Budget 2023-24 : દેશના વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે ઘણા રેકોર્ડ, જાણો પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી વિશે

|

Feb 01, 2023 | 7:30 AM

Budget 2023-24 : હું પણ મધ્યમ વર્ગમાંથી છું, તેમની મુશ્કેલીઓ સમજું છું તેમ નિર્મળા સીતારમને કહ્યું હતું. સામાન્ય બજેટની રજૂઆત પહેલા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે તેઓ મધ્યમ વર્ગના દબાણને સમજે છે. આ સાથે તેમણે યાદ અપાવ્યું કે વર્તમાન સરકારે મધ્યમ વર્ગ પર કોઈ નવો ટેક્સ લાદ્યો નથી.

Budget 2023-24 : દેશના વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે ઘણા રેકોર્ડ, જાણો પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી વિશે
fm nirmala sitharaman

Follow us on

દેશના વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરીએ બજેટ 2023 રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણ આ વર્ષે મોદી સરકારના બીજા કાર્યકાળનું પાંચમું બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનાર તે બીજી મહિલા છે. તેમના પહેલા ઈન્દિરા ગાંધીએ 1970માં નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું .નિર્મળા  સીતારમણે આ દરમિયાન નાણામંત્રી તરીકે તેમણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. સીતારમણને પ્રથમ પૂર્ણકાલીન મહિલા સંરક્ષણ પ્રધાન બનવાનો દરજ્જો પણ મળ્યો છે.જાણો વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે કયા રેકોર્ડ નોંધાયેલા છે.

પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી

નિર્મલા સીતારમણ ભારતના બીજા મહિલા નાણામંત્રી છે. તે પહેલા ઈન્દિરા ગાંધીએ 1970-71ની વચ્ચે વડાપ્રધાન તરીકે નાણા મંત્રાલય પોતાની પાસે રાખ્યું હતું. નિર્મળા સીતારમણને ભારતની પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. સીતારમણને પ્રથમ પૂર્ણકાલીન મહિલા સંરક્ષણ પ્રધાન બનવાનો દરજ્જો પણ મળ્યો છે.

બ્રીફકેસને બદલે પોટલીમાં બજેટ

વર્ષ 2019માં નિર્મલા સીતારમણ નાણામંત્રી બન્યા કે તરત જ તેમણે બ્રિટિશ યુગથી ચાલી આવતી પરંપરાનો અંત લાવ્યો અને બજેટ પેપર્સ બ્રીફકેસ કે સૂટકેસમાં લાવવાને બદલે લાલ પોટલી લઈને  સંસદ પહોંચ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પેપરલેસ બજેટ

નિર્મલા સીતારમણ પ્રથમ નાણામંત્રી છે જેમણે પહેલું પેપરલેસ બજેટ એટલે કે ડિજિટલ બજેટ રજૂ કર્યું. વર્ષ 2021 માં, કોવિડ પ્રોટોકોલને અનુસરીને, સંપૂર્ણ પેપરલેસ ડિજિટલ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી બજેટની નકલ છાપવાની પરંપરા બંધ થઈ ગઈ છે.

સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ

સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે છે. 2020-21નું બજેટ રજૂ કરતાં 2 કલાક 42 મિનિટનું ભાષણ આપ્યું. તે સમયે, તેણે જુલાઈ 2019 માં કરેલા પોતાના 2 કલાક અને 17 મિનિટ લાંબા ભાષણનો રેકોર્ડ તોડ્યો હતો.

હું પણ મધ્યમ વર્ગમાંથી છું, તેમની મુશ્કેલીઓ સમજું છું : નિર્મળા સીતારમણ

સામાન્ય બજેટની રજૂઆત પહેલા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે તેઓ મધ્યમ વર્ગના દબાણને સમજે છે. આ સાથે તેમણે યાદ અપાવ્યું કે વર્તમાન સરકારે મધ્યમ વર્ગ પર કોઈ નવો ટેક્સ લાદ્યો નથી. એવી અપેક્ષા છે કે સરકાર આ બજેટમાં આવકવેરાની મર્યાદા વધારશે અને મધ્યમ વર્ગના કરદાતાઓ અને અન્ય લોકોને થોડી રાહત આપશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે “હું પણ મધ્યમ વર્ગની છું તેથી હું મધ્યમ વર્ગના દબાણને સમજી શકું છું હું મારી જાતને મધ્યમ વર્ગ માનું છું તેથી હું તે સમજું છું.”

Next Article