના

ચીનના શાંઘાઈની 70% વસ્તી કોરોનાથી સંક્રમિત છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ શાંઘાઈના એક સ્મશાનગૃહમાં દરરોજ 5 ગણી વધુ મૃતદેહો આવી રહ્યા છે, જેને કારણે પરિવારજનોને શોક મનાવવા માટે માત્ર 5થી 10 મિનિટનો સમય મળી રહ્યો છે.

Next Article