Budget 2023 : જો તમે રોકાણ કરો છો તો આ બજેટ તમારા ખિસ્સાને આવી રીતે કરશે અસર, જાણો

મોદી સરકારે બજેટમાં કેટલીક એવી જાહેરાતો કરી છે, જેની સીધી અસર રોકાણકારો પર પડશે. ચાલો તમને અસર કરનારી જાહેરાતોને વિગતે સમજીએ.

Budget 2023 : જો તમે રોકાણ કરો છો તો આ બજેટ તમારા ખિસ્સાને આવી રીતે કરશે અસર, જાણો
Budget impact (file photo)
| Edited By: | Updated on: Feb 02, 2023 | 7:06 AM

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં ઈન્કમ ટેક્સમાં છૂટની સાથે તેણે ઘણી મોટી અને મહત્વની જાહેરાતો કરી હતી. મોદી સરકારે બજેટમાં કેટલીક એવી જાહેરાતો પણ કરી છે. જેની સીધી અસર રોકાણકારો પર પડશે. બજેટમાં કરાયેલી જાહેરાત તમારા ખિસ્સા પર મોટી અસર કરશે. ચાલો તેને વિગતવાર સમજીએ.

જીવન વીમા પૉલિસી

જો નવી જીવન વીમા પૉલિસીમાં કુલ પ્રીમિયમ 5 લાખ રૂપિયાથી વધુ છે, તો તેમાં થયેલી આવક ઉપર હવે ટેક્સ લાગશે. જ્યારે, યુલિપ માટે તે પહેલાથી જ રૂ. 2.5 લાખ છે. આની અસર એ થશે કે પરંપરાગત જીવન વીમા પોલિસી તરફ લોકોનો ઝોક 1 એપ્રિલથી ઘટશે. તેથી, તમારે તેને 31 માર્ચ 2023 પહેલા જીવન વીમા પૉલિસી લઈ લેવી જોઈએ.

REITs અથવા InvITs

જેમાં લોનની ચુકવણી સંબંધિત ટેક્સ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે આ ઘટક પર ટેક્સ લાગશે. ઉદાહરણ તરીકે, કેટલાક REITs નોંધપાત્ર આવક ઓફર કરે છે. જેથી આ નિર્ણયથી લોકોને નુકસાન વેઠવું પડશે. આ નકારાત્મક છે. આનાથી REITના ભાવમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે.

બજાર સાથે જોડાયેલા ડિબેન્ચર્સ

હવે માર્કેટ લિન્ક્ડ ડિબેન્ચર્સ (MLD) પર ટૂંકા ગાળાના લાભની જેમ સંપૂર્ણ ટેક્સ લાગશે. અગાઉ, આને લાંબા ગાળાના લાભ તરીકે ગણવામાં આવતા હતા અને તેના પર માત્ર 10 ટકા ટેક્સ લાગતો હતો. બજેટમાં કરાયેલા આ નવા ફેરફારથી MLD ને ઘણું નુકસાન થશે. તે સંપત્તિ અથવા રોકાણ માટે નકારાત્મક છે. MLDs તરફના રોકાણમાં ભારે ઘટાડો થશે.

નવી કર પ્રણાલીનો પ્રચાર

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ તમામ લોકોને નવી ટેક્સ સિસ્ટમમાં આવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે, જો તમે નવી ટેક્સ પ્રણાલીમાં જાવ છો, તો કલમ 80C હેઠળ ઉપલબ્ધ કપાત તમને હવેથી નહી મળે. આ સાથે એવું થશે કે લોકોના હાથમાં પૈસા વધશે. પરંતુ તેમની બચત ઘટશે.

અલ્ટ્રા-એચએનઆઈ માટે ખરાબ સમાચાર

કલમ 54F હેઠળ રૂ. 10 કરોડથી વધુ કેપિટલ ગેઇનનો લાભ નહીં મળે. આનો અર્થ એ છે કે જો તમે કોઈ ઘર કે કંપનીમાં હિસ્સો વેચો છો તો તમે માત્ર 10 કરોડ સુધીનો જ લાભ લઈ શકો છો. પરંતુ તેના માટે તમારે બીજી પ્રોપર્ટીમાં રોકાણ કરવું પડશે. તો જ આ જોગવાઈનો લાભ મળશે. જો કે બજેટની આ જોગવાઈથી નાના રોકાણકારોને કોઈ અસર થશે નહીં.

ઑનલાઇન રમતો રમવી ભારે પડશે

સરકારે બુધવારે ઓનલાઈન ગેમિંગથી જીતેલી કુલ રકમ પર 30 ટકા ટેક્સ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે સરકારે બજેટ 2023માં 10,000 રૂપિયાની વર્તમાન મર્યાદાને નાબૂદ કરવાની પણ જાહેરાત કરી છે. બજેટ 2023-24માં ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) માટે બે નવી જોગવાઈઓ લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેમાં નાણાકીય વર્ષમાં ચૂકવવામાં આવેલી કુલ જીતની રકમ પર 30 ટકા ટેક્સ વસૂલવાની અને TDS વસૂલવા માટે રૂ. 10,000ની હાલની મર્યાદાને દૂર કરવાની જોગવાઈનો સમાવેશ થાય છે.