Budget 2022: સસ્તા થઈ શકે છે મોબાઈલ ફોન સહીત ઘણા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી શકે છે સરકાર

|

Jan 29, 2022 | 6:01 PM

કેન્દ્ર સરકાર, દેશમાં ઉત્પાદન અને પાર્ટસના સ્થાનિક સોર્સિંગને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ફોનના પાર્ટસ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની મોટી જાહેરાત કરી શકે છે.

Budget 2022: સસ્તા થઈ શકે છે મોબાઈલ ફોન સહીત ઘણા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી શકે છે સરકાર
Electronic gadgets can be cheap after budget

Follow us on

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Minister of Finance) મંગળવારે 1 ફેબ્રુઆરીએ સંસદમાં દેશનું બજેટ (Budget) રજૂ કરશે. નાણાકીય વર્ષ 2022-23 માટે રજૂ થનારા આ બજેટ પાસેથી દેશના તમામ વર્ગોને મોટી અપેક્ષાઓ છે. દેશના સામાન્ય લોકો ઇચ્છે છે કે તેમની આવક વધે અને ખર્ચમાં ઘટાડો થાય. આ દરમિયાન એક સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર આ બજેટમાં ઈલેક્ટ્રોનિક્સને લઈને મોટી જાહેરાત કરી શકે છે. જી હાં, સમાચાર મુજબ કેન્દ્ર સરકાર કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ફોનના પાર્ટસ પર કસ્ટમ ડ્યૂટીમાં સુધારો કરી શકે છે. જો આમ થાય તો ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની સાથે સાથે દેશની સામાન્ય જનતાને પણ વધતી મોંઘવારીમાંથી મોટી રાહત મળી શકે છે. જણાવી દઈએ કે ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીએ કેન્દ્ર સરકારને પાર્ટસ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની અપીલ કરી હતી.

ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ફોનના પાર્ટસ પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો થઈ શકે છે

હિંદુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ મુજબ, બે વ્યક્તિઓએ ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને લઈને સરકારના મૂડ વિશે માહિતી આપી છે. અહેવાલમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકાર, દેશમાં ઉત્પાદન અને પાર્ટસના સ્થાનિક સોર્સિંગને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ફોનના પાર્ટસ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની મોટી જાહેરાત કરી શકે છે.

આ સાથે કસ્ટમ ડ્યુટીની સમગ્ર વ્યવસ્થાને પહેલા કરતા વધુ સરળ બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. જેના કારણે સ્થાનિક ઉત્પાદન સરળ બનશે અને અનુપાલનનું ભારણ ઘટશે. દેશમાં સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર ઓડિયો ગેજેટ્સ અને સ્માર્ટવોચ અને સ્માર્ટ બેન્ડ જેવા પહેરી શકાય તેવા ગેજેટ્સ પરની આયાત ડ્યૂટી ઘટાડવાનું પણ વિચારી રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઈલેક્ટ્રોનિક્સની નિકાસમાં આવશે જબરદસ્ત વૃદ્ધિ

અહેવાલ મુજબ, આ તે નવા ક્ષેત્રોમાંનું એક હોવાની સંભાવના છે જ્યાં સરકાર મોબાઇલ ફોન ઉત્પાદન અને નિકાસમાં સફળતાની તર્જ પર નિકાસને વેગ આપવાની અપેક્ષા રાખે છે. આ સાથે ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ સેક્ટરની નિકાસમાં જબરદસ્ત વધારો થવાની અપેક્ષા છે.

અહેવાલ મુજબ, સરકારની આ યોજના નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં ઇલેક્ટ્રોનિક્સ ઘટકોની નિકાસ વધારીને 8 અબજ ડોલર થવાની અપેક્ષા છે. બીજી બાજુ, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની નિકાસ પણ તે જ સમયે 9 અરબ ડોલરથી લગભગ બમણી થઈને 17.3 અરબ ડોલર થઈ શકે છે.

2026 સુધીમાં ઉત્પાદન 300 અબજ ડોલર થઈ જશે

જણાવી દઈએ કે કેન્દ્રીય રેલ્વે, સંચાર, માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં કહ્યું હતું કે આપણો દેશ ઈલેક્ટ્રોનિક્સ ઘટકોના ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આપણો દેશ મોબાઈલ ફોનના ઉત્પાદન અને નિકાસમાં પણ ઘણી પ્રગતિ કરી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતમાં બેટરી પેક, ચાર્જર, યુએસબી કેબલ, કનેક્ટર્સ, ઇન્ડક્ટિવ કોઇલ, મેગ્નેટિક્સ અને ફ્લેક્સિબલ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ જેવા ઘટકોનું હાલની ક્ષમતા અને નીતિઓ સાથે પણ ઉત્પાદન કરી શકાય છે.

ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ભારતની વર્તમાન ઉત્પાદન ક્ષમતા આશરે 75 અબજ ડોલરની છે, જે નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં વધીને 300 અબજ ડોલર થઈ શકે છે. આ સાથે, આપણો દેશ સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના પાવર હાઉસ તરીકે ઉભરી શકે છે. ભારતની ઘટકોની ઉત્પાદન ક્ષમતા 25 અબજ ડોલર છે, જે વિશ્વના 12 ટકા હીસ્સો છે.

 

આ પણ વાંચો : Budget 2022: બજેટ વિશે લોકો ગૂગલ પર શું કરી રહ્યા છે સર્ચ ? જાણો બજેટ વિશે મહત્વપૂર્ણ બાબતો

Next Article