Bhakti: શિવને પતિ તરીકે પામવા દેવી પાર્વતીએ ક્યાં કરી હતી દુષ્કર તપસ્યા ?

|

Jul 19, 2021 | 9:56 AM

ભોળાનાથ તરીકે પ્રસિદ્ધ અને ઝડપથી રીઝનારા મનાતા મહાદેવે અહીં જ માતા પાર્વતીની આકરી પરીક્ષા લીધી હતી ! અને દેવીને વરદાન દેવામાં પૂરાં ત્રણ હજાર વર્ષ રાહ જોવડાવી હતી !

Bhakti: શિવને પતિ તરીકે પામવા દેવી પાર્વતીએ ક્યાં કરી હતી દુષ્કર તપસ્યા ?
બિલ્કેશ્વર બન્યું મહાદેવની લીલાનું સાક્ષી !

Follow us on

ગૌરી વ્રત (VRAT) તેમજ જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આમ તો બધાં જ એ વાત જાણે છે કે સૃષ્ટિમાં સર્વ પ્રથમ આ વ્રત દેવી પાર્વતીએ જ કર્યા હતા ! અને આ વ્રતના પ્રભાવે જ દેવીએ દેવાધિદેવ મહાદેવને પતિના રૂપમાં પ્રાપ્ત કર્યા હતા. પણ, શું તમને એ ખબર છે કે દેવી પાર્વતીએ આ વ્રત કઈ ભૂમિ પર કર્યા હતા ? આવો, આજે એ જ પાવનકારી ભૂમિ વિશે વાત કરીએ.

હરિદ્વાર એ તો દેવભૂમિ તરીકે ખ્યાત છે. ‘હરિદ્વાર’ એ ‘હરદ્વાર’ના નામે પણ પ્રસિદ્ધ છે. અને તેના નામની જેમ જ તે સ્વયં દેવાધિદેવ મહાદેવની લીલાભૂમિ રહ્યું છે. ત્યારે મહેશ્વરની એક આવી જ લીલાનું સાક્ષી બન્યું છે અહીં આવેલું બિલ્વકેશ્વર મહાદેવનું મંદિર. ‘બિલ્વકેશ્વર’ મહાદેવનું મંદિર એ ‘બિલ્કેશ્વર’ના નામે પણ પ્રસિદ્ધ છે. કહે છે કે ભોળાનાથ તરીકે પ્રસિદ્ધ અને ઝડપથી રીઝનારા મનાતા મહાદેવે અહીં જ માતા પાર્વતીની આકરી પરીક્ષા લીધી હતી ! અને દેવીને વરદાન દેવામાં પૂરાં ત્રણ હજાર વર્ષ રાહ જોવડાવી હતી !

આ સમગ્ર વિસ્તાર બિલ્વના વૃક્ષોથી ઘેરાયેલો છે. દંતકથા એવી છે કે પૂર્વે અહીં બિલ્વવૃક્ષોનું જ ગાઢ જંગલ હતું. અને મહાદેવને પતિ તરીકે પામવા માતા પાર્વતીએ આ જ બિલ્વવનમાં ત્રણ હજાર વર્ષ તપસ્યા કરી હતી. પહેલાં અન્ન, પછી ફળ અને અંતે પર્ણનો પણ ત્યાગ કરી દેવી સતત તપસ્યામાં રત રહ્યા. દેવીએ તેમના તપને વધુને વધુ દુષ્કર બનાવ્યું. અને આખરે, ત્રણ હજાર વર્ષ બાદ મહાદેવનું હૃદય પીગળ્યું. દેવીની તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવ અહીં બિલ્વવન મધ્યે પ્રગટ થયા. અને દેવીને મનોવાંચ્છિત વરનું વરદાન આપ્યું.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

બીલીના વૃક્ષો મધ્યે પ્રગટ થયા હોઈ, મહાદેવ અહીં બિલ્વકેશ્વરના નામે પ્રસિદ્ધ થયા. અહીં મંદિરમાં બિલ્વના એક વૃક્ષ નીચે પ્રભુનું શિવલિંગ પ્રસ્થાપિત છે. તો, બીલીવૃક્ષના સાનિધ્યે જ દેવી પાર્વતી વિદ્યમાન છે. આ સાથે જ ગૌરીનંદન ગણેશ અને કુમાર કાર્તિકેયજી પણ અહીં ભક્તોને દર્શન આપી રહ્યા છે. એટલે કે એક જ સ્થાન પર શ્રદ્ધાળુઓને સમગ્ર શિવ પરિવારના આશીર્વાદની પ્રાપ્તિ થઈ રહી છે.

કહે છે કે બિલ્કેશ્વરના તો દર્શન માત્ર ભક્તોના સર્વ સંતાપોનું શમન કરી દે છે અને તેમના મનોરથોને સિદ્ધ કરી પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે.

આ પણ વાંચોઃ ચાર્તુમાસમાં ભગવાન વિષ્ણુ નિદ્રામાં કેમ જાય છે ? જાણો રહસ્ય

Next Article