Bhakti : કામિકા એકાદશીએ અજમાવો આ સરળ ઉપાય, તમારી સઘળી ઈચ્છાને પૂર્ણ કરશે નારાયણ

|

Aug 03, 2021 | 11:04 AM

આ એકાદશીએ તુલસીપત્ર તેમજ તેની માંજરથી વિષ્ણુ પૂજનનો મહિમા છે. માન્યતા અનુસાર જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને જાગરણ કરે છે તેને ક્યારેય યમનો ભય રહેતો નથી અને તે વ્યક્તિ ક્યારેય દુર્ગતિને પણ પામતો નથી.

Bhakti : કામિકા એકાદશીએ અજમાવો આ સરળ ઉપાય, તમારી સઘળી ઈચ્છાને પૂર્ણ કરશે નારાયણ
કામનાઓને ફળીભૂત કરશે કામિકા એકાદશી

Follow us on

કામિકા (KAMIKA) એકાદશીનું વ્રત એટલે તો સઘળી કામનાઓને પૂર્ણ કરનારું વ્રત. આમ તો દરેક એકાદશીનું એક આગવું જ મહત્વ રહેલું છે. કહે છે કે આસ્થા સાથે એકાદશીના વ્રત કરવાથી વ્યક્તિના જીવનના સઘળા સંતાપ હરાઈ જાય છે. એટલું જ નહીં, શ્રીહરિ વિષ્ણુ વ્રતથી પ્રસન્ન થઈ ભક્તની સઘળી કામનાઓની પણ પૂર્તિ કરી દે છે. ત્યારે કામિકા એકાદશીનું પણ અદકેરું જ મહત્વ છે.

અષાઢ વદ અગિયારસની તિથિ એ કામિકા એકાદશી તરીકે ઓળખાય છે. આ વર્ષે આ એકાદશી તારીખ 4 ઓગષ્ટ, 2021, બુધવારના રોજ છે. શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર આ એકાદશીએ તુલસીપત્ર તેમજ તેની માંજરથી વિષ્ણુ પૂજનનો મહિમા છે. માન્યતા અનુસાર જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને જાગરણ કરે છે તેને ક્યારેય યમનો ભય રહેતો નથી, અને તે વ્યક્તિ ક્યારેય દુર્ગતિને પણ પામતો નથી.

એટલું જ નહીં, આ દિવસે કેટલાંક વિશેષ ઉપાયો અજમાવીને શ્રીહરિની વિશેષ કૃપાને પણ પ્રાપ્ત કરી શકાય છે. આ એવાં ઉપાય છે કે જેના દ્વારા વ્યક્તિનો ભાગ્યોદય થાય છે અને તેની સઘળી ઈચ્છાઓની પણ પૂર્તિ થાય છે. ત્યારે આવો જાણીએ આ દિવસે કરવાના ખાસ ઉપાય.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વિશેષ પૂજાવિધિ
1. એકાદશી પર ભગવાન વિષ્ણુની પીળા ફૂલથી પૂજા જરૂર કરવી. ભગવાન વિષ્ણુને પીળો રંગ અને પીળા પુષ્પ પસંદ છે. તેનાથી પ્રસન્ન થઈ શ્રીહરિ મનોકામનાપૂર્તિના આશિષ પ્રદાન કરે છે.
2. એકાદશી પર પીળા રંગના ફળ, વસ્ત્ર તેમજ અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો. પછી આ બધી વસ્તુઓ કોઈ જરૂરીયાતમંદને દાનમાં આપી દો.
3. કામિકા એકાદશીએ ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાંખી ભોગ લગાવો. તેનાથી ઘરમાં શાંતિ અકબંધ રહેશે.
4. એકાદશી પર પીપળના ઝાડને જળ ચઢાવો. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ મનાય છે. કહે છે કે અગિયારસના રોજ પીપળાને પાણી અર્પણ કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે.
5. જો શક્ય હોય તો અગિયારસે સૌભાગ્યવતી સ્ત્રીઓને ઘરે બોલાવીને ફળાહાર કરાવો અને સાથે જ તેને સૌભાગ્ય શણગાર સંબંધી સામગ્રી ભેટમાં આપો. તેનાથી ઘરની સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહેશે અને ઘરમાં ખુશીઓ અકબંધ રહેશે.
6. એકાદશીની સાંજે તુલસીની સામે ગાયનાં ઘીનો દીપક પ્રગટાવો અને “ૐ વાસુદેવાય નમઃ ।” મંત્ર બોલતા તુલસીની 11 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહેશે અને ક્યારેય સંકટ નહીં આવે.

તો આ કામિકા એકાદશીએ આ અત્યંત સરળ એવાં લૌકિક ઉપાયો અજમાવીને તમે પુણ્યનું ભાથું પણ બાંધી શકશો. અને ઘરમાં ખુશીઓને પણ સ્થિર રાખી શકશો.

 

આ પણ વાંચો : એકાદશીએ શા માટે ન ખાવા જોઈએ ચોખા ? જાણો રહસ્ય, નહીં તો તમે બનશો પાપના ભાગીદાર

આ પણ વાંચો : તમે કેવી રીતે કરો છો આરતી ગ્રહણ ? જાણી લો આરતીની આસકા લેવાના આ નિયમ

Next Article