Vastu Tips: લગ્નમાં આવી રહ્યું છે વિઘ્ન ? તો કદાચ આ વાસ્તુ દોષ હોય શકે છે કારણભૂત

|

Dec 17, 2021 | 11:53 PM

કેટલીકવાર વાસ્તુ દોષના કારણે ઘરમાં હાજર યુવક-યુવતીઓના લગ્નજીવનમાં સમસ્યા સર્જાય છે. અથવા તો આ વાસ્તુ દોષોના કારણે ઘરના દીકરા-દીકરીને યોગ્ય જીવનસાથી પણ નથી મળી શકતા.

Vastu Tips: લગ્નમાં આવી રહ્યું છે વિઘ્ન ? તો કદાચ આ વાસ્તુ દોષ હોય શકે છે કારણભૂત
Vastu Tips

Follow us on

Vastu Tips: વાસ્તુ દોષના કારણે જીવનમાં આર્થિક અને શારીરિક સમસ્યાઓ રહે છે. વાસ્તવમાં વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra) દ્વારા જીવનમાં સુખ અને જીવનને સરળ રીતે ચલાવવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘરમાં વાસ્તુ દોષનું આગમન થઈ જાય છે. વાસ્તુ દોષના કારણે લોકોને બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણા પ્રયત્નો પછી પણ આ ખામીઓ દૂર થતી નથી અને પરિસ્થિતિ બગડતી જ રહે છે.

કેટલીકવાર વાસ્તુ દોષના કારણે  યુવક-યુવતીઓના લગ્નજીવનમાં સમસ્યા સર્જાય છે. અથવા તો આ વાસ્તુ દોષોના કારણે ઘરના દીકરા-દીકરીને યોગ્ય જીવનસાથી પણ નથી મળી શકતા. આવી સ્થિતિમાં, અહી કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ છે, જેને અનુસરીને આ ખામીઓને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે.

પલંગનું દીવાલ સાથે અડવું
વાસ્તુનું જ્ઞાન ધરાવતા નિષ્ણાતોના મતે લગ્નની ઉંમરના યુવક-યુવતીઓના રૂમમાં રહેલા પલંગને દિવાલ સાથે  અડાવવો  જોઈએ નહીં. બેડની બંને બાજુએ દિવાલોથી અંતર જાળવવું જોઈએ. જો તમે આમ નહીં કરો તો લગ્ન કરવામાં પણ આટલો જ વિલંબ થશે.

પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો

રૂમની દિશા
લગ્ન કરવા યોગ્ય વ્યક્તિ માટે આ દિશામાં જગ્યા હોવી જોઈએ-
વાસ્તુ અનુસાર લગ્ન માટે લાયક સંતાનોના રૂમ યોગ્ય દિશામાં ન હોય તો પણ લગ્નમાં વિલંબ થાય છે. એવું કહેવાય છે કે બાળકનો રૂમ પશ્ચિમ કોણમાં હોવો જોઈએ. ઉપરાંત, જો રૂમ ઉત્તર-પશ્ચિમ દિશામાં હોય તો તે શ્રેષ્ઠ છે.

રૂમનો રંગ
રૂમનો રંગ પણ લગ્નના સંજોગોને ખૂબ અસર કરે છે. વાસ્તુ અનુસાર લગ્ન કરવા યોગ્ય યુવક-યુવતીઓના રૂમમાં રંગ આછો ગુલાબી હોવો જોઈએ. આંખોમાં ખૂંચે નહીં તેવો રંગ કરાવવાની સલાહ આપવામાં આવે છે. કાળો, ઘેરો બદામી અને વાદળી રંગ નુકસાનકારક હોઈ શકે છે.

આ સામગ્રી રાખશો નહીં
વાસ્તુ અનુસાર લગ્ન કરવા યોગ્ય યુવક-યુવતીના રૂમમાં કોઈપણ પ્રકારના વાસણો ન રાખવા જોઈએ. તેમજ તેમના પલંગની નીચે કોઈપણ પ્રકારની લોખંડની વસ્તુ બિલકુલ ન હોવી જોઈએ.

યુવક-યુવતીઓ રાખે ખાસ ધ્યાન
વાસ્તુ અનુસાર લગ્ન પહેલા મળતા યુવક-યુવતીઓએ ક્યારેય દક્ષિણ તરફ મુખ કરીને ન બેસવું જોઈએ. મંગળ કાર્યો માટે દક્ષિણ દિશા અશુભ માનવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વડોદરામાં ઓમિક્રોનના નવા બે કેસ સામે આવ્યા, ઝાંબિયાથી આવેલું દંપતી સંક્રમિત

આ પણ વાંચો: કોરોના રસી Covovaxને WHOએ આપી ઈમરજન્સી ઉપયોગની મંજુરી, SIIના CEO અદાર પૂનાવાલાએ આપી માહિતી

Next Article