Vastu Tips : ચાંદીના હાથીની મૂર્તિ ઘરમાં રાખવી શુભ મનાય છે, તેનાથી આવશે સુખ-સમૃદ્ધિ

|

Jul 21, 2022 | 2:53 PM

Vastu Tips : ચાંદી અને હાથી બંને નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મકતા વધારે છે. ચાંદીથી બનેલો હાથી જ્યોતિષ અને વાતુ (Vatu)ની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. હાથીની મૂર્તિ રાખવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

Vastu Tips : ચાંદીના હાથીની મૂર્તિ ઘરમાં રાખવી શુભ મનાય છે, તેનાથી આવશે સુખ-સમૃદ્ધિ
Silver Elephant

Follow us on

હિંદુ ધર્મમાં હાથીને સમૃધ્ધીનું પ્રતિક માનવામાં આવે છે. ઉપરાંત ચાંદીમાંથી બનેલો હાથી(Silver Elephant) શુભ માનવામાં આવે છે. માત્ર હિંદુ ધર્મમાં જ નહીં, પરંતુ વાસ્તુ (Vastu) અને ફેંગશુઈ વિજ્ઞાનમાં પણ હાથીની પ્રતિમા, ચિત્ર રાખવું ખૂબ જ શુભ કહેવાય છે. હિંદુ માન્યતા અનુસાર હાથીને ભગવાન ગણેશનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. ઉપરાંત, સંપત્તિની દેવી, લક્ષ્મી હાથી પર સવારી કરે છે. આવો જાણીએ ચાંદીની હાથીની મૂર્તિ ઘરમાં રાખવાના ફાયદા.

ઘરમાં શા માટે ચાંદીની હાથીની મૂર્તિ રાખવી જોઈએ?

વાસ્તુ અનુસાર ઘરમાં ચાંદીની હાથીની પ્રતિમા રાખવાથી માન-સન્માન અને કીર્તિ મળે છે. જ્યોતિષ અને વાસ્તુની દૃષ્ટિએ ચાંદીથી બનેલો હાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ચાંદી અને હાથી બંને નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મકતા વધારે છે. તેમજ ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે અને વેપારમાં પ્રગતિ થાય છે. હાથીની મૂર્તિ રાખવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ચાંદીની હાથીની પ્રતિમાથી લાભ થશે

1- ઘર કે ઓફિસમાં ટેબલ પર ચાંદીથી બનેલો હાથી રાખવાથી અટકેલા કામ ઝડપથી થાય છે. ઉત્તર દિશામાં ચાંદીનો હાથી રાખવો ખૂબ જ શુભ હોય છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

2- ચાંદીના હાથીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી આવકના સ્ત્રોત વધે છે.

3- જો કોઈ વિદ્યાર્થી તેની કારકિર્દીમાં વારંવાર નિષ્ફળ જાય છે, તો તે અભ્યાસ રૂમમાં તેના ડેસ્ક પર હાથીની મૂર્તિ રાખી શકે છે. આનાથી બાળકોનું મન માત્ર અભ્યાસમાં જ લાગશે નહીં, તેઓને કારકિર્દીના દરેક વળાંક પર સફળતા પણ મળશે.

4- જો કે હાથીને યોગ્ય દિશામાં રાખવા જોઈએ. ધ્યાન રાખો કે ભુલ્યા પછી પણ હાથીની પ્રતિમા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ન રાખવી જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article