Tulsi Mala: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે તુલસી માળા? જાણો તુલસી માળાથી મંત્રજાપની મહત્તા

|

Dec 24, 2021 | 9:40 AM

તુલસી માળા અત્યંત પવિત્ર અને ખૂબ જ લાભદાયી મનાય છે. આ માળા વિધિવત રીતે ઘરમાં આવે અને ત્યારબાદ તેને સિદ્ધ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. એટલું જ નહીં, એ ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે કે તુલસી માળાથી કોના-કોના જાપ કરી શકાય ?

Tulsi Mala: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે તુલસી માળા? જાણો તુલસી માળાથી મંત્રજાપની મહત્તા
તુલસી માળા

Follow us on

એક નાનકડાં મંત્રમાં (mantra) પણ દુર્ભાગ્યને ભાગ્યમાં બદલવાની શક્તિ રહેલી હોય છે. અને કહે છે કે મંત્રની આ જ શક્તિ ત્યારે અનેકગણી વધી જાય છે, કે જ્યારે માળા (mala) દ્વારા તેનો જાપ કરવામાં આવે ! કારણ કે મંત્રજાપ માળાની મદદથી જ વધુ સરળ થઈ શકે છે ! મંત્રજાપ માટે માળાનો ઉપયોગ એટલાં માટે કરવામાં આવે છે, કે જેથી મંત્રની સંખ્યામાં કોઈ ભૂલ ન પડે ! અને મંત્રજાપની સંખ્યાનો ક્રમ પૂર્ણપણે સચવાયેલો રહે. પણ, મંત્રજાપ માટેની આ માળાને પસંદ કરતી વખતે પણ, કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ત્યારે આવો, આજે તુલસીની માળા (Tulsi Mala) વિશે વાત કરીએ.

તુલસી માળા અત્યંત પવિત્ર અને ખૂબ જ લાભદાયી મનાય છે. એટલે ઘણાં ભક્તો તુલસી માળા ઘરે લઈ આવે છે. અને તેનાથી વિવિધ મંત્રનો જાપ કરવા લાગે છે. પરંતુ, આ માળાની ખરીદી કરવી જ પૂરતી નથી. આ માળા વિધિવત રીતે ઘરમાં આવે અને ત્યારબાદ તેને સિદ્ધ કરવામાં આવે તે પણ જરૂરી છે. એટલું જ નહીં, એ ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે કે તુલસી માળાથી કોના-કોના જાપ કરી શકાય. જેમ કે તુલસી માળાથી શિવજી, ગણેશજી કે લક્ષ્મીજી સંબંધી જાપ ન કરી શકાય. વાસ્તવમાં તો તુલસી માળા એ શ્રીવિષ્ણુ સંબંધી મંત્રોના જાપ માટે ફળદાયી બની રહે છે.

શ્રીનારાયણને જેમ તુલસીપત્ર અત્યંત પ્રિય છે, તે જ રીતે તેમને તો તુલસીની માળા પણ એટલી જ પ્રિય છે. અને એટલે જ શ્રીહરિ સંબંધી મંત્રોના જાપ માટે તુલસી માળાનો ઉપયોગ કરવો લાભદાયી બની રહે છે. એ જ રીતે વિષ્ણુ અવતાર જેમ કે, શ્રીરામ અને શ્રીકૃષ્ણ સંબંધી મંત્રોના જાપ માટે પણ તુલસી માળાનો પ્રયોગ કરવો ફળદાયી બની રહે છે. તો, ગાયત્રી મંત્રના જાપ માટે પણ તુલસી માળા જ શુભદાયી મનાય છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

માળાને કેવી રીતે કરશો સિદ્ધ ?
⦁ તુલસી માળાની ખરીદી સોમવાર કે મંગળવારના રોજ શુભ તિથિએ કરવી જોઈએ.
⦁ માળાની ખરીદી બાદ તેને ગંગાજળથી શુદ્ધ કરી પંચોપચારથી તેની પૂજા કરવી જોઈએ.
⦁ માળાને ગુલાબી રંગના કે આછા પીળા રંગના પુષ્પ અર્પણ કરવા.
⦁ ગુલાબી રંગના આસન પર બેસી તુલસીની માળાથી મંત્રજાપ કરવો. આ પ્રયોગથી વિશેષ લાભની પ્રાપ્તિ થશે.
⦁ ઉલ્લેખનીય છે કે મંત્રજાપ બાદ તુલસીમાળાને હંમેશા ગુલાબી રંગના વસ્ત્રથી ઢાંકી રાખવી.

તુલસી માળાના લાભ
⦁ તુલસી માળા દ્વારા મંત્રજાપથી ઘરની અશાંતિ દૂર થાય છે.
⦁ પારિવારિક સુખ, શાંતિની પ્રાપ્તિ થાય છે.
⦁ તુલસી માળા દ્વારા મંત્રજાપથી વ્યક્તિની કલા સંબંધી ક્ષેત્રે પ્રગતિ થાય છે.
⦁ માન્યતા અનુસાર તુલસી માળા વિકારોથી મુક્તિ અપાવી ગળા સંબંધી બીમારીઓનો પણ નાશ કરી દે છે !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ સૌભાગ્ય અને સમૃદ્ધિના આશિષ પ્રદાન કરશે સ્ફટિકની માળા, જાણો માળાને સિદ્ધ કરવાની રીત

આ પણ વાંચોઃ રુદ્રાક્ષની માળા ઘરમાં લાવતા પહેલાં રાખો આ ખાસ વાતનું ધ્યાન, તો જ પ્રાપ્ત થશે મહાદેવના આશીર્વાદ

Next Article