Bhakti : શનિ જયંતીએ આ રીતે કરો શનિપૂજા, શનિદેવ હરશે પનોતીની પીડા !

|

May 29, 2022 | 8:49 AM

આ વર્ષે શનિજયંતીના (Shanijayanti) શુભ અવસરે ખાસ સંયોગ બની રહ્યો છે. તે સાથે જ શનિદેવ પણ તેમની કુંભ રાશિમાં જ હશે. અને એટલે જ આ દિવસની શનિપૂજા શ્રેષ્ઠતમ ફળ પ્રદાન કરનારી મનાઈ રહી છે.

Bhakti : શનિ જયંતીએ આ રીતે કરો શનિપૂજા, શનિદેવ હરશે પનોતીની પીડા !
Lord Shani

Follow us on

શનિદેવ (Shanidev) ન્યાયના દેવતા છે. શનિદેવ મનુષ્યોને તેમના કર્મો પ્રમાણે ફળ પ્રદાન કરે છે. કર્મફળદાતા શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા શનિ જયંતીને (Shanijayanti) ખાસ દિવસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે વિધિવત્ રીતે શનિ મહારાજની પૂજા કરવાથી કુંડળીમાં (Kundali) રહેલ શનિદોષ (Shanidosh), શનિ પનોતી, સાડાસાતીથી છુટકારો મળે છે. સાથે જ શનિદેવની કૃપા થવાથી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. વળી, આ વર્ષે શનિજયંતીના શુભ અવસરે ખાસ સંયોગ બની રહ્યો છે. તે સાથે જ શનિદેવ પણ તેમની કુંભ રાશિમાં જ હશે. તો ચાલો, આજે આપણે એ જાણીએ કે આ દિવસે કઇ રીતે વિશેષ પૂજા પાઠ કરીને શનિદેવને રિઝવી શકાશે અને કઇ પૂજાવિધિ દ્વારા શનિદેવની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરી શકાશે.

શનિ જયંતીએ મહાસંયોગ

આ વખતે શનિ જયંતીનો દિવસ ખૂબ ખાસ છે. કારણ કે શનિ જયંતીની સાથે સોમવતી અમાસનો પણ શુભ સંયોગ સર્જાયો છે. આ સાથે શનિદેવ તેમની કુંભ રાશિમાં રહેશે. તેની સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. અને એટલે જ આ દિવસની શનિપૂજા શ્રેષ્ઠતમ ફળ પ્રદાન કરનારી મનાઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ફળદાયી પૂજાવિધિ

⦁ અમાસની તિથિએ બ્રહ્મ મૂહુર્તમાં ઉઠી સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરવા.

⦁ શનિદેવનું સ્મરણ કરતા વ્રત કરવાનો સંકલ્પ લેવો.

⦁ એક બાજઠ કે પાટલો લઇ તેને સ્વચ્છ કરી, ઉપર નવું જ કાળા રંગનું વસ્ત્ર પાથરો.

⦁ આ બાજઠ પર શનિદેવની પ્રતિમા કે ચિત્ર મૂકો. જો તે ન હોય તો પ્રતિક રૂપે સોપારીની સ્થાપના કરો.

⦁ તેને પંચદ્રવ્ય અને પંચામૃત વડે સ્નાન કરાવો.

⦁ પ્રભુને સિંદૂર, કુમકુમ, કાજલ લગાવીને નીલા (જાંબલી કે વાદળી) રંગના પુષ્પ અર્પણ કરો.

⦁ શ્રીફળ સહિત બીજા ફળ અર્પણ કરો.

⦁ જો ઇચ્છા હોય તો શનિદેવને સરસવનું તેલ અને તલ પણ અર્પણ કરી શકાય છે.

⦁ ત્યારબાદ દીવો પ્રગટાવીને શનિદેવનું ધ્યાન ધરવું.

⦁ શનિચાલીસાના પાઠ તેમજ શનિ મંત્રોનો જાપ યથાશક્તિ કરવો.

⦁ અંતમાં શનિદેવની આરતી ઉતારવી. સાથે જ પૂજા દરમ્યાન કોઇ ભૂલચૂક થઇ હોય તો તેમની ક્ષમા માંગવી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article