Budget 2023 Share Market : બજેટ બાદ Sensex 60773 સુધી ઉછળ્યો, એગ્રિકલચર સ્ટોક્સમાં તેજી દેખાઈ, નિફટીના 8 સેક્ટર ઇન્ડેક્સગ્રીન ઝોનમાં

|

Feb 01, 2023 | 1:55 PM

Budget 2023 Share Market :સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 60773ની ઉપર ઉપલા સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો . નિફ્ટી 17972ની આજની સર્વોચ્ચ સપાટી બનાવી છે. બેન્કિંગ શેરોમાં બમ્પર તેજી જોવા મળી રહી છે. ICICI બેન્ક, ટાટા સ્ટીલ, HDFC બેન્કમાં બમ્પર તેજી છે.

Budget 2023 Share Market : બજેટ બાદ Sensex 60773 સુધી ઉછળ્યો, એગ્રિકલચર સ્ટોક્સમાં તેજી દેખાઈ, નિફટીના 8 સેક્ટર ઇન્ડેક્સગ્રીન ઝોનમાં
share Market bounced after flat opening

Follow us on

Budget 2023 Share Market :  બજેટ બાદ માર્કેટમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 60773ની ઉપર ઉપલા સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.  નિફ્ટી 17972ની આજની સર્વોચ્ચ સપાટી બનાવી છે. બેન્કિંગ શેરોમાં બમ્પર તેજી જોવા મળી રહી છે. ICICI બેન્ક, ટાટા સ્ટીલ, HDFC બેન્કમાં બમ્પર તેજી છે. સરકાર દ્વારા  10 લાખ કરોડના મૂડી ખર્ચની જાહેરાત કરવામાં આવી છે. કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કે  7 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે. બજારના નિષ્ણાતો કહે છે કે એક તરફ 10 લાખ કરોડના મૂડી ખર્ચ સાથે વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બીજી તરફ ટેક્સમાં રાહત આપીને વપરાશ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બજેટ બાદ આનંદ રાઠીના સ્થાપક આનંદ રાઠીએ જણાવ્યું હતું કે મૂડી ખર્ચમાં 33 ટકાના ઉછાળાને કારણે રસ્તાઓ, બંદરો, એરપોર્ટના વિકાસને વેગ મળશે. રેલવે માટે 2.4 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી છે. આગામી નાણાકીય વર્ષ માટે કુલ ઉધાર રૂ. 15.43 લાખ કરોડનો અંદાજ છે. નેટ બોરોઈંગ 12.3 લાખ કરોડ થઈ શકે છે. બજારના જાણકારો કહે છે કે તેનાથી બેવડો ફાયદો થાય છે. એક તરફ મૂડીખર્ચ 10 લાખ કરોડના અંદાજ કરતાં સારો હતો. તેનાથી અર્થવ્યવસ્થાને વેગ મળશે. બીજું, કર રાહતની મદદથી વપરાશ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

બજેટ બાદ આ સેક્ટરમાં તેજી નોંધાઈ

Index Current % Change Open High Low Prev. Close 52w High 52w Low
NIFTY BANK 41,604.50 2.34 41,115.00 42,015.65 40,943.65 40,655.05 44,151.80 32,155.35
NIFTY AUTO 13,355.90 0.24 13,397.75 13,539.80 13,333.85 13,323.90 13,544.90 9,226.95
NIFTY FIN SERVICE 18,471.25 2.08 18,294.90 18,658.65 18,247.90 18,095.00 19,515.90 14,857.30
NIFTY FMCG 44,833.80 0.85 44,699.45 45,253.75 43,550.10 44,456.90 46,331.20 33,407.55
NIFTY IT 29,885.45 0.49 29,885.95 30,065.05 29,793.75 29,740.35 36,813.10 26,186.70
NIFTY METAL 6,485.70 0.27 6,513.55 6,551.20 6,450.40 6,468.40 6,919.60 4,437.30
NIFTY PVT BANK 21,236.85 2.44 20,956.15 21,447.15 20,867.10 20,731.35 22,491.65 16,280.15
NIFTY REALTY 417.4 1.42 414.75 419.7 413.55 411.55 484.25 365.75

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા


કૃષિ ક્ષેત્રે મહત્વની જાહેરાત

  • કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘અમારો આર્થિક એજન્ડા નાગરિકો માટે તકો ઉપલબ્ધ કરાવવા, વૃદ્ધિ અને રોજગાર સર્જનને વેગ આપવા અને મેક્રો ઇકોનોમિક સ્થિરતાને મજબૂત કરવા પર કેન્દ્રિત છે. કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે.

  • ખેડુતોને ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવશે

નિર્મલા સીતારમણે કહ્યું કે, 2.2 લાખ કરોડ ની ખેડુતોના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. તો આગામી સમયમાં ખેડુતોને ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવશે તો વિશેષ સહાય પણ આપવામાં આવશે. કપાસ ખેતી માટે PPP મોડેલ પર જોર આપવામાં આવશે. તો મોટુ અનાજ ઉગાવવા માટે 2200 કરોડનું ફંડ આપવામાં આવશે. તો માછીમારો માટે માછલી પાલન યોજના શરૂ કરવામાં આવશે. માછીમારો માટે 6000 કરોડ ફાળવવામાં આવશે.

અગ્રિકલચર સેક્ટરના શેર્સમાં જબરદસ્ત તેજી નોંધાઈ

Company Name Last Price % Gain 52 wk High M.Cap (Rs. cr)
Bombay Burmah 895.85 1.48 1,146.20 6,250.52
Kaveri Seed 535.65 1.77 629 2,995.45
Mangalam Seeds 280.75 4.99 267.4 308.27
Nath Bio-Genes 160.5 4.22 265.75 305.01
Harrisons Malay 135 2.54 194.7 249.15
Dhunseri Tea 229.05 0.99 325 240.67
JK Agri Genetic 476.1 1.33 823 220.77
Indo US Bio-Tec 235 0.86 242.25 215.42
Shri Vasuprada 80.1 1.26 133 66.36
Agri-Tech 105.95 1.39 142.65 62.93
ShreeGanesh Bio 1.4 1.45 7.98 55.81
Diana Tea 30.3 1.51 38 45.42
Kanel Ind 2.53 4.55 5.04 4.66

બજેટ બાદ આ સેક્ટર પટકાયા

Index Current % Change Open High Low Prev. Close 52w High 52w Low
NIFTY MEDIA 1,892.70 -0.31 1,907.00 1,917.40 1,884.45 1,898.60 2,484.70 1,752.20
NIFTY PHARMA 12,339.55 -0.17 12,397.70 12,473.45 12,337.85 12,360.25 13,972.45 11,726.40
NIFTY PSU BANK 3,992.35 -0.35 4,054.70 4,059.70 3,943.25 4,006.55 4,617.40 2,283.85

 

Published On - 1:44 pm, Wed, 1 February 23

Next Article