Vasant Panchami 2021: ક્યારે છે વસંત પંચમી? જાણો મા સરસ્વતીની પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ

|

Jan 19, 2021 | 1:38 PM

વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા-અર્ચના સાથે કરવામાં આવે છે. Vasant Panchami ના દિવસે નવું કાર્ય શરૂ કરવું શુભ માનવામાં આવે છે.

Vasant Panchami 2021: ક્યારે છે વસંત પંચમી? જાણો મા સરસ્વતીની પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ
Vasant Panchami-2021

Follow us on

Vasant Panchami 2021: મહા મહિનાના શુક્લ પક્ષના પાંચમા દિવસે વસંત પંચમીનો તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે મા સરસ્વતીનો જન્મ આ દિવસે થયો હતો. Vasant Panchami ના  દિવસ સાથે વસંતની શરૂઆત થાય છે. Vasant Panchami ના દિવસે માતા સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. વસંત પંચમીના દિવસે નવું કાર્ય શરૂ કરવું શુભ માનવામાં આવે છે. આ વર્ષે, વસંત પંચમી 16 ફેબ્રુઆરી 2021 (મંગળવાર) ના રોજ છે. આ દિવસને શ્રી પંચમી અથવા સરસ્વતી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપાસનાનો શુભ સમય, મહત્વ અને માન્યતા જાણો.

વસંત પંચમી 2021 શુભ સમય
પંચમી તિથિ 16 ફેબ્રુઆરીએ સવારે 03:36 વાગ્યે શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે 17 ફેબ્રુઆરીએ સવારે 5:30 વાગ્યે સમાપ્ત થશે. આવા સંજોગોમાં, પંચમી તિથિ 16 ફેબ્રુઆરીએ પૂર્ણ દિવસ રહેશે. આ વર્ષે વસંત પંચમી પર મા સરસ્વતીની પૂજા કરવાનો શુભ સમય લગભગ સાડા પાંચ કલાકનો રહેશે. નવી દિલ્હીમાં પૂજા મુહૂર્ત 16 ફેબ્રુઆરીની સવારે 06: 59 થી બપોરે 12: 35 સુધી છે.

મા સરસ્વતી

વસંત પંચમી પૂજા પદ્ધતિ
1. મા સરસ્વતીની મૂર્તિને પીળા વસ્ત્રો અર્પણ કરો.
2. રોલી, ચંદન, હળદર, કેસર, ચંદન, પીળા કે સફેદ ફૂલો, પીળી મીઠાઈ અને ચોખા અર્પણ કરો.
3. પૂજા સ્થળે વાદ્ય અને પુસ્તકો અર્પણ કરો.
4. માતા સરસ્વતીની વંદના વાંચો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વસંત પંચમીનું મહત્વ
વસંત પંચમીનો દિવસ જ્ઞાન અને શિક્ષણ સાથે જોડાયેલો છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી તેના આશીર્વાદ મળે છે.

 

આ પણ વાંચો: PNB ખાતાધારક માટે મોટી ખબર, 1 February થી પૈસા ઉપાડવામાં આવશે મોટો બદલાવ

Published On - 1:35 pm, Tue, 19 January 21

Next Article