અજમાવી લો આ સરળ ઉપાય, વિવાહ આડેના તમામ વિઘ્નોને દૂર કરી દેશે પવનસુત હનુમાન

|

Jul 16, 2022 | 6:34 AM

પવનસુત હનુમાનજીના આશીર્વાદથી (hanuman blessings) જીવનના તમામ પ્રકારના કષ્ટ નષ્ટ થઈ જતા હોય છે. એટલે જ વિવાહ આડેના વિઘ્નોને દૂર કરવા પણ ભક્તો તેમનું શરણું લેતા હોય છે. શનિવારના રોજ એક અત્યંત સરળ ઉપાય અજમાવીને તમે લગ્ન સંબંધી સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

અજમાવી લો આ સરળ ઉપાય, વિવાહ આડેના તમામ વિઘ્નોને દૂર કરી દેશે પવનસુત હનુમાન
Lord Hanuman (symbolic image)

Follow us on

ઘણીવાર એવું બને છે કે યુવક-યુવતીને લગ્ન (marriage) માટે સુયોગ્ય પાત્ર નથી મળતું. તો ક્યારેક સારું પાત્ર મળવા છતાં મનમેળ નથી બેસતો અને વાત આગળ વધે તે પહેલાં જ અટકી જાય છે. તો ઘણીવાર એવું પણ બને છે કે યોગ્ય પાત્ર મળી જાય, વિવાહ નક્કી પણ થઈ જાય, તો પણ, વિવાહમાં વિઘ્નો (Disturbance in marriage) આવીને ઉભા રહી જાય. વારંવાર મુહૂર્ત જોવડાવા છતાં વિવાહ પાછા જ ઠેલાતા જાય. આ બધી જ સમસ્યાઓમાં આ એક અત્યંત સરળ ઉપાય ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ ખાસ પ્રયોગ શનિવારના (saturday remedies) દિવસે કરવાનો છે. અને તે હનુમાનજીના આશીર્વાદની (hanuman blessings) પ્રાપ્તિ કરાવનારો છે.

ફળદાયી પ્રયોગ

પવનસુત હનુમાનજીને આપણે કષ્ટભંજન દેવ તરીકે પૂજીએ છીએ. તે જીવનના તમામ પ્રકારના કષ્ટને નષ્ટ કરી દે છે.  એટલે જ વિવાહ આડેના વિઘ્નોને દૂર કરવામાં પણ તેમનું શરણું લેવાનું છે. આ માટે વિશેષ કશું જ નથી કરવાનું. શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ તેમને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવાનું છે. અને ત્યારબાદ તેમને વિવાહ આડેના વિઘ્ન દૂર કરવા માટેની પ્રાર્થના કરવાની છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઉપરોક્ત જણાવેલ ઉપાય સળંગ 7 શનિવાર સુધી કરવાનો છે.

જો મંદિરમાં જઈ આ પ્રયોગ કરવો શક્ય ન હોય તો ઘરમાં રહેલ હનુમાન પ્રતિમાને આસ્થા સાથે સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરી શકાય.

લગ્નવાંચ્છુક યુવક-યુવતી આ પ્રયોગ કરે તો તે વિશેષ ફળદાયી બની રહેશે.

જો લગ્નવાંચ્છુક યુવક-યુવતી આ પ્રયોગ કરી શકે તેમ ન હોય તો તેમના માતા-પિતા પણ આ ઉપાય અજમાવી સંતાનો વતી પ્રાર્થના કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રયોગ લૌકિક માન્યતાઓ પર આધારીત છે. પણ, કહે છે કે શ્રદ્ધા સાથે જો આ પ્રયોગ થાય તો કષ્ટભંજન દેવ ચોક્કસથી પ્રસન્ન થાય છે. અને લગ્ન આડેના તમામ વિઘ્નો ઝડપથી દૂર કરી દે છે. જેને પરિણામે શીઘ્ર વિવાહના યોગ સર્જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article