રામ ભક્તોએ જાણવા જેવુ : શું છે રામાનંદી વિધિ? જેના દ્વારા કરવામાં આવશે રામલલાની પૂજા, જાણો કેવી રીતે થઈ શરૂઆત

અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પૂજા કરવાની પ્રાચીન પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે. રામજન્મભૂમિ પર પૂજા કરવાની આ પરંપરા રામાનંદી પરંપરા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાની પૂજા એ જ પરંપરાથી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ શું છે રામનંદી પરંપરા અને ભગવાન રામની પૂજાના નિયમો. 

રામ ભક્તોએ જાણવા જેવુ : શું છે રામાનંદી વિધિ? જેના દ્વારા કરવામાં આવશે રામલલાની પૂજા, જાણો કેવી રીતે થઈ શરૂઆત
| Updated on: Jan 21, 2024 | 10:05 PM

22મી જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનું સંપૂર્ણ વિધિ-વિધાન સાથે આયોજન કરવામાં આવશે. આ દિવસે, ધાર્મિક વિધિઓ સાથે, ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે, ત્યારબાદ તમામ ભક્તો રામલલાના દર્શન કરી શકશે. રામ મંદિરમાં વિશેષ પરંપરા સાથે રામલલાની પૂજા કરવામાં આવશે જેને રામાનંદી પરંપરા કહેવામાં આવે છે.

અયોધ્યા રામ મંદિરને ચલાવવાનું કામ પણ રામાનંદી સંપ્રદાયને સોંપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ શું છે રામાનંદી પરંપરા અને રામલલા પૂજાના નિયમો શું છે.

શું છે રામાનંદી પરંપરા?

રામાનંદી સંપ્રદાયની સ્થાપના 15મી સદીમાં જાતિવાદ દૂર કરવા અને ભક્તિ વધારવા માટે કરવામાં આવી હતી. આ સંપ્રદાયના લોકો દેશભરમાં ફેલાયેલા છે. હાલમાં જ આ સંપ્રદાય અયોધ્યા રામ મંદિરને લઈને ચર્ચામાં આવ્યો હતો કારણ કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ રીતે રામલલ્લાની પૂજા કરવામાં આવશે.

રામાનંદી પરંપરા એ વૈષ્ણવ પરંપરા છે જેની સ્થાપના સ્વામી રામાનંદાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. આ પરંપરામાં ભગવાન શ્રી રામને દેવતા માનવામાં આવે છે. અયોધ્યાના મોટાભાગના મંદિરોમાં આ પરંપરા મુજબ પૂજા કરવામાં આવે છે. આ સંપ્રદાયના લોકો પોતાને ભગવાન રામના પુત્ર લવ અને કુશના વંશજ માને છે.

ભગવાન રામ સાથે રામાનંદી પરંપરાનો શું છે સંબંધ?

એવું માનવામાં આવે છે કે રામાનંદી સંપ્રદાયની શરૂઆત ભગવાન શ્રી રામથી થઈ હતી. આ સંપ્રદાય હિંદુઓના સૌથી મોટા સંપ્રદાયોમાંનો એક માનવામાં આવે છે. આ સંપ્રદાયના લોકો શુદ્ધ શાકાહારી છે અને રામાનંદના વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને અનુસરે છે. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત કહે છે કે આપણે બધા ભગવાનના અંશ છીએ અને તમામ જીવોના જન્મનો હેતુ ભગવાનને પ્રાપ્ત કરવાનો છે. આ સિદ્ધાંતમાં, ભગવાનને પ્રાપ્ત કરવા માટે બે બાબતો જરૂરી માનવામાં આવે છે, જે અહંકારનો ત્યાગ અને ભગવાન પ્રત્યે સમર્પણ છે.

રામાનંદી પરંપરા મુજબ રામલલાની પૂજા કરવામાં આવશે

રામનંદી પરંપરાએ ભારતીય સંસ્કૃતિ અને સમાજને ઘણી રીતે પ્રભાવિત કર્યા છે. આ પરંપરાએ સમાજના દરેક વર્ગમાં રામની ભક્તિ અને આસ્થાનો પ્રવાહ ફેલાવ્યો છે. આ પરંપરામાં સમાનતા અને ભક્તિના મૂલ્યોને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. રામાનંદી પરંપરા હેઠળ રામલલાની પૂજા દરમિયાન તેમના બાળપણનું ધ્યાન રાખવામાં આવશે અને તેમને બાળકની જેમ ઉછેરવામાં આવશે.

Published On - 10:03 pm, Sun, 21 January 24