Navratri 2022 : નવરાત્રીની આઠમે અજમાવી લો આ ઉપાય, નોકરી સંબંધી તમામ સમસ્યા થઈ જશે દૂર !

|

Oct 03, 2022 | 7:23 AM

દેવી દુર્ગાને (Devi durga) પાન અતિપ્રિય છે. આઠમા કે નવમા નોરતે માતાજીને પાનનું બીડું અર્પણ કરવું જોઈએ. નાગરવેલના પાનમાં ઇલાયચી, લવિંગ, સાકર અને સોપારી ઉમેરીને તેનું બીડું બનાવી દેવીને સમર્પિત કરવું.

Navratri 2022 : નવરાત્રીની આઠમે અજમાવી લો આ ઉપાય, નોકરી સંબંધી તમામ સમસ્યા થઈ જશે દૂર !
Maa durga

Follow us on

નવરાત્રીનો (Navratri) તહેવાર પૂર્ણાહુતિની નજીક પહોંચી ચૂક્યો છે. આ મહાઉત્સવના (Mahautsav) અંતિમ દિવસો મહાપુણ્યની પ્રાપ્તિ કરાવનારા છે. ખાસ તો સારી નોકરીની (Job) મનશા રાખનારા ભાવિકો માટે આ સર્વોત્તમ તક છે. જીવનમાં સારી નોકરી મળે તે માટે વ્યક્તિ હંમેશા પ્રયત્ન કરતી જ રહે છે. દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેને એક સારી નોકરી મળે. પરંતુ આ સપનું દરેક લોકોનું પૂર્ણ નથી થતું. કેટલીકવાર એવું પણ બને છે કે તમે પોતાની પસંદની નોકરી નથી મેળવી શકતા અને નોકરીમાં ટકી રહેવા તમારે સંઘર્ષનો સામનો કરવો પડે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જે અજમાવવાથી આપને મનપસંદ નોકરી મળી શકે છે અને આ ઉપાયો અજમાવવાનો શ્રેષ્ઠ સમય છે નવરાત્રિના અંતિમ દિવસો. એક સારી નોકરી મેળવવા માટે કર્મ તો સારું કરવું જ પડે છે પરંતુ, તેની સાથે ભાગ્યનો સાથ હોવો પણ એટલો જ જરૂરી છે. જો કે કેટલીકવાર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતી હોય છે. જે વ્યક્તિને ખૂબ પરેશાન કરી નાંખે છે. આ મુસીબતોને દૂર કરવા માટે નવરાત્રિ દરમ્યાન મા દુર્ગા સાથે જોડાયેલ કેટલાક ઉપાયો છે જે અજમાવવાથી આપની નોકરી સંબંધિત મુસીબતો દૂર થશે.

દેવી દુર્ગાને અર્પણ કરો આ વસ્તુઓ

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

⦁ દેવી દુર્ગાને પાન અતિપ્રિય છે. આઠમા કે નવમા નોરતે માતાજીને પાનનું બીડું અર્પણ કરવું જોઈએ. નાગરવેલના પાનમાં ઇલાયચી, લવિંગ, સાકર અને સોપારી ઉમેરીને તેનું બીડું બનાવી દેવીને સમર્પિત કરવું.

⦁ જો તમને તમારી નોકરીના સ્થળ પર કોઇ પરેશાની હોય કે કોઇ પરેશાન કરી રહ્યું હોય તો આપ દેવી દુર્ગા સાથે હનુમાનજીને પણ પાનનું બીડું અર્પણ કરી શકો છો.

 આ ઉપાય અજમાવવાથી આપની નોકરી સાથે જોડાયેલ સમસ્યાઓનો અંત આવશે

સ્નાન કરતા સમયે કરી લો આ કામ !

જો લાંબાગાળાથી આપને નોકરીમાં પ્રમોશન ન મળી રહ્યું હોય કે પછી તમે જે નોકરી કરવા ઇચ્છા ધરાવો છો તે નોકરીની શોધમાં હોવ, આપને પસંદગીની નોકરી મેળવવામાં મુસીબતોનો સામનો કરવો પડતો હોય તો નિત્ય સ્નાન કરતા સમયે પાણીમાં ઇલાયચી ઉમેરીને તે પાણીથી સ્નાન કરવું જોઇએ. જો આપ નિત્ય ઇલાયચીયુક્ત જળથી સ્નાન કરો છો તો અવશ્ય આપની નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને આપની આર્થિક સ્થિતિ પણ સારી બનશે.

ઘરનાં મુખ્ય દ્વાર પર આ વસ્તુ મૂકો

દેવી લક્ષ્મી મા દુર્ગાનું જ સ્વરૂપ છે. દેવી લક્ષ્મીની ઉપાસના કરવાથી સારી નોકરી મેળવવામાં મદદ મળે છે. જો તમે પહેલાથી જ નોકરી કરી રહ્યો છો અને નોકરીના સ્થળ પર આપને ઘણો સંઘર્ષ કરવો પડતો હોય તો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આપના ઘરનાં મુખ્ય દ્વાર પર કમળનું ખીલેલું પુષ્પ રાખી દો. શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે માતા લક્ષ્મી પ્રવેશદ્વાર પર પોતાની પ્રિય વસ્તુ જોઇને આકર્ષાશે. અને આ સ્થાન પર નિવાસ કરશે.

આ મંત્રનો કરો જાપ

જો આપને મનપસંદ નોકરી નથી મળી રહી તો આપે આઠમા નોરતાના દિવસે એટલે કે આજે આ પ્રયોગ ખાસ કરવો. 108 મણકા વાળી સ્ફટિકની માળા લેવી અને  “ૐ હ્રીં વાગ્વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ્ સ્વાહા ।”  મંત્રની 21 માળા કરવી જોઇએ.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Next Article