Vastu Tips: ભોજન કર્યા પછી થાળીમાં ક્યારેય હાથ ન ધોવા, લાગશે વાસ્તુ દોષ

|

Jul 26, 2022 | 5:30 PM

Vastu Shastra : ઘણા ઘરોમાં જોવા મળે છે કે લોકો જમ્યા પછી થાળીમાં હાથ ધોઈ લે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવું અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં ગરીબી આવે છે.

Vastu Tips: ભોજન કર્યા પછી થાળીમાં ક્યારેય હાથ ન ધોવા, લાગશે વાસ્તુ દોષ
Vastu Shastra

Follow us on

Vastu Tips : ઘણીવાર લોકો જમ્યા પછી થાળીમાં હાથ ધોઈ લે છે. પરંતુ ભોજનની થાળીમાં ક્યારેય હાથ ન ધોવા જોઈએ. ધાર્મિક માન્યતા (Religious belief)ઓ અનુસાર ભોજનની થાળીમાં હાથ ધોવાને અશુભ માનવામાં આવે છે. થાળીમાં હાથ ધોવાથી તેમાં રહેલ ભોજનનો અનાદર થાય છે. ભોજનની થાળીમાં હાથ ધોવાથી મા લક્ષ્મી અને અન્નપૂર્ણા નારાજ થાય છે. જેના કારણે ઘરમાં ગરીબી રહે છે. શાસ્ત્રોમાં પણ અગ્નિને મુખ્ય દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે યજ્ઞમાં ચઢાવવામાં આવતી સામગ્રી દેવતાઓને અન્ન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એટલા માટે ભોજન (FOOD)નું ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ સિવાય ઘણા પુરાણોમાં ભોજનનું અપમાન કરવું પણ પાપ માનવામાં આવ્યું છે.

માતા અન્નપૂર્ણા ગુસ્સે થાય છે

થાળીમાં હાથ ધોવાથી તેમાં રહેલ ભોજનનો અનાદર થાય છે. તેનાથી દેવી અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મી પણ ગુસ્સે થાય છે. તેમ ન કરવા પાછળનું કારણ પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. તેથી ક્યારેય પણ ભોજનનું અપમાન ન કરવું જોઈએ.

જમતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

ભોજનની થાળી હંમેશા સાદડી, પાટ કે ચોરસા પર આદરપૂર્વક રાખો. આ સિવાય ભોજનની થાળી ક્યારેય એક હાથે ન પકડવી જોઈએ. એવું માનવામાં આવે છે કે થાળીને એક હાથથી પકડી ખોરાક ખાવાથી માણસ પ્રેત યોનીમાં જાય છે. ઉપરાંત થાળીમાં બચેલું છોડવું પણ અશુભ માનવામાં આવે છે. ભોજન પહેલાં ભગવાનનું ધ્યાન કરવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે ભોજન કરતી વખતે ગુસ્સો, વાતચીત કે વિચિત્ર અવાજો ન કરવા જોઈએ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભોજનનો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. જો ખોરાક યોગ્ય દિશામાં બનેલો હોય અને તેને યોગ્ય દિશામાં બેસીને આરોગવામાં આવે તો તેમાંથી યોગ્ય પોષણ અને સારું સ્વાસ્થ્ય મેળવી શકાય છે. ખોરાકનો સંબંધ ઊર્જા સાથે છે. જો ખોરાક ખોટી દિશામાં તૈયાર કરવામાં આવે, તો તેમાંથી નકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે, જેના કારણે સ્વાસ્થ્ય ખરાબ થાય છે. બીમારીઓ થાય છે અને માનસિક હતાશા પણ થઈ શકે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published On - 3:32 pm, Tue, 26 July 22

Next Article