Economic Survey 2022-23 : IIM અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીની ટીમ દ્વારા તૈયાર કરાયેલું આર્થિક સર્વેક્ષણ નાણાં મંત્રી સંસદમાં રજૂ કરશે

|

Jan 31, 2023 | 9:36 AM

Economic Survey 2022-23 : 22 જાન્યુઆરી 2022 ના રોજ મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક પામનાર Dr. V. Anantha Nageswaran લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે ભારત અને સિંગાપોરમાં ઘણી બિઝનેસ સ્કૂલ અને મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટમાં ભણાવ્યું છે. આ સાથે તેમના પુસ્તકો પણ મોટા પાયે પ્રકાશિત થયા છે.

Economic Survey 2022-23 : IIM અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીની ટીમ દ્વારા તૈયાર કરાયેલું આર્થિક સર્વેક્ષણ નાણાં મંત્રી સંસદમાં રજૂ કરશે
Chief Economic Advisor V Anantha Nageswaran

Follow us on

સામાન્ય બજેટ પહેલા જ દેશનો ઇકોનોમિક સર્વે રજૂ કરવાની પ્રથા છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મળા સીતારમણ દ્વારા સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરાયા બાદ મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરન પત્રકાર પરિષદ સંબોધી વિગતવાર માહિતી આપશે. 22 જાન્યુઆરી 2022 ના રોજ મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક પામનાર V. Anantha Nageswaran લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે ભારત અને સિંગાપોરમાં ઘણી બિઝનેસ સ્કૂલ અને મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટમાં ભણાવ્યું છે. આ સાથે તેમના પુસ્તકો પણ મોટા પાયે પ્રકાશિત થયા છે.આર્થિક સર્વે એ નાણાકીય વર્ષમાં રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાની સ્થિતિનો વિગતવાર અહેવાલ છે. તે CEA ના માર્ગદર્શન હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ (DEA) ના આર્થિક વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. એકવાર તૈયાર થયા પછી નાણામંત્રી દ્વારા સર્વેને મંજૂરી આપવામાં આવે છે. પ્રથમ આર્થિક સર્વે 1950-51 માટે રજૂ કરવામાં આવ્યો હતો અને 1964 સુધી તે બજેટ સાથે રજૂ કરવામાં આવ્યો હતો.

જાણો ડૉ. વી. અનંત નાગેશ્વર વિશે

ડૉ. વી. અનંત નાગેશ્વરન IFMR ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસના ડીન રહ્યા છે. તે જ સમયે, ક્રેઆ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રતિષ્ઠિત વિઝિટિંગ પ્રોફેસર પણ હતા. તેઓ 2019 થી 2021 સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદના અંશકાલિક સભ્ય પણ રહ્યા છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાંથી મેનેજમેન્ટમાં પીજી ડિપ્લોમા કર્યું છે.  તેમણે એમહર્સ્ટની યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સમાંથી ડોક્ટરેટની ડિગ્રી પણ મેળવી છે.મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે કેવી સુબ્રમણ્યનના કાર્યકાળ અગાઉ  KV સુબ્રમણ્યમ ત્રણ વર્ષ સુધી દેશના CEA હતા. ભૂતપૂર્વ CEA કે. સુબ્રમણ્યમે ડિસેમ્બર 2022ના મધ્યમાં તેમનું પદ છોડી દીધું હતું. સુબ્રમણ્યમે શૈક્ષણિક પદ સંબંધિત જવાબદારી નિભાવવા માટે 3 વર્ષ સુધી સેવા આપ્યા બાદ રાજીનામું આપ્યું હતું.

ડૉ. નાગેશ્વરનની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર તેઓ નાણાકીય સમાવેશ પર ઈન્ડિકસ ફાઉન્ડેશન અને નાણાકીય સિસ્ટમ ડિઝાઇન પર દ્વારા સંશોધનને પણ સલાહ આપે છે. તેઓ TVS કેપિટલ અને ગ્લોબલ એલાયન્સ ફોર માસ એન્ટરપ્રેન્યોરશિપના સલાહકાર બોર્ડમાં સેવા આપે છે. તેમની કોર્પોરેટ કારકિર્દી 1994 થી 2011 સુધી 17 વર્ષ સુધી ફેલાયેલી છે જ્યાં તેઓ યુનિયન બેંક ઓફ સ્વિટ્ઝર્લેન્ડમાં કરન્સી ઇકોનોમિસ્ટ, ક્રેડિટ સુઈસ પ્રાઈવેટ બેંકિંગ અને એશિયા રિસર્ચ ખાતે એશિયામાં સંશોધન અને રોકાણ કન્સલ્ટિંગના વડા અને બેંક જુલિયસ બેર હુહ ખાતે ગ્લોબલ ચીફ ઈન્વેસ્ટમેન્ટ હેડ હતા. તેઓ સુંદરમ ફાસ્ટનર્સ, ટીવીએસ ટાયર અને ડેલ્ફી-ટીવીએસના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર પણ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

CEA ની પોસ્ટ શું છે?

CEA સરકારમાં સચિવનો હોદ્દો ધરાવે છે અને સીધો નાણામંત્રીને રિપોર્ટ કરે છે.  ડો.નાગેશ્વરનના હાલના Chief Economic Advisor છે . કોવિડથી પ્રભાવિત અર્થવ્યવસ્થાની રિકવરીને ધ્યાનમાં રાખીને ડૉ. નાગેશ્વરનની નિમણૂકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Published On - 9:27 am, Tue, 31 January 23

Next Article