Union Budget 2023 Updates : ‘બજેટ મજબૂત પાયો બનાવશે, દરેક વર્ગના સપના સાકાર થશે’ PM મોદી

|

Feb 01, 2023 | 8:06 PM

Budget 2023 Session Parliament LIVE: સંસદમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાનું 5મું બજેટ રજૂ કર્યું. તેમણે કહ્યું કે આ બજેટ જરૂરિયાત મંદો માટેનું બજેટ છે. તો બજેટમાં સાત પ્રાથમિકતા રાખવામાં આવી છે.

Union Budget 2023 Updates :  બજેટ મજબૂત પાયો બનાવશે, દરેક વર્ગના સપના સાકાર થશે PM મોદી
Union Budget 2023 LIVE

Follow us on

Union Budget 2023-2024: કેન્દ્રીય બજેટ 2023-24 : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પાંચમું બજેટ છે. છેલ્લા બે વર્ષના સામાન્ય બજેટની જેમ આ બજેટ પણ પેપરલેસ છે. આ બજેટમાં દેશના આર્થિક વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા.તો બજેટમાં 7 પ્રાથમિકતાઓ પર ભાર મુકવામાં આવ્યો.જેમાં પ્રથમ પ્રાથમિકતા સૌ નો સાથ સૌનો વિકાસ.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Feb 2023 07:29 PM (IST)

    રાહુલ ગાંધીએ બજેટને ગણાવ્યુ મિત્રકાલનું બજેટ, કહ્યુ નવી નોકરીઓ માટે સરકારનું કોઈ વિઝન જ નથી

    રાહુલ ગાંધીએ આ બજેટને મિત્ર કાલ બજેટ ગણાવતા કહ્યુ કે આ બજેટમાં નોકરીઓના સૃજન માટેનું કોઈ વિઝન નથી. મોંઘવારી પર લગામ કસવાની કોઈ યોજના નથી. અસમાનતા રોકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. 1% સૌથી ધનિક પોતાની 40% સંપત્તિ, 50% સૌથી ગરીબ 64% GST ચૂકવે છે, 42% યુવાનો બેરોજગાર છે- છતાં, PM ધ્યાન આપતા નથી! આ બજેટ સાબિત કરે છે કે સરકાર પાસે ભારતના ભવિષ્યના નિર્માણ માટે કોઈ રોડમેપ નથી.

  • 01 Feb 2023 06:00 PM (IST)

    તેજસ્વી યાદવે કહ્યું- બજેટને દીવા તળે અંધારા સમાન ગણાવ્યુ

    બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યુ આ બજેટ દીવા તળે અંધારા સમાન છે. તેમણે કહ્યુ કે બજેટમાં બિહારના લોકો માટે કંઈ નથી. આરજેડી નેતાએ કહ્યુ કે કેન્દ્રમાં બિહારના તમામ સાંસદોએ શરમથી ડૂબી જવુ જોઈએ કારણ કે ખેડૂતો અને રેલવે માટે બજેટમાં કંઈ નથી.

  • 01 Feb 2023 05:55 PM (IST)

    પંજાબ સાથે અન્યાય યોગ્ય નથી- CM ભગવંત માન

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યુ કે નવી ફસલ પર કોઈ MSP આપવામાં નથી આવી. પરાળ સળગાવવાની સમસ્યા માટે 1500 રૂપિયા પ્રતિ એકર કેન્દ્ર પાસેથી માગવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમૃતસર, ભટીંડા અને દિલ્હીથી વંદે ભારત ટ્રેન ચલાવવા માટે પણ કહેવામાં આવ્યુ છે.

  • 01 Feb 2023 05:49 PM (IST)

    પાનકાર્ડ હવે રાષ્ટ્રીય ઓળખપત્ર તરીકે ચાલશે- નિર્મલા સીતારમણ

    બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પાન કાર્ડ હવે રાષ્ટ્રીય ઓળખ તરીકે ચાલશે, બજેટમાં ઈલેક્ટ્રીક વાહનો, ઓટો મોબાઈલ, રમકડા, દેશી મોબાઈલ સસ્તા થશે. જ્યારે ચીમની, કેટલાક મોબાઈલ ફોન અને કેમેરાના લેન્સ, સિગારેટ, સોના-ચાંદી, પ્લેટિનમ મોંઘા થશે.

  • 01 Feb 2023 05:40 PM (IST)

    ‘શ્રી અન્ન’ ની જોગવાઈઓથી નાના ખેડૂતોને મોટો ફાયદો થશે-રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

    વર્ષ 2023-2024 ના સામાન્ય બજેટમાં ‘શ્રી અન્ન’ના ઉત્પાદક ખેડૂતો માટેની પ્રોત્સાહક વ્યવસ્થાઓથી નાના ખેડૂતોને મોટો લાભ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બજેટ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ગુજરાતના ડાંગ જિલ્લા ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં નાના ખેડૂતો જાડા ધાન(મિલેટ્સ)-‘શ્રી અન્ન’ની ખેતી કરે છે. અંદાજપત્રની જોગવાઈઓથી મિલેટ્સની ખેતી કરતા ગુજરાતના ખેડૂતોને પ્રોત્સાહન મળશે. નાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ઉત્સાહિત થશે. એટલું જ નહીં, ‘શ્રી અન્ન’ અને પ્રાકૃતિક કૃષિથી લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે

  • 01 Feb 2023 05:33 PM (IST)

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બજેટ પર આપી તીખી પ્રતિક્રિયા

     

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું, પહેલા પંજાબ પ્રજાસત્તાક દિવસથી ગાયબ હતું, હવે પંજાબ બજેટમાંથી ગાયબ છે. એક સરહદી રાજ્ય તરીકે અમે BSF ના અપગ્રેડેશન, આધુનિકીકરણ, એન્ટી ડ્રોન સિસ્ટમ માટે 1000 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ બજેટમાં કંઈ કહેવામાં આવ્યું નથી.

  • 01 Feb 2023 05:23 PM (IST)

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકાર્યુ, કહ્યુ તમામ વર્ગ માટે ફાયદાકારક બજેટ

     

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકારતા કહ્યુ કે તમામ વર્ગ માટે ફાયદાકારક છે. દેશના ખેડૂત, ગરીબ, વંચિત, પીડિતોને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલુ અમૃત બજેટ છે.

  • 01 Feb 2023 05:17 PM (IST)

    બજેટમાં મહિલાઓને સશક્ત બનાવવા પર મુકાયો ભાર- નિર્મલા સીતારમણ

    નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યુ કે આ બજેટમાં ચાર વસ્તુઓ પર ભાર મુકવામાં આવ્યો છે. જેમા મહિલાઓને સશક્ત બનાવવા, પર્યટન માટે કાર્ય યોજના, વિશ્વકર્મા (કારીગરો) માટે પહેલ અને હરિત વિકાસને બજેટમાં કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે.

  • 01 Feb 2023 05:04 PM (IST)

    આ અમૃતકાળનું બજેટ છે- કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર

    કેન્દ્રીય મંત્રી આર ચંદ્રશેખરે કહ્યું કે નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ અમૃત કાલનું બજેટ છે. તેમણે કહ્યું કે બજેટમાં રૂ. 45 લાખ કરોડનો ખર્ચ છે જેમાંથી રૂ. 13.3 લાખ કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ કરવામાં આવી રહ્યું છે, જે દર્શાવે છે કે ભારત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે વિકસિત થવા જઇ રહ્યું છે.

  • 01 Feb 2023 04:48 PM (IST)

    Budget 2023: હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે બજેટને શ્રેષ્ઠ ગણાવ્યુ

    હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજે મોદી સરકારના આ બજેટની પ્રશંસા કરતા જણાવ્યુ કે આ શ્રેષ્ઠ બજેટ છે. તેમણે જણાવ્યુ કે ટેક્સમાં જે રાહત આપવામાં આવી છે તેનો ઘણો ફાયદો થશે.

  • 01 Feb 2023 04:17 PM (IST)

    કેસી વેણુગોપાલે Budget પર સરકારને ઘેરી

    કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યુ કે આ બજેટ દેશની ખરી ભાવનાને સંબોધિત નથી કરી રહ્યુ. જે મોંઘવારી અને બેરોજગારી છે. આ બજેટમાં માત્ર ફેન્સી ઘોષણાઓ કરવામાં આવી છે. જે પહેલા પણ કરવામાં આવી હતી. પરંતુ તેની અમલવારી માટે શું. પીએમ કિસાન યોજનાથી માત્ર વીમા કંપનીને ફાયદો થયો છે ખેડૂતોને નહીં.

  • 01 Feb 2023 04:12 PM (IST)

    સૌને સાથે લઈને ચાલનારુ બજેટ- CM પુષ્કરસિંહ ધામી

    ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યુ કે આ ગરીબોલક્ષી બજેટ છે. નવા ભારતનો સંકલ્પ આ બજેટમાં જોવા મળે છે. ભારતની અર્થવ્યવસ્થા આજે 5માં નંબરની અર્થવ્યવસ્થા છે. આ બજેટમાં મધ્યમવર્ગ, જનજાતિય વર્ગ, રોજગાર સૃજન સહિતની ચિંતા કરવામાં આવી છે. આ બજેટ ભારતના ગરીબ લોકોને સમર્પિત છે. આ સૌનો સાથ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ અને સૌને સાથે લઈને ચાલનારુ બજેટ છે.

  • 01 Feb 2023 04:07 PM (IST)

    Budget 2023- શિવરાજ બોલ્યા- આત્મનિર્ભર ભારતના સંકલ્પને પુરો કરશે બજેટ

    મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યુ કે આ બજેટ પીએમ મોદીના સંકલ્પ અને આત્મનિર્ભર ભારતના નિર્માણને પુરુ કરનારુ બજેટ છે. તેમણે જણાવ્યુ કે આ બજેટથી સમાજના દરેક વર્ગને ફાયદો થશે.

  • 01 Feb 2023 03:58 PM (IST)

    Budget 2023: રાજ્યોની વિધાનસભા ચૂંટણી પર કેન્દ્રીત બજેટ છે- મલ્લિકાર્જુન ખડગે

    બજેટને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યુ કે આ બજેટ આગામી સમયમાં જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે તેને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યુ છે. બજેટમાં ગરીબ કલ્યાણ લોકો માટે અને મોંઘવારીને નિયંત્રણ કરવા માટે કંઈપણ નથી.

  • 01 Feb 2023 03:34 PM (IST)

    લિથિયમ આયન બેટરી પર કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવામાં આવી

    નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન તેમના ભાષણમાં જણાવ્યુ કે કસ્ટમ ડ્યુટી, સેસ, સરચાર્જ દરમાં પરિવર્તન કરવામાં આવ્યુ છે. રમકડા પર લાગતો ટેક્સ ઘટાડીને 13 ટકા કરવામાં આવ્યો છે. રમકડા હવે સસ્તા થઈ જશે. એ ઉપરાંત સાઈકલ પણ સસ્તી થશે. લિથિયમ આયન બેટરી પર કસ્ટમ ડ્યુટીમાં પણ રાહત આપવામાં આવી છે.

  • 01 Feb 2023 03:16 PM (IST)

    આ વર્ષનું બજેટ ભારતના વિકાસના માર્ગમાં નવી ઉર્જાનો સંચાર કરે છે.

  • 01 Feb 2023 03:13 PM (IST)

    મિલેટ્સને શ્રી અન્નના નામે નવી ઓળખ આપવામાં આવી છે-PM મોદી 

    પીએમ મોદીએ કહ્યું, “આજે જ્યારે મિલેટ્સ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની રહી છે, ત્યારે તેનો મહત્તમ લાભ ભારતના નાના ખેડૂતોને થાય છે. હવે આ સુપર ફૂડને શ્રી અન્નના નામે નવી ઓળખ આપવામાં આવી છે. શ્રી અન્નથી અમારા નાના ખેડૂતો અને ખેતી કરતા ભાઈ-બહેનોને આર્થિક મદદ મળશે.

  • 01 Feb 2023 03:11 PM (IST)

    ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 10 લાખ કરોડ રૂપિયાનું અભૂતપૂર્વ રોકાણ થશે-PM મોદી 

    પ્રધાનમંત્રીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણનો ઉલ્લેખ કરતા કહ્યું કે વર્ષ 2014ની સરખામણીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ 400%થી વધુ વધ્યું છે. તેમણે કહ્યું કે આ વખતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 10 લાખ કરોડ રૂપિયાનું અભૂતપૂર્વ રોકાણ થશે. આ રોકાણ યુવાનો માટે રોજગારી અને મોટી વસ્તી માટે આવકની નવી તકોનું સર્જન કરશે.

  • 01 Feb 2023 03:10 PM (IST)

    સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન અપાશે, દૂધ અને માછલી ઉછેરનો વિસ્તાર કરાશે- PM મોદી

     

    પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપશે, જ્યાં ગ્રામવાસીઓ માટે સુવિધાઓ હશે. તેમણે એમ પણ કહ્યું કે દૂધ અને માછલી ઉછેરનો વિસ્તાર થશે, કૃષિમાં ડિજિટલ વસ્તુઓને વધારવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ બજેટ લોકોને આવકની નવી તકો આપવાનું કામ કરશે. વડાપ્રધાને કહ્યું કે MSME માટે બે લાખની વધારાની લોનની પણ ખાતરી આપવામાં આવી છે.

  • 01 Feb 2023 03:08 PM (IST)

    મહિલાઓ માટે ખાસ બચત યોજના

    બજેટમાં મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી યોજના અંગે પીએમ મોદીએ કહ્યું કે આ બજેટમાં મહિલાઓ માટે ખાસ બચત યોજના પણ શરૂ કરવામાં આવી રહી છે. આ બજેટ સહકારી સંસ્થાઓને ગ્રામીણ અર્થતંત્રનું મુખ્ય કેન્દ્ર બનાવશે. નવી પ્રાથમિક સહકારી સંસ્થાઓ બનાવવાની મહત્વકાંક્ષી યોજના પણ આ બજેટમાં જાહેર કરવામાં આવી છે.

  • 01 Feb 2023 03:07 PM (IST)

    વિમેન્સ સેલ્ફ હેલ્પ ગૃપના સર્વાંગી વિકાસ માટેની નવી પહેલ બજેટમાં નવો આયામ જોડશે-પીએમ મોદી

    જળ જીવન મિશન હોય કે મુદ્રા યોજના હોય કે પીએમ આવાસ યોજના હોય જેવા અનેક યોજનાઓને તાકાત સાથે આગળ ધપાવવામાં આવશે. આ સાથે જ મહિલા સેલ્ફ હેલ્પ ગૃપ એક સામર્થ્યવાન ક્ષેત્ર આજે ભારતમાં મોટુ સ્થાન પોતાની જાતે જ બનાવી ચુક્યુ છે. તેમને જો થોડી પણ તાકાત મળી જાય તો ચમત્કાર કરી શકે છે. વિમેન્સ સેલ્ફ હેલ્પ ગૃપના સર્વાંગી વિકાસ માટેની નવી પહેલ આ બજેટમાં એક નવો આયામ જોડશે.

  • 01 Feb 2023 02:42 PM (IST)

    આ બજેટ પ્રથમવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઈને આવ્યુ છે- PM મોદી

    આ બજેટ પ્રથમવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઈને આવ્યુ છે. આવા લોકો માટે ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા કૌશલ સમ્માન એટલે પીએમ વિકાસ યોજના કરોડો વિશ્વકર્માઓના જીવનમાં પરિવર્તન લાવશે. શહેરી મહિલાઓથી લઈ ગામડામાં રહેતી મહિલાઓ કારોબાર, રોજગાર કે વ્યસ્ત મહિલાઓ કે ગૃહિણીઓના જીવનને સરળ બનાવવા માટે છેલ્લા વર્ષોમાં સરકારે અનેક પગલાઓ લીધા છે.

  • 01 Feb 2023 02:24 PM (IST)

    નવા રોકાણથી નવી નોકરીઓની તક મળશે- PM મોદી

    વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નવા રોકાણથી નવી નોકરીઓની તક મળશે. તો અન્ન ક્ષેત્રને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે. દેશના દરેક ક્ષેત્રમાં વિકાસ થશે. અને સાથે જ નવા રોકાણથી નવી નોકરીઓની તક મળશે.

     

     

  • 01 Feb 2023 02:19 PM (IST)

    વિકસિત ભારતનો વિરાટ સંકલ્પ પૂર્ણ કરશે બજેટ – PM મોદી

    બજેટ પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બજેટથી દરેક વર્ગનું સપનુ સાકાર થશે. વિકસિત ભારતનો વિરાટ સંકલ્પ પૂર્ણ કરશે આ બજેટ. તો બજેટથી મજબુત પાયાનું નિર્માણ થશે. તો વધુમાં ઉમેર્યું કે,દેશના દરેક ક્ષેત્રમાં વિકાસ થશે. આ ઉપરાંત ખેડુતો માટે પણ મહત્વકાંક્ષી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

  • 01 Feb 2023 02:11 PM (IST)

    રોજગાર માટે બજેટમાં ગોળ ગોળ વાતો – મનોજ ઝા

    RJD સાંસદ મનોજ ઝાએ કહ્યુ, ‘મેં નાણામંત્રીને ઘણી વખત કહ્યું છે કે જ્યારે પણ બજેટ બનાવવામાં આવે ત્યારે તેમણે કલમ 39 પર ધ્યાન આપવુ જોઈએ. આંખ બંધ કરીને બંધારણના વખાણ કરતું બજેટ બનાવશો તો કંઈ પ્રાપ્ત થશે નહીં. તમે રોજગાર માટે ગોળ ગોળ વાત કરી. આ બજેટ ખાસ લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાસ બજેટ છે.

  • 01 Feb 2023 01:53 PM (IST)

    Union Budget 2023 Live : નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય મંત્રીઓ સાથે કરશે બેઠક

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બપોરે 2 વાગ્યાની આસપાસ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના પ્રવક્તા સાથે બેઠક કરશે. કેન્દ્રીય બજેટ હાઈલાઈટ અને તેની બ્રીફિંગ આપવામાં આવશે.

  • 01 Feb 2023 01:47 PM (IST)

    આગામી 25 વર્ષ માટે ભારતનો પાયો બજેટમાં નાખવામાં આવ્યો – વીકે સિંહ

    કેન્દ્રીય બજેટ પર કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યું કે, બજેટના આધારે આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ભારત આગામી 25 વર્ષ સુધી કેવી રીતે આગળ વધશે તેનો પાયો નાખવામાં આવ્યો છે.

  • 01 Feb 2023 01:42 PM (IST)

    અમૃતકાળમાં આ બજેટ અમારો રોડમેપ – કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ

    કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું, ‘મને લાગે છે કે અમૃતકાળમાં આ અમારો રોડમેપ છે, આપણી અર્થવ્યવસ્થાને વિશ્વમાં 10માં સ્થાનેથી 5માં સ્થાને લાવવા માટે આનાથી વધુ સારું બીજું કંઈ ન હોઈ શકે.’

  • 01 Feb 2023 01:39 PM (IST)

    બજેટમાં કેટલીક સારી બાબતો હતી, પરંતુ મનરેગાનો કોઈ ઉલ્લેખ નથી – થરૂર

    કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું, ‘બજેટમાં કેટલીક બાબતો સારી હતી. હું તેને સંપૂર્ણપણે નકારાત્મક કહીશ નહીં, પરંતુ હજી પણ ઘણા પ્રશ્નો ઉભા થાય છે. બજેટમાં મનરેગાનો કોઈ ઉલ્લેખ નહોતો. મજૂરો માટે સરકાર શું કરવા જઈ રહી છે ? બેરોજગારી, મોંઘવારી વિશે પણ વાત કરવામાં આવી ન હતી.

  • 01 Feb 2023 01:32 PM (IST)

    કર્ણાટક માટે 5,000 કરોડ ગેમ ચેન્જર સાબિત થશે – તેજસ્વી સૂર્યા

    BJP સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું, ‘કર્ણાટકના ઉપલા ભદ્ર પ્રદેશ માટે 5,000 કરોડથી વધુની સિંચાઈ પ્રોજેક્ટની જાહેરાત કરવા બદલ હું પીએમ મોદી અને નાણા પ્રધાન સીતારમણનો આભાર માનું છુ. આ પ્રોજેક્ટ રાજ્ય માટે ગેમ ચેન્જર સાબિત થશે.

  • 01 Feb 2023 01:26 PM (IST)

    આ બજેટથી મધ્યમ વર્ગને મોટી રાહત મળશે – ગૌતમ ગંભીર

    BJP સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું, ‘આ બજેટ સામાન્ય માણસ માટે ઘણું સારું છે, આ એક ઐતિહાસિક પગલું છે. આ બજેટથી મધ્યમ વર્ગને ઘણી રાહત મળશે.

  • 01 Feb 2023 01:25 PM (IST)

    કોઈપણ પ્રકારના કરમાં કાપ આવકાર્ય : કોંગ્રેસ સાંસદ પી. ચિદમ્બરમ

    કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે જણાવ્યુ કે, “બજેટનો મોટો હિસ્સો રાષ્ટ્રપતિના સંબોધન અને આર્થિક સર્વેક્ષણના અહેવાલનું પુનરાવર્તન છે. કોઈપણ પ્રકારના કરમાં કાપ આવકાર્ય છે.” લોકોના હાથમાં પૈસા મૂકવું એ અર્થતંત્રને વેગ આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

  • 01 Feb 2023 01:10 PM (IST)

    Union Budget 2023-24 Live : બજેટની અસર, શેરબજારમાં મોટી તેજી

    બજેટ રજૂ થયા બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ઇન્ડેક્સ હાલમાં 980 પોઇન્ટના વધારા સાથે 60,534 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 17,919 પર છે.

  • 01 Feb 2023 01:06 PM (IST)

    બજેટમાં કોઈ માટે કોઈ જોગવાઈ નથી – AAP નેતા સંજય સિંહ

    આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહે ટ્વીટ કર્યું, ‘ન તો ખેડૂત, ન જવાન, ન યુવા. બજેટમાં કોઈ માટે કોઈ જોગવાઈ નથી. સામાન્ય માણસ અમૃત કાળમાં અમૃત માટે તડપતો રહે છે.

     

  • 01 Feb 2023 12:59 PM (IST)

    Union Budget 2023-24 : નિર્મલા સીતારમણે 2023-24 નું બજેટ રજુ કર્યું

  • 01 Feb 2023 12:50 PM (IST)

    Union Budget 2023-24 : ભારતીય મિલેટ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પર મોટી જાહેરાત

    નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે ઈન્ડિયન મિલેટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે ટેકો આપવામાં આવશે.

  • 01 Feb 2023 12:48 PM (IST)

    Union Budget 2023 Updates : વરિષ્ઠ નાગરિકોને બજેટમાં રાહત

    સીતારમણે જાહેરાત કરી હતી કે સિનિયર સિટીઝન એકાઉન્ટ સ્કીમ માટેની મર્યાદા હવે  4.5 લાખથી વધારીને 9 લાખ કરવામાં આવશે.

  • 01 Feb 2023 12:29 PM (IST)

    Union Budget 2023 LIVE : આવકવેરાને લઈ મોટી જાહેરાત

    • 0 – 3 લાખ પર કોઇ ટેક્સ નહીં
    • 3 લાખ રૂપિયાથી 6 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા
    • 6 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયાની કમાણી પર 10 ટકા
    • 9 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયાની કમાણી પર 15 ટકા
    • 12 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયાની કમાણી પર 20 ટકા
    • 15 લાખ રૂપિયા અને તેથી વધુની કમાણી પર 30 ટકા
  • 01 Feb 2023 12:24 PM (IST)

    Union Budget Live Updates : આવકવેરા મુક્તિની મર્યાદા પાંચ લાખથી વધારીને સાત લાખ કરાઈ

    તો આ સાથે બજેટમાં પગારદારોને મોટી રાહત આપવામાં આવી છે. આવકવેરા મુક્તિની મર્યાદા પાંચ લાખથી વધારીને સાત લાખ કરાઈ છે.

  • 01 Feb 2023 12:20 PM (IST)

    Union Budget Live Updates : આ વસ્તુઓ થશે મોંઘી

    • રસોઈ ગેસ ચીમની મોંઘી થશે
    • સોના-ચાંદીથી બનેલી જ્વેલરી મોંઘા થશે
    • સિગારેટ મોંઘી થશે
    • આયાતી દરવાજા મોંઘા થશે

     

  • 01 Feb 2023 12:16 PM (IST)

    Budget 2023-24 Live : LED ટેલિવિઝન, મોબાઈલ ફોન અને કેમેરા સસ્તા થશે

    • ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે
    • બાયો ગેસ સંબંધિત વસ્તુઓ સસ્તી થશે
    • રમકડાં, સાયકલ સસ્તી થશે
    • LED ટેલિવિઝન સસ્તા થશે
    • મોબાઈલ ફોન, કેમેરા સસ્તા થશે
  • 01 Feb 2023 12:10 PM (IST)

    Union Budget 2023 Live : મહિલા બચત પત્ર યોજના શરૂ કરવામાં આવશે

    તો આ સાથે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મહિલા બચત પત્ર યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં 2 લાખની બચત પર 7 ટકા વ્યાજ આપવામાં આવશે.

  • 01 Feb 2023 12:02 PM (IST)

    Union Budget 2023-24 : રેલવેની કાયાપલટ થશે

    નાણામંત્રી નિર્મલા સીતારમણે રેલ્વે માટે 2.4 લાખ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી. તો સાથે ઘણી નવી ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

  • 01 Feb 2023 11:58 AM (IST)

    Union Budget 2023 Live Updates : 30 આંતરરાષ્ટ્રીય કૌશલ્ય કેન્દ્રો સ્થાપવામાં આવશે

    • 30 આંતરરાષ્ટ્રીય કૌશલ્ય કેન્દ્રો સ્થાપવામાં આવશે
    • હવે ગટર સફાઈ માત્ર મશીનો આધારિત જ થશે
    • 7000 કરોડના ખર્ચે ઈ-કોર્ટનો ત્રીજો તબક્કો શરૂ થશે
    • ટોચના શૈક્ષણિક ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ત્રણ સેન્ટર ઑફ એક્સલન્સ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે

     

  • 01 Feb 2023 11:54 AM (IST)

    કેન્દ્રીય બજેટ 2023 : PAN કાર્ડ ઓળખ કાર્ડ તરીકે માન્ય રહેશે

    • KYC અને ITC ભરવાની પ્રક્રિયા સરળ કરવામાં આવશે
    • તો ગરીબો માટે 79000 કરોડ ફાળવવામાં આવ્યા
    • 5G માટે 100 લેબ વિકસાવવામાં આવશે
    • PAN કાર્ડ ઓળખ કાર્ડ તરીકે માન્ય રહેશે
    • ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા માટે 75000 કરોડનું રોકાણ થશે

     

  • 01 Feb 2023 11:47 AM (IST)

    Union Budget Updates : 50 નવા એરપોર્ટ અને હેલિપેડ બનાવવામાં આવશે

    • 50 નવા એરપોર્ટ અને હેલિપેડ બનાવવામાં આવશે
    • ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી
    • શહેરી માળખાકીય વિકાસ ફંડની સ્થાપના કરવામાં આવશે
    • ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 33 ટકા ખર્ચ વધારવામાં આવશે
    • આદિજાતિ મિશન માટે 15 હજાર કરોડ ફાળવવામાં આવશે
    • નેશનલ ડેટા પોલિસી લાવવામાં આવશે
  • 01 Feb 2023 11:43 AM (IST)

    Budget Updates : મહિલાઓના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન

    મહિલાઓના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવશે. સદીઓથી પોતાના હાથે પરંપરાગત કામ કરનારાઓને વિશ્વકર્માના નામથી સંબોધવામાં આવે છે. પ્રથમ વખત તેમના માટે સહાય પેકેજ ફાળવવામાં આવ્યું છે.

     

  • 01 Feb 2023 11:41 AM (IST)

    Union Budget Live Updates : રેલવે માટે 2.4 લાખ કરોડ ફાળવવામાં આવશે

    • અનુસૂચિત જનજાતિ માટે 15000 કરોડ
    • પીએમ આવાસ યોજના માટે 66% ફાળવણી વધશે
    • પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ભંડોળ ઉપલબ્ધ થશે
    • કર્ણાટકમાં દુષ્કાળ માટે 5300 કરોડની ફાળવણી કરવામાં આવશે
    • રેલવે માટે 2.4 લાખ કરોડ આપવામાં આવશે
    • તો 50 નવા એરપોર્ટ બનાવવામાં આવશે
  • 01 Feb 2023 11:38 AM (IST)

    Budget Live Updates : કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે

    નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘અમારો આર્થિક એજન્ડા નાગરિકો માટે તકો ઉપલબ્ધ કરાવવા, વૃદ્ધિ અને રોજગાર સર્જનને વેગ આપવા અને મેક્રો ઇકોનોમિક સ્થિરતાને મજબૂત કરવા પર કેન્દ્રિત છે. કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે.

  • 01 Feb 2023 11:36 AM (IST)

    Union Budget 2023-24 LIVE : ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે

    તો આ સાથે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર વિશેષ ભાર આપવામાં આવશે. તો કૃષિ વર્ધક નિધિ તેમને કૃષિ સ્ટાર્ટઅપ્સ ખોલવા માટે પ્રોત્સાહિત કરવા માટે કૃષિ વર્ધક નિધિ આપવામાં આવશે. તો લોનમાં ખેડુતોને એક વર્ષ માટે છુટ આપવામા આવી છે. તો સાથે નાણા પ્રધાને જણાવ્યું કે, અમે વિશ્વમાં અનાજના સૌથી મોટા ઉત્પાદક અને બીજા સૌથી મોટા નિકાસકાર છીએ.

  • 01 Feb 2023 11:29 AM (IST)

    Union Budget 2023 Live : અનુસુચિત જનજાતિ માટે 1500 કરોડ ફાળવવામાં આવશે

    તો વધુમાં નિર્મલા સીતારમણે અનુસુચિત જનજાતિ માટે 1500 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. તો આદિવાસી બાળકો માટે શાળાઓ ખોલવામાં આવશે.

  • 01 Feb 2023 11:28 AM (IST)

    Union Budget 2023 : આ બજેટ આગળના વર્ષો માટેની બ્લુ પ્રિન્ટ

    તો વધુમાં કેન્દ્રીય પ્રધાન નિર્માલ સીતારમણે કહ્યું કે, દવા ક્ષેત્રમાં ઈનોવેશન કરવામાં આવશે. તો 157 નર્સિંગ કોલેજ ખોલવામાં આવશે અને 157 મેડિકલ કોલેજ પણ ખોલવામાં આવશે.

  • 01 Feb 2023 11:16 AM (IST)

    Union Budget 2023 Live Update : ખેડુતોને ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવશે – નિર્મલા સીતારમણ

    નિર્મલા સીતારમણે કહ્યું કે, 2.2 લાખ કરોડ ની ખેડુતોના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. તો આગામી સમયમાં ખેડુતોને ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવશે તો વિશેષ સહાય પણ આપવામાં આવશે. કપાસ ખેતી માટે PPP મોડેલ પર જોર આપવામાં આવશે. તો મોટુ અનાજ ઉગાવવા માટે 2200 કરોડનું ફંડ આપવામાં આવશે. તો માછીમારો માટે માછલી પાલન યોજના શરૂ કરવામાં આવશે. માછીમારો માટે 6000 કરોડ ફાળવવામાં આવશે.

     

  • 01 Feb 2023 11:15 AM (IST)

    Union Budget 2023 : બજેટમાં અમારી 7 પ્રાથમિકતાઓ 

    નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, PM વિશ્વ કૌશલ વિકાસ યોજના લાવવામાં આવશે. તો આ માટે સહાય પેકેજ પણ ફાળવવામાં આવશે. તો વધુમાં કહ્યું કે, બજેટમાં અમારી 7 પ્રાથમિકતાઓ રહેશે.આ સપ્તઋષિ ની જેમ હશે, જેમાં પ્રથમ પ્રાથમિકતા સૌ નો સાથ સૌનો વિકાસ.

     

     

     

     

  • 01 Feb 2023 11:09 AM (IST)

    બજેટ 2023-24 : UPI ડિજિટલ ક્ષેત્રમાં ક્રાંતિ આવી – નિર્મલા સીતારમણ

    આ સાથે બજેટ સ્પીચમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારતનું અર્થતંત્ર 10 મા નંબરેથી 5મા નંબરે પહોંચ્યુ. 11.7 કોરોડ લોકો માટે શૌચાલય બનાવવામાં આવ્યુ.તો ઉજ્જવલ યોજના અંતર્ગત 9.6 કરોડ ગેસ કનેક્શન આપવામાં આવ્યા. તો સાથે UPI ડિજિટલ ક્ષેત્રમાં ક્રાંતિ આવી હોવાનુ પણ તેમણે જણાવ્યુ. મહિલા સશક્તિકરણ કરી રહ્યા છીએ.

  • 01 Feb 2023 11:07 AM (IST)

    અમૃત કાળનું પ્રથમ બજેટ – નિર્મલા સીતારમણ

    નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા કહ્યું કે, ભારતની સિદ્ધિઓને વિશ્વા વખાણી રહ્યુ છે. કોરોના કાળમાં સરકારે નોંધપાત્ર કામગીરી કરી. આ સમય દરમિયાન કોઈને ભુખ્યા સુવા દીધા નથી. 80 કરોડ લોકોને 28 મહિના સુધી વિના મુલ્યે અનાજ આપવામાં આવ્યુ તો વધુમાં કહ્યું કે,આ અમૃતકાળનું પ્રથમ બજેટ છે.

  • 01 Feb 2023 11:00 AM (IST)

    Union Budget 2023 : બજેટ ગરીબ અને મધ્યમ વર્ગની તરફેણમાં રહેશે – પ્રહલાદ જોશી

    સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે, આ વખતનું બજેટ ગરીબ અને મધ્યમ વર્ગના પક્ષમાં હશે. વધુમાં કહ્યું કે આ બજેટ શ્રેષ્ઠ બજેટ હશે. જોશીએ કહ્યું કે વિશ્વ ભારતના મોડલને સ્વીકારી રહ્યુ છે. ભારત આગળ વધી રહ્યુ છે અને આર્થિક વૃદ્ધિનુ સાક્ષી છે.

  • 01 Feb 2023 10:56 AM (IST)

    Budget 2023-24 Live Updates : બજેટની કોપી સંસદ ભવન લાવવામાં આવી

    બજેટની કોપી હાલ સંસદ ભવન લાવવામાં આવી છે.

  • 01 Feb 2023 10:44 AM (IST)

    Union Budget 2023-24 : નાણામંત્રી થોડીવારમાં બજેટ રજૂ કરશે

    નાણાપ્રધાન નિર્મલા સીતારમણ થોડીવારમાં બજેટ રજૂ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એલપીજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. તેની સાથે જ મોંઘવારીનો સામનો કરવા માટે પગલાં લઈ શકાય છે.

  • 01 Feb 2023 10:36 AM (IST)

    Union Budget Live Updates : કેન્દ્રીય કેબિનેટે બજેટને મંજૂરી આપી

    સંસદ ભવનમાં PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બજેટ 2023ને મંજૂરી આપવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં બજેટ રજૂ કરશે. બજેટની કોપી સંસદમાં લાવવામાં આવી છે.

  • 01 Feb 2023 10:33 AM (IST)

    Budget Session Live Updates : બજેટ પર કેબિનેટ બેઠક શરૂ

    સંસદ ભવનમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, અનુરાગ ઠાકુર અને જી કિશન રેડ્ડી સંસદ પહોંચ્યા. કેન્દ્રીય કેબિનેટની બેઠક ટૂંક સમયમાં અહીં યોજાવા જઈ રહી છે. આ પછી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે.

  • 01 Feb 2023 10:26 AM (IST)

    Union Budget 2023 Live Updates : અમિત શાહ અને રાજનાથ સિંહ સંસદ પહોંચ્યા

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, અનુરાગ ઠાકુર અને જી કિશન રેડ્ડી સંસદ પહોંચ્યા. કેન્દ્રીય કેબિનેટની બેઠક ટૂંક સમયમાં અહીં યોજાવા જઈ રહી છે. આ પછી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે.

  • 01 Feb 2023 10:22 AM (IST)

    Health Sector : આરોગ્ય ક્ષેત્ર માટે થઈ શકે છે મોટી જાહેરાત

    આરોગ્ય ક્ષેત્રને આ બજેટમાં ઘણી આશાઓ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોગ્ય ક્ષેત્રની ફાળવણીમાં 15 ટકા વધારો થવાની સંભાવના છે.

  • 01 Feb 2023 10:19 AM (IST)

    Union Budget 2023 Updates : વડાપ્રધાન મોદી સંસદ ભવન પહોંચ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા છે. થોડીવારમાં કેબિનેટની બેઠક શરૂ થવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સંસદ પહોંચ્યા છે.

  • 01 Feb 2023 10:09 AM (IST)

    Budget 2023 : કિસાન સન્માન નિધિની રકમ વધી શકે છે

    એવું કહેવામાં આવી રહ્યું છે કે કિસાન સન્માન નિધિની રકમ બજેટમાં વધારી શકાય છે. ખેડૂતોને 6 હજારને બદલે 8 હજાર રૂપિયા મળી શકે છે. અને તેનાથી 11 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે.

  • 01 Feb 2023 09:59 AM (IST)

    Union Budget Live : નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા

    નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન છોડીને સંસદ ભવન પહોંચ્યા. થોડીવારમાં કેબિનેટની બેઠક શરૂ થવા જઈ રહી છે. બેઠક બાદ નાણામંત્રી પોતાનું બજેટ રજૂ કરશે.

     

  • 01 Feb 2023 09:57 AM (IST)

    Budget 2023 Live : કરદાતાઓને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ

    કરદાતાઓને બજેટ 2023 થી ઘણી આશાઓ છે. આશા છે કે આ વખતે સરકાર કરદાતાઓને રાહત આપી શકે છે અને રોકાણ વધારવા માટે મોટો નિર્ણય લઈ શકે છે.

  • 01 Feb 2023 09:54 AM (IST)

    Budget 2023 Live : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય બજેટ 2023ને ઔપચારિક મંજૂરી આપી

    કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિ મુર્મુએ કેન્દ્રીય બજેટ 2023ને ઔપચારિક મંજૂરી આપી.

  • 01 Feb 2023 09:45 AM (IST)

    Union Budget Live Updates : નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી

    બજેટ રજૂ કરતા પહેલા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 2023-24નું બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. સીતારમણ સાથે રાજ્યકક્ષાના મંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ, રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

  • 01 Feb 2023 09:31 AM (IST)

    Union Budget Updates : ટેક્સમાં રાહત આપવા મધ્યમ વર્ગની માંગ

    આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કરશે. લોકોનું કહેવુ છે કે, મોંઘવારી અને બેરોજગારી ઘણી વધી ગઈ છે. છેલ્લા 2 વર્ષથી સામાન્ય માણસ પર બોજ વધ્યો છે. 2 વર્ષથી ટેક્સના દરમાં કોઈ ફેરફાર થયો નથી, આ વખતે સામાન્ય માણસને ટેક્સમાં રાહત મળવી જોઈએ.

  • 01 Feb 2023 09:29 AM (IST)

    Union Budget 2023 Live : જીરો એમિશન ગાડીઓ માટે આવી શકે છે નવી સ્કીમ

    કેન્દ્રીય બજેટ 2023માં રોડ નિર્માણ માટે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ મૂડીમાં 20 ટકા સુધીનો વધારો શક્ય છે. રોડ બાંધકામની ફાળવણીમાં 12 થી 15 ટકાનો વધારો શક્ય છે. શૂન્ય ઉત્સર્જન વાહનો માટે નવી સ્કીમ આવી શકે છે.

  • 01 Feb 2023 09:26 AM (IST)

    Budget Speech 2023 : બજેટ સ્પીચ સવારે 11 વાગ્યે શરૂ થશે

    નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પેપરલેસ બજેટ રજૂ કરશે. તે સવારે 11 વાગ્યે ગૃહમાં તેનું 5મું કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરવા જઈ રહી છે. દરમિયાન તેમનું સ્પીચ સવારે 11 વાગ્યે શરૂ થશે.

  • 01 Feb 2023 09:20 AM (IST)

    Union Budget 2023 Live : બજેટ રજૂ થાય તે પહેલા શેરબજારમાં ઉછાળો

    બજેટ 2023 પહેલા શેરબજારમાં તેજી જોવા મળી છે. પ્રી-માર્કેટ ઓપનિંગમાં સેન્સેક્સ 250 પોઈન્ટ ઉછળ્યો છે. નિફ્ટીમાં 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. રૂપિયો 15 પૈસા મજબૂત થયો છે.

  • 01 Feb 2023 09:18 AM (IST)

    Union Budget Live : નાણામંત્રી સીતારમણ બજેટ 2023 લઈને રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા

    નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2023ની નકલ સાથે રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા છે. આ પછી સવારે 10:15 વાગ્યે કેબિનેટની બેઠક, જેમાં બજેટને અંતિમ મંજૂરી આપવામાં આવશે.

  • 01 Feb 2023 08:58 AM (IST)

    Union Budget 2023 LIVE : નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા

    કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા છે. મંત્રી થોડી જ વારમાં અહીંથી નીકળીને ગૃહમાં જશે.મહત્વનું છે કે બજેટ સવારે 11 વાગ્યે લોકસભામાં રજૂ કરવામાં આવશે.

  • 01 Feb 2023 08:53 AM (IST)

    Union Budget 2023-24 : બજેટ પહેલા નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે પૂજા-અર્ચના કરી

    કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલા નાણા રાજ્ય મંત્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડે ભગવાનની પૂજા-અર્ચના કરી. મહત્વનું છે કે, 2024ની સામાન્ય ચૂંટણી પહેલા ભાજપ સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે.

  • 01 Feb 2023 08:33 AM (IST)

    Budget 2023 Live Updates : આર્થિક સર્વેમાં ભારતના વિકાસની ઝલક જોવા મળી

    બજેટના અંતિમ દિવસે આવેલા આર્થિક સર્વેમાં સરકારે ભારતના વિકાસની ઝલક રજૂ કરી હતી. નાણામંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વે મુજબ આ નાણાકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર 8.4 ટકા રહી શકે છે. જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં તે 7.8 ટકા હતો.

  • 01 Feb 2023 08:30 AM (IST)

    Budget 2023 Updates : આત્મનિર્ભર ભારત પર સરકારનું રહેશે ફોકસ

    મોદી સરકારે હંમેશા આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો છે. વડાપ્રધાન મોદીએ ઘણા મોટા પ્લેટફોર્મ પર લોકલ માટે વોકલની વાત પણ કરી છે. જેથી આ બજેટમાં પણ સરકાર આત્મનિર્ભર ભારત પર પોતાનું ફોકસ વધારી શકે છે.

  • 01 Feb 2023 08:28 AM (IST)

    Union Budget : ઈન્દિરા ગાંધી પછી બજેટ રજૂ કરનાર નિર્મલા સીતારમણ બીજા મહિલા બન્યા

    બજેટના ઈતિહાસની વાત કરીએ તો  2019માં ઈન્દિરા ગાંધી પછી બજેટ રજૂ કરનાર નિર્મલા સીતારમણ બીજા મહિલા બન્યા. તો સીતારમણે પરંપરાગત બજેટ બ્રીફકેસ દુર કરી.

  • 01 Feb 2023 08:18 AM (IST)

    Union Budget 2023-24 : રાજકીય દૃષ્ટિકોણથી પણ આ બજેટ મહત્વપૂર્ણ

    કેન્દ્રની મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું આ છેલ્લું સંપૂર્ણ બજેટ છે, તેથી રાજકીય દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વપૂર્ણ બજેટ છે. રોજગાર મોરચે મોટી જાહેરાત થવાની અપેક્ષા છે. નોકરીયાત, મધ્યમ વર્ગ માટે વિશેષ જાહેરાત શક્ય છે. ટેક્સમાં છૂટ આપીને કામદાર વર્ગને આકર્ષવાનો પ્રયાસ થઈ શકે છે.

  • 01 Feb 2023 08:12 AM (IST)

    Union Budget Facts : કેન્દ્રીય બજેટ પહેલા અંગ્રેજીમાં રજુ કરવામાં આવતુ હતુ

    જો બજેટના ઈતિહાસ પર નજર કરશો તો તમેને ખ્યાલ આવશે કે 1955 સુધી બજેટ અંગ્રેજીમાં રજુ કરવામા આવતુ હતુ. જો કે બાદમાં કોંગ્રેસની સરકારે અંગ્રેજી સાથે હિન્દીમાં પણ બજેટ રજુ કરવાની શરૂઆત કરી.

  • 01 Feb 2023 08:05 AM (IST)

    Budget 2023 : બજેટ રજૂ કરતા પહેલા મળશે કેબિનેટની બેઠક

    બજેટ રજૂ કરતા પહેલા સવારે 10:15 વાગ્યે કેબિનેટની બેઠક મળશે, જેમાં બજેટને અંતિમ મંજૂરી આપવામાં આવશે. લોકસભામાં સવારે 11 વાગ્યાથી બજેટ ભાષણ શરૂ થશે. તો બપોરે 3:00 કલાકે નાણામંત્રી નેશનલ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધશે.

  • 01 Feb 2023 07:51 AM (IST)

    Budget Facts : સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ નાણામંત્રી આર.કે. સન્મુખમ ચેટ્ટીએ રજુ કર્યું હતુ

    સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ નાણામંત્રી આર.કે. સન્મુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યુ હતુ. આપને જણાવી દઈએ કે, 1947 થી 1948 સુધી દેશના પ્રથમ નાણાપ્રધાન તરીકે સેવા આપી હતી.

  • 01 Feb 2023 07:41 AM (IST)

    Union Budget Facts : બજેટ રજૂ કરવાનો વિક્રમ પૂર્વ PM મોરારજી દેસાઈના નામે

    આજે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પાંચમી વખત બજેટ રજૂ કરશે. દેશમાં આઝાદીથી અત્યાર સુધીમાં સૌથી વધુ વખતર બજેટ રજૂ કરવાનો વિક્રમ પૂર્વ PM મોરારજી દેસાઈના નામે છે. મોરરાજી દેસાઈએ 1962થી 1969 સુધી 10 બજેટ આપ્યા હતા. તો પી. ચિદમ્બરમે નવ વખત અને પ્રણવ મુખર્જી, યશવંત સિંહાએ 8-8 વખત બજેટ રજૂ કરી ચુક્યા છે.

  • 01 Feb 2023 07:32 AM (IST)

    Union Budget : નરેન્દ્ર મોદી સરકારનું છેલ્લુ પૂર્ણ બજેટ રજૂ થશે

    નરેન્દ્ર મોદી સરકારનું આગામી લોકસભા ચૂંટણી પૂર્વેનું છેલ્લુ પૂર્ણ બજેટ હશે.  આ બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, સામાન્ય વર્ગ, નોકરિયાત, ખેડૂત, ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન આપતી કેટલીક જાહેરાત કરી શકે છે. નિર્મલા સીતારમણના પટારામાંથી પ્રજાને ઢગલાબંધ આશા અને અપેક્ષા છે. જેમાં આવકવેરાની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થાય તેવી શક્યતા છે. તો ઑનલાઈન ગેમિંગ પરના ટેક્સમાં વધારો ઝીંકાઈ શકે છે. દેશના સૌથી મોટા વર્ગ ખેડૂતોને રિઝવવા માટે સરકાર ખેતીના મશીન અને ઉપકરણો પરના ટેક્સમાં છૂટછાટ આપી શકે છે. નિર્મલા સીતારમણ રોજગારી વધે અને સ્ટાર્ટઅપને વધારે પ્રોત્સાહન મળે તેવી યોજનાઓ જાહેર કરે તેવી શક્યતા છે.

    મોદી સરકાર ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા કોઈ મોટી જાહેરાત પણ કરી શકે છે. કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને રોજગારીને ઉત્તેજન આપવા કેટલાક સૂચક પગલા લઈ શકે છે. તો વૈશ્વિક ઉથલ-પાથલ અને યુદ્ધના કારણે મંદીનો માર સહન કરી રહેલા MSME સેક્ટરના ઉદ્યોગોને ઉત્તેજન મળે તે માટે ટેક્સમાં છૂટ કે કોઈ નવી પોલિસીની જાહેરાત થઈ શકે છે.

  • 01 Feb 2023 07:23 AM (IST)

    Union Budget : શું તમે જાણો છો બજેટ શબ્દની ઉત્પતિ ક્યાંથી થઈ ?

    બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ ‘ બુગેટ ‘ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ  ‘નાની બેગ’ થાય છે.

  • 01 Feb 2023 07:14 AM (IST)

    Union Budget 2023 : પગારદાર વર્ગ આ વખતના બજેટમાં ઘણી આશા અને અપેક્ષાઓ સેવી રહ્યો છે

    મહામારી…મોંઘવારી…મંદી… આ ત્રણેય મોરચે એકસાથે લડી રહેલો આમ આદમી તેને રાહત મળે તે માટે મોદી સરકાર પર આશાભરી મીટ માંડીને બેઠો છે. ખાસ કરીને પગારદાર વર્ગ આ વખતના બજેટમાં ઘણી આશા અને અપેક્ષાઓ સેવી રહ્યો છે. નોકરિયાત વર્ગ આ બજેટમાં કર કપાત અને ટેક્સ સ્લેબના દરમાં વધારો થવા સહિત ઘણી મોટી જાહેરાતોની રાહ જોઇ રહ્યો છે. તાજતેરમાં જ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે મધ્યમ વર્ગ પર કોઈ નવા કર લાદવામાં આવશે નહીં અને આગામી બજેટ મધ્યમ વર્ગ માટે અનુકૂળ હશે. નાણાપ્રધાનની આ જાહેરાત પગારદાર વ્યક્તિઓ માટે રાહત લઇને આવે છે કે કેમ તે જોવુ રહ્યું.

  • 01 Feb 2023 07:06 AM (IST)

    Budget 2023 Session Parliament LIVE: તમે જાણો છો કોણે રજૂ કર્યું હતુ શબ્દોરુપી સૌથી ટૂંકું બજેટ

    કેન્દ્ર સરકાર દર વર્ષે અંદાજપત્ર રજૂ કરે છે. અત્યાર સુધીમાં શબ્દ સ્વરૂપે સૌથી ટૂંકુ અંદાજપત્ર રજૂ કરવાનો પણ એક વિક્રમ રચાયો છે. તમે જાણો છો કોણે શબ્દરૂપી ટૂંકુ અંદાજપત્ર સંસદમાં રજૂ કર્યું હતું. 1977માં સૌથી ટૂંકુ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.

  • 01 Feb 2023 06:45 AM (IST)

    Budget 2023 Session Parliament LIVE: બજેટ 2023માં ખેડૂતોથી લઈને નોકરી કરનારાઓ માટે થઈ શકે છે મોટી જાહેરાતો

    નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ રજૂ કરશે. બજેટ રજૂ થાય તે પહેલા દરેક ક્ષેત્રના લોકોને આશા છે કે,  વર્તમાન મોદી સરકાર તેમના વિશે વિચારીને નિર્ણય લેશે અને તેમના માટે જાહેરાત અંદાજપત્રમાં કરવામાં આવશે. ખેડૂતોથી લઈને નોકરી શોધનારાઓ સુધીના લોકોને આશા છે કે, કેન્દ્ર સરકાર તેમને રાહત આપવા માટે કોઈ નવી જાહેરાત કરશે.

Published On - 6:31 am, Wed, 1 February 23