12 JUNE PANCHANG: આજે અભિજીત મુહૂર્ત ક્યારે છે ? જાણો 12 જૂન, સોમવારના પંચાંગ અનુસાર ક્યારે છે રાહુકાળ ?

કોઈપણ કાર્ય કરવા માટે અભિજીત મુહૂર્ત (Abhijit Muhurta) અત્યંત શ્રેષ્ઠ મનાય છે. એક માન્યતા અનુસાર આ અભિજીત મુહૂર્ત દરમિયાન દેવતાઓ સ્વર્ગમાંથી અમૃતની વર્ષા કરતા હોય છે. એટલે આ સમય દરમિયાન કરવામાં આવતા કાર્યો સફળ થાય છે.

12 JUNE PANCHANG: આજે અભિજીત મુહૂર્ત ક્યારે છે ? જાણો 12 જૂન, સોમવારના પંચાંગ અનુસાર ક્યારે છે રાહુકાળ ?
| Edited By: | Updated on: Jun 12, 2023 | 6:11 AM

આજે 12 જૂન, 2023 સોમવારનો દિવસ છે. પણ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર, નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી રહી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થતી હોય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજના દિવસનું શું મહત્વ છે !

ગુજરાતી પંચાંગ

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ની જેઠ માસના કૃષ્ણ પક્ષની નોમની તિથિ છે. જે સવારે 10:35 સુધી રહેશે. ત્યારબાદ દશમનો પ્રારંભ થશે. આજે વાર છે સોમવાર. આજનો યોગ છે આયુષ્યમાન. નક્ષત્ર છે ઉત્તરા ભાદ્રપદા. અને કરણ છે વણિજ.

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 05:55 કલાકે

સૂર્યાસ્ત:- 07:24 કલાકે

આજની રાશિ

આજે ચંદ્રમાં મીન રાશિમાં જ રહેશે. જે અનુસાર આજની ચંદ્ર રાશિ છે મીન રાશિ. આ મીન રાશિના નામાક્ષર છે (દ, ચ, ઝ, થ). એટલે કે આજે જન્મેલા બાળકોના નામ આપ આ અક્ષરો પરથી રાખી શકશો.

અભિજીત મુહૂર્ત

આજે, 12 જૂન, સોમવારના રોજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:12 થી 01:07 સુધી પ્રાપ્ત થઈ રહ્યું છે. કોઈપણ કાર્ય કરવા માટે આ અભિજીત મુહૂર્ત અત્યંત શ્રેષ્ઠ મનાય છે. એક માન્યતા અનુસાર આ અભિજીત મુહૂર્ત દરમિયાન દેવતાઓ સ્વર્ગમાંથી અમૃતની વર્ષા કરતા હોય છે. એટલે આ સમય દરમિયાન કરવામાં આવતા કાર્યો સફળ થાય છે અને વ્યક્તિને વિજયની પ્રાપ્તિ થાય છે.

રાહુ કાળ

આજે રાહુ કાળ સવારે જ છે. જે સવારે 07:07 થી 08:51 સુધી રહેશે. ઉલ્લેખનિય છે કે રાહુ કાળ એ અશુભ કાળ મનાય છે. આ એ સમય હોય છે કે જે સમય દરમિયાન કોઈપણ શુભ કાર્યનો પ્રારંભ કરવામાં નથી આવતો. માન્યતા અનુસાર આ કાળમાં કાર્ય કરવાથી તેનું શુભ ફળ પ્રાપ્ત નથી થતું. તો, આજે આ સમય ખાસ ધ્યાનમાં રાખવો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Follow Us
Loading...
Unable to load recommendations.