Mahashivratri 2025 : મહાશિવરાત્રી પર કરો આ મંત્રોની પૂજા, શીઘ્ર મળશે ફળ

શિવમહાપુરાણ અનુસાર શિવ પૂજા માટે શ્રેષ્ઠ અવસર એટલે મહાશિવરાત્રી એ રાત્રીના ચાર પ્રહર ની પૂજાથી જલદી રીઝે છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષ ચેતન પટેલે જણાવે છે શિવ મહાપુરાણમાં જણાવ્યા પ્રમાણે જો શિવ આરાઘના કરાય તો અવશ્ય પૂજા ફળે છે અને ભગવાન શિવ ની ક્રુપા પ્રપ્ત થાય છે.

Mahashivratri 2025 : મહાશિવરાત્રી પર કરો આ મંત્રોની પૂજા, શીઘ્ર મળશે ફળ
Lord Shiva
| Updated on: Feb 19, 2025 | 11:24 AM

શિવમહાપુરાણ અનુસાર શિવ પૂજા માટે શ્રેષ્ઠ અવસર એટલે મહાશિવરાત્રી એ રાત્રીના ચાર પ્રહર ની પૂજાથી જલદી રીઝે છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષ ચેતન પટેલે જણાવે છે શિવ મહાપુરાણમાં જણાવ્યા પ્રમાણે જો શિવ આરાઘના કરાય તો અવશ્ય પૂજા ફળે છે અને ભગવાન શિવ ની ક્રુપા પ્રપ્ત થાય છે , અન્યથા આપડી પૂજા સામાન્ય બની જાય છે.

શિવપુરાણનું તાત્પર્ય સમજીએ તો શિવ ગણ બન્યા સિવાય કરેલી શિવ પૂજા સાર્થક નીવડતી નથી જેથી શિવપુરાણ મુજબ શિવગણ તેજ ગણાય જે આ પાંચ મહાન સામગ્રીના ઉપયોગ થી શિવપૂજા ઉપાસનાં કરે છે

જેથી શિવપુરાણ કહે છે કે જે ભક્ત રુદ્રાક્ષ ધારણ કરી કપાળ પર ભસ્મનું ત્રિપુંડ કરી શિવલિંગ પર જળાભિષેક કરી બિલ પત્ર અર્પણ કરી, શિવ પંચાક્ષરી કે મહામૃત્યુંજય મંત્રથી શિવનું પૂજન અર્ચન કરે છે તે જ સાચો શિવ ગણ બને છે અને તેની જ પૂજા સાર્થક નીવડે છે માટે આ જ રીતે પવિત્ર દરમિયાન શિવ પૂજન કરવું જોઈએ .

ભક્તો શિવપુરાણ અનુસાર શિવની અન્ય પ્રિય સામગ્ર નું પણ ધ્યાન રાખી શિવને પ્રસન્ન કરી શકાય છે,ભાગવાન શિવને કમળના લાલ ફુલ, આંકડાના ફુલ અને ધતૂરો ભસ્મ અને ચંદન અતિ પ્રિય છે. તેમજ બિલ્વ પત્ર ગાયના દૂધ, જળ અને ફળોના રસનો અભિષેક,તેમજ અક્ષત ગાયનું ઘી મધ અને કાળા તલ અને કપૂર ધૂપ પણ અતિ પ્રિય છે ,ઉપરોક્ત સામગ્રીથી મહા શિવરાત્રિ એ ભગવાન શિવની ઉપાસના કરવાથી શીઘ્ર અને શ્રેષ્ઠ ફળ ની પ્રાપ્તિ થાય છે,મહાશિવરાત્રી પરિયંત ઉપવાસ વ્રત કરવાથી થી શ્રેષ્ઠ ઉપાસાના થાય છે.

આ મંત્રો થી તુરંત પ્રસન્ન થાય છે મહાદેવ

1. ૐ નમઃ શિવાય

2. ૐ ત્રયમ્‍બકં યજામહે ।
સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।
મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

શ્રાવણ માસમાં શિવપુરાણ નું પઠન મનન ચિંતન અતિ દૂર્લભ શુભ ફળ આપે છે તેમજ શિવ મહિમ્ન સ્તોત્ર, રુદ્રાભિષેક ,શિવ ચાલીસા લઘુરુદ્ર કે મહારુદ્ર કરવાથી પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે ,ભગવાન શિવની સાધના ત્રણ પ્રકારે કરાય છે. હોમાત્મક પાઠાત્મક અને અભિષેકાત્મક તેમાં ભગવાન શિવની સૌથી પ્રિય અભિષેકાત્મક સાધના છે.જે ભક્તો શ્રવણ માસમાં ભગવાન શિવની ઉપાસના આ રીતે કરેછે તેમના એનેક પાપો નષ્ટ થાય છે રોગ શત્રુ થી રક્ષણ થાય છે સુખ સમૃદ્ધિ અને સંતતિ ની પ્રાપ્તિ થાય છે.

Published On - 11:20 am, Wed, 19 February 25