ચૈત્રી નવરાત્રીમાં આ રીતે કરો નવદુર્ગાની ઉપાસના, ઘરમાં સુખ-સમૃદ્ધિનું થશે આગમન

|

Mar 14, 2023 | 6:22 AM

નવરાત્રીની (Navratri) પૂજા દરમ્યાન લાલ રંગના ઉનના આસન પર બેસવું જોઇએ. જો આપની પાસે લાલ રંગનું આસન ન હોય તો કામળો લો અને તેની ઉપર લાલ રંગનું બીજુ કપડું પાથરીને, તેના પર બેસીને પૂજા કરવી જોઇએ !

ચૈત્રી નવરાત્રીમાં આ રીતે કરો નવદુર્ગાની ઉપાસના, ઘરમાં સુખ-સમૃદ્ધિનું થશે આગમન

Follow us on

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. નવરાત્રી પર પૂરા નવ દિવસ સુધી માતા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. આ વખતે ચૈત્રી નવરાત્રી 22 માર્ચ 2023, બુધવારથી શરૂ થશે. માન્યતા અનુસાર નવરાત્રીનું વ્રત રાખીને પૂર્ણ શ્રદ્ધા સાથે માતા દુર્ગાની પૂજા-અર્ચના કરવાથી માતા પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે. સાથે જ ભક્તોની દરેક મનોકામનાની પૂર્તિ કરે છે. નવરાત્રીના દિવસોમાં લોકો પોતાના ઘરમાં માતાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે અને ઘરમાં અખંડ જ્યોત પણ પ્રજવલિત રાખે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસોમાં કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે સુખ-સમૃદ્ધિના આશિષની પણ પ્રાપ્તિ કરી શકો છો. આવો, તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.

જ્યોતિષ શાસ્ત્રમાં નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતા દુર્ગાની વિશેષ કૃપા મેળવવા માટે વિશેષ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ એ ઉપાયો છે કે જે જીવમાત્રના કષ્ટોનું તો શમન કરે જ છે, સાથે જ તેના અનુસરણથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનું પણ આગમન થાય છે.

સરળ ઉપાયથી સુખ-સમૃદ્ધિના આશીર્વાદ !

⦁ ચૈત્રી નવરાત્રીમાં માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ મેળવવા માટે નવ દિવસ સુધી માતા દુર્ગાનું વ્રત રાખવામાં આવે છે. જો તમે નવ દિવસ સુધી વ્રત ન કરી શકો તો પહેલું, ચોથું અને આઠમું નોરતું જરૂરથી કરવું જોઈએ. એટલે કે પહેલાં, ચોથા અને આઠમા નોરતે ઉપવાસ જરૂરથી કરવો જોઈએ.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

⦁ નવરાત્રીમાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે પહેલા દિવસે પૂજા સ્થળ પર માતા દુર્ગા, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરવી જોઇએ અને પછી તેમની પૂજા-અર્ચના કરવી જોઇએ. તેનાથી દેવીના ત્રણેય રૂપના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

⦁ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ અકબંધ રાખવા માટે નવરાત્રીના નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રજવલિત રાખવી જોઇએ. તેમજ પૂજા સમયે “ૐ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ” મંત્રનો જાપ કરવો જોઇએ.

⦁ નવરાત્રીના દિવસોમાં દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરવો. જો સંપૂર્ણ પાઠ ન કરી શકો તો દુર્ગા સપ્તશતી કવચ, કીલક અને અર્ગલા સ્ત્રોતનો પાઠ જરૂરથી કરવો જોઇએ. માન્યતા અનુસાર આ કરવાથી માતા દુર્ગાના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

⦁ નવરાત્રીની પૂજા દરમ્યાન લાલ રંગના ઉનના આસન પર બેસવું જોઇએ. જો આપની પાસે લાલ રંગનું આસન ન હોય તો કામળો લો અને તેની ઉપર લાલ રંગનું બીજુ કપડું પાથરીને, તેના પર બેસીને પૂજા કરવી જોઇએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article